શહેરના અકોટા વિસ્તારમાં આવેલા સન સ્ટોન એપાર્ટમેન્ટમાં છેલ્લા 3 મહિનાથી ભાડે મકાન રાખી રહેતી હતી.
દિવાળીપુરા વિસ્તારમાં આવેલી આઇ.ટી કંપની રિલીફ સ્ટાર્ટ ઇનમાં એચ.આર તરીકે ફરજ બજાવતી હતી.
વહેલી સવારથી મિત્રોએ સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો પણ ના થઇ શક્યો આખરે ઘરમાં મૃતદેહ મળ્યો
વડોદરા. શહેરના અકોટા વિસ્તારમાં ભાડે મકાન રાખી રહેતી અને આઇ.ટી કંપનીમાં ફરજ બજાવતી 25 વર્ષીય યુવતિએ ભેદી સંજોગામાં ગળે ફાંસો ખાઇ જીવન ટુંકાવી લીધુ હતુ. યુવતિએ કયા કારણોસર ગળે ફાંસો ખાઇ આપઘાત કર્યો તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે.
બનાવ અંગેની પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, 25 વર્ષીય દીપિકા મગનભાઇ રાજપુત છેલ્લા ત્રણ વર્ષથી દિવાળીપુરા સ્થિત રિલિફ સ્ટાર્ટ ઇન નામની આઇ.ટી કંપનીમાં એચ.આર (હ્યુમન રિસોર્સીસ) મેનેજર તરીકે ફરજ બજાવતી હતી. ત્રણ મહિના પહેલા જ દીપિકાએ અકોટા વિસ્તારમાં આવેલા સન સ્ટોન એપાર્ટમેન્ટના ત્રીજા માળે મકાન ભાડે રાખી રહેવા આવી હતી. દીપિકાની કાયમ નાઇટ ડ્યૂટી રહેતી હોવાથી તે વહેલી સવારે ઘરે આવતી હતી.
દરમિયાન ગત રોજ દીપિકા મોડી રાત્રે જ ઘરે આવી ગઇ હતી. જેથી વહેલી સવારથી તેના મિત્રો અને સાથી કર્મીઓ સતત તેનો સંપર્ક કરવા માટે ફોન કરી રહ્યાં હતા. પરંતુ ફોન પર કોઇ જવાબ મળ્યો ન હતો. તેવામાં દીપિકાના ઘરે કામ કરતા બહેન પણ કામ કરવા માટે ગરે પહોંચ્યાં હતા. પરંતુ ઘરનો દરવાજો અંદરથી બંધ હતો. જોકે કામ કરવા આવેલા બહેને વારંવાર દરવાજો ખખડાવ્યાં છતાં કોઇ પ્રતિઉત્તર મળ્યો ન હતો.
તેવામાં દીપિકાના મિત્રો બપોરના સમયે તેના ઘરે પહોંચ્યાં હતા. પાડોશીઓ સાથે વાતચિત કરતા કોઇ જાણકારી મળી ન હતી. દરવાજો પણ અંદરથી બંધ હોવાનુ જાણવા મળ્યું હતુ. જેથી આખરે આ મામલે પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરાતા પોલીસ સ્થળ પર પહોંચી હતી. ઘરનો દરવાજો બંધ ફાયર બ્રીગેડની મદદ લઇ દરવાજો તોડતા ફ્લેટના ડ્રોઇંગ રૂમના પંખા સાથે દીપિકા ગળે ફાંસો ખાધેલી હાલતમાં જોવા મળી હતી. ગોત્રી પોલીસે આ મામલે તપાસ કરતા દીપિકા મુળ અમદાવાદની હોવાનુ પ્રથામિક તપાસમાં બહાર આવ્યું હતુ. જોકે હજી સુધી તેના પરિવાર અંગે પોલીસને કોઇ જાણકારી મળી નથી. જેથી યુવતિના મૃતદેહનો કબજો મેળવી પોલીસ પોસ્ટ મોર્ટમ કરાવવા તજવીજ હાથ ધરી છે.