• તહેવાર નજીક આવવાને કારણે નમકીન ફરસાણ વાળાને ત્યાં જીએસટી ડિપાર્ટમેન્ટનું સર્ચ
  • જગદીશ ફરસાણ પ્રા. લી. દુકાન અને જગદીશ ફુડઝોન પ્રાઇવેટ લીમીટેડ,એસજીબી મિઠાશ, આણંદ, સુખડીયા જમનાદાસ મગનલાલ એન્ટ કાં, ખંભાત તપાસ કરાઇ
  • તમામ દ્વારા નમકીન, ફરસાણ અને ભુજીયા વગેરેના વર્ગિકરણનો ગેરફાયદો ઉઠાવીને જીએસટી ચોરી કરી હોવાનું સામે આવ્યું
  • જીએસટી ડિપાર્ટમેન્ટ દ્વારા તમામ જગ્યાએથી કુલ મળીને રૂ. 3.88 કરોડની ચોરી પકડી પડાઇ, જેમાંથી રૂ. 1.36 કરોડ વસુલાયા

વડોદરા. તહેવાર નજીક આવતાની સાથે જીએસટી વિભાગ દ્વારા વડોદરા તથા આસપાસમાં ફરસાણની દુકાનો પર જીએસટી વિભાગ દ્વારા સર્ચ શરૂ કરવામાં આવ્યું હતું. મંગળવારે મોડી સાંજથી શરૂ કરેલી કાર્યવાહી બીજા દિવસ સુધી ચાલી હતી. જગદીશ ફરસાણની દુકાનો અને ફુડઝોન તથા અન્ય મીઠાઇ – ફરસાણ વાળાને ત્યાંથી જીએસટી ડિપાર્ટમેન્ટ દ્વારા રૂ. 3.88 કરોડની ચોરી પકડી હતી. જેમાંથી રૂ. 1.36 કરોડ વસુલ કરવામાં આવ્યા હતા.

અનલોકમાં સામાન્ય જનજીવન ધીમે ધીમે પાટા પર આવી રહ્યું છે. નવ વર્ષ દિપાવલી નજીક આવવાને કારણે ધીમે ધીમે માર્કેટમાં લોકોની ચહલ પહલ વધી રહી છે. તેવા સમયે ફરસાણ અને મિઠાઇના ધંધા સાથે સંકળાયેલા વેપારીઓને ત્યાં જીએસટી ડિપાર્ટમેન્ટ દ્વારા સપાટો બોલાવવામાં આવ્યો છે. જીએસટી વિભાગ દ્વારા નમકીન, ફરસાણ અને ભુજીયા મેન્યુફેક્ચરીંગ, હોલસેલ અને રીટેઇલ વેપાર સાથે સંકળાયેલા વડોદરાના જાણીતા જગદીશ ફરસાણ પ્રા. લી. દુકાન અને જગદીશ ફુડઝોન પ્રાઇવેટ લીમીટેડ પર ચર્ચ શરૂ કરવામાં આવી હતી. તેની સાથે એસજીબી મિઠાશ, આણંદ, સુખડીયા જમનાદાસ મગનલાલ એન્ટ કાં, ખંભાત પણ સર્ચ કરવામાં આવ્યું હતું.

તમામ દ્વારા નમકીન, ફરસાણ અને ભુજીયા વગેરેના વર્ગિકરણનો ગેરફાયદો ઉઠાવીને જીએસટી ચોરી કરી હોવાનું સામે આવ્યું હતું. પેકીંગ પર 12 ટકા જીએસટી ની જગ્યાએ 5 ટકા જીએસટી લગાડવામાં આવ્યો હતો. આમ કરીને જીએસટી વિભાગ દ્વારા કુલ મળીને રૂ. 3.88 કરોડની જીએસટી ચોરી પકડી પાડવામાં આવી હતી. તેમાંથી રૂ. 1.36 કરોડ વસુલ કરવામાં આવ્યા હતા. જીએસટી ડિપાર્ટમેન્ટ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud