મહિલાના ઘરે આવીને મંદિરના પુજારીને પૈસા આપવાનું કહી ભોળવી સોનાની બંગડીઓ લુટી ગઠીયો ફરાર
ઘર બહાર કામ કરતા હતા ત્યારે નજીદની દવાની દુકાન વાળાએ મોકલ્યો છે તેમ રહી વાત શરૂ કરી
મહિલાની સોનાની બંગડીઓ રૂમાલમાં મુકાવી ગઠીયો સેરવી ગયો
વડોદરા. રાવપુરા વિસ્તારની દવા બજારમાં રહેતી એક 71 વર્ષીય વૃદ્ધા સહિત બે મહિલાઓને પોતાની વાતોમાં ભેરવી ગઠીયોએ મહિલાઓએ પહેરેલી રૂ, 45 હજારની 3 બંગડીઓ લઇ રફૂચક્કર થઇ ગયો હતો. વ્યક્તિએ મંદિરમાં એક હજાર રૂપિયા મૂકવાના હોવાનું જણાવી મહિલાઓને વિશ્વાસમાં લીધી હતી અને તેઓની બંગડીઓ ઉતરાવી લઇને રફૂચક્કર થઇ ગયો હતો.
શહેરના રાવપુરા વિસ્તારની દવા બજારમાં જ્યોત્સનાબેન નવીનચંદ્ર શાહ પોતાના પરિવાર સાથે રહે છે. અને પોળમાં આવેલ મહાદેવના મંદિરમાં પૈસાનો વહીવટ સંભાળી દાનમાં આવેલ પૈસા પુજારીને આપતા હોય છે. આજે સવારે 11:30 વાગ્યે જ્યોત્સનાબેન કપડા ધોતા હતા. ત્યારે પડોશમાં રહેતા માધુરીબેન મંદિરે પૂજા કરવા જતા પહેલા તેમના ખબર અંતર પૂછવા ઘરે આવ્યા હતા. અને તેમની બાજુમાં બેસીને વાતો કરતા હતા. દરમિયાન એક વ્યક્તિ તેમની પાસે આવી પહોંચ્યો હતો. અને મહિલાઓને જણાવ્યું કે, હું દવાવાળાને ત્યાં આવેલ છું , અને તે દવાવાળાએ મને તમારી પાસે મોકલ્યો છે. અને મહાદેવ મંદિરના પુજારીભાઈને રૂ, 1000 આપવાના છે, તેમ કહી માધુરીબેનને 1000 રૂપિયા આપ્યા હતા. જે 1000 રૂપિયા માધુરીબેને જ્યોત્સનાબેનને આપ્યા હતા. ત્યારબાદ વ્યક્તિએ ફરીથી ખિસ્સામાંથી રૂપિયા 500 કાઢી માધુરીબેનને આપ્યા હતા. અને મારી સોના ચાંદીની દુકાન છે, તેમાં બરકત આવે એટલા માટે તમારા ઘરના મંદિરમાં માતાજીને અને તમારા ઘરમાં સોનું હોય તો તેને અડાડીને મને પરત આપો. મારે મંદિરમાં મૂકવાનું કહ્યું હતું.
આવેલ વ્યક્તિની વાતમાં આવી ગયેલ જ્યોત્સનાબેન વ્યક્તિના જણાવ્યા અનુસાર રૂપિયા 500ની ચલણી નોટ લઇને ઘરમાં ગયા હતા. અને માતાજીના ફોટાને રૂપિયા 500ની ચલણી નોટ અડાવી હતી. ત્યારે વ્યક્તિ માધુરીબેન સાથે જોસનાબેનના ઘરમાં ઘસી આવ્યો હતો. ત્યારબાદ વ્યક્તિએ જણાવ્યું હતું કે, તમે પહેરેલી આ બંગડીઓ આ રૂમાલમાં મૂકો અને તેની સાથે આ રૂપિયા 500ની નોટ મૂકી દો. મહિલાઓએ પોતાની 3 બંગડીઓ ઉતારીને રૂમાલમાં મૂકી હતી. વ્યક્તિએ યુક્તિપૂર્વક બંગડીઓ પોતાના ખિસ્સામાં સરકાવી રૂમાલની પોટલી જ્યોત્સનાબેનને પરત કરી દીધી હતી. અને જણાવ્યું કે, આ તમે તમારા તિજોરીમાં મૂકી દો, હું 10 થી 15 મિનિટમાં પરત આવું છું. તેમ જણાવી રવાના થઇ ગયો હતો.
દરમિયાન 10 થી 15 મિનિટ પછી પણ તે વ્યક્તિ જોસના બેનના ઘરે પરત ફર્યો ન હતો. જેથી જોસનાબેન નજીકમાં આવેલ સંતરામ મેડીકલમાં તે વ્યક્તિ વિષે પૂછવા ગયા હતા. ત્યારે મેડીકલમાં હાજર ભાઈએ અમે કોઈ ભાઈને તમારે ત્યાં મોકલેલ ન હોવાનું જણાવ્યું હતું. જેથી જોસનાબેનને આવેલ વ્યક્તિ ઉપર શંકા જતા રૂમાલ ખોલતા કંઇ મળી આવ્યું ન હતું. 3 બંગડીઓ ન જોતા જોસનાબેન અને માધુરીબહેન ચોંકી ઉઠ્યા હતા. તેમને અહેસાસ થયો કે, પોતાની બંગડીઓ ઘરમાં આવેલ વ્યક્તિ લઇ રફૂચક્કર થઇ ગયો છે. તુરંત જ બંને મહિલાઓ રાવપુરા પોલીસ સ્ટેશન પહોંચી હતી અને ફરિયાદ નોંધાવી હતી.