નવાબવાડા અને મચ્છીપીઠ સહિત અકોટા બ્રિજ પર તા. 30 ઓક્ટોબરના રોજ બોયકોટ ફ્રાન્સના પોસ્ટર રોડ અને દીવાલ પર લગાવી વિરોધ દર્શાવવામાં આવ્યો હતો
ક્રાઇમ બ્રાન્ચે બેનર લગાડનાર નામચીન આસિફ ઉર્ફે તિતલી સલીમ શેખ સહિત 2 લોકોને ઝડપી પાડ્યા
રાતોરાત પોસ્ટર લાગી જવાને કારણે શહેર ભરમાં ઉતેજના વ્યાપી ગઈ હતી
વડોદરા. શહેરના નવાબવાડા અને મચ્છીપીઠ સહિત અકોટા બ્રિજ પર તા. 30 ઓક્ટોબરના રોજ બોયકોટ ફ્રાન્સના પોસ્ટર રોડ અને દીવાલ પર લગાવી વિરોધ દર્શાવવામાં આવ્યો હતો. ઘટનાના 5 દિવસ બાદ શહેર ક્રાઇમ બ્રાન્ચે પોસ્ટર ચોંટાડનાર અને પોસ્ટર પ્રિન્ટિંગ કરનાર સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. દરમિયાન આજ રોજ ક્રાઇમ બ્રાન્ચે બેનર લગાડનાર નામચીન આસિફ ઉર્ફે તિતલી સલીમ શેખ સહિત 2 લોકોને ઝડપી પાડ્યા હતા. અને ગુનામાં સંડોવાયેલા અન્યોની શોધખોળ ચાલુ રાખી છે.
ફ્રેન્ચ આર્ટિસ્ટ દ્વારા બનાવવામાં આવેલા કાર્ટુનને કારણે ફ્રાન્સનો ચોક્કસ દેશો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. જેના આંતરરાષ્ટ્રીય પડઘા પડ્યા હતા. તેના અનુસંધાને વડોદરાના ચોક્કસ વિસ્તારોમાં પણ બોયકોટ ફ્રાન્સના પોસ્ટર લગાવવામાં આવ્યા હતા. ગત તા. 30 ઓક્ટોબરના રોજ નવાબવાડા, મચ્છીપીઠ તેમજ અકોટા બ્રિજ પર રોડ અને દીવાલ પર પોસ્ટરો અને બેનરો લગાવવામાં આવ્યા હતા.
રોડ અને દીવાલ પર પોસ્ટર અને બેનરો લગાડી ફ્રાન્સ અને ઈઝરાઈલ તથા તેમના પ્રોડક્ટનો બહિષ્કાર કરવા જણાવાયું હતું. રાતોરાત પોસ્ટર લાગી જવાને કારણે શહેર ભરમાં ઉતેજના વ્યાપી ગઈ હતી. જોકે પોલીસે સતર્ક રહીને ઉશ્કેરાટ અને આપત્તીજનક લખણવાળા ફ્રાન્સના પ્રમુખ એમ્યુનલ મેકરોનના પોસ્ટર ઉતારી દીધા હતા. ઘટનાના 6 દિવસ બાદ 5 નવેમ્બરના રોજ શહેર ક્રાઇમ બ્રાન્ચે પોસ્ટલ લગાડનાર અને બનાવનાર સામે લાલ આંખ કરી હતી. શહેર ક્રાઇમ બ્રાન્ચે લગાડનાર અજાણ્યા શખ્સો અને પોસ્ટર છાપનાર અજાણ્યા પ્રિન્ટિંગ પ્રેસ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
દરમિયાન ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી જયદીપસિંહ જાડેજાની સૂચના મુજબ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ કર્મીઓએ જુદી જુદી ટીમ બનાવી ગુનામાં સંડોવાયેલા નામચીન આસીફ ઉર્ફે તિતલી સ્લિમ શેખ (રહે, નવાબવાડા) અને શબ્બીર હુસેન ગુલામ હુસેન શેખ (રહે, તાંદલજા)ને ઝડપી લીધા હતા. ડીસીપી જયદીપસિંહ જાડેજા એ જણાવ્યું હતું કે, પોસ્ટર છાપનાર અજાણ્યા પ્રિન્ટિંગ પ્રેસનો માલિક અને ગુનામાં સંડોવાયેલ અન્ય લોકોની શોધખોળ ચાલુ હોવાથી તપાસ ચાલુ છે. અને તેમને પણ ટૂંક સમયમાં જ ઝડપી પાડવામાં આવશે.
જો કે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઝડપી પાડવામાં આવેલ આસિફ ઉર્ફે તિતલી અગાઉ હત્યા, હત્યાની કોશિશ, હથિયાર રાખવા તથા પેરોલ જમ્પ સહિતના ગુનાઓમાં પોલીસના હાથે પકડાયો છે. અને તેણે વધુ એક ગુનો કરી શહેરની શાંતિ ડહોળવા માટે બેનરો લગાડયા હતા.