• ગુજરાત પેટા ચુંટણીમાં સવારે 11 વાગ્યા સુધીમાં સરેસાસ 21.53 ટકા મતદાન

વડોદરા. ગુજરાતમાં મંગળવારે પેટાચુંટણીની 8 વિધાનસભા બેઠક પર મતદાન યોજાયું હતું. જેમાં સવારે 11 વાગ્યા સુધીમાં સૌથી વધુ મતદાન સુરેન્દ્ર નગરની બિંબડી બેઠક પર નોંધાયું હતું. બીજા નંબર પર વડોદરાની કરજણ બેઠકમાં 22.95 ટકા મતદાન નોંધાયું હતું.

લોખંડી બંદોબસ્ત અને કોવિડ -19 ની ગાઇડલાઇનને અનુસરીને રાજ્યમાં 8 વિધાનસભા બેઠક માટે મતદાન યોજાયું હતું. વહેલી સવારે 7 વાગ્યાથી શરૂ થયેલા મતદાનમાં કેટલીક સીટો પર મતદાતાઓનો ઉત્સાહ જોવા મળ્યો હતો. 11 વાગ્યા સુધી સૌથી વધુ 23.96 ટકા મતદાન સાથે સુરેન્દ્ર નગરની લિંબડી બેઠક અગ્રેસર રહી હતી. ત્યાર બાદ વડોદરાની કરજણ વિધાનસભા બેઠકમાં બીજુ સૌથી વધુ 22.96 ટકા મતદાન નોંધાયું હતું.

જાણો 11 વાગ્યા સુધી કઇ બેઠક પર કેટલું મતદાન થયું

શહેર –  મતદાન ટકાવારી

અમરેલી- 6.29
બોટાદ – 20.66
ડાંગ – 8.87
કચ્છ – 22.00
મોરબી – 22.62
વડોદરા – 22.95
સુરેન્દ્રનગર – 23.96
વલસાડ – 15.56

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud