એલાઇવ્ઝ જીમના પર્સનલ ટ્રેનર સહિતના લોકોને પગાર ન ચુકવાતા શહેર પોલીસ કમિશ્નરને અરજી કરી
પોલીસ ફરિયાદ બાદ કૈલાશ જાધવ ફરાર થયા ટ્રેનરોએ જીમ પાર્ટનર ડો. દેવાંગ શાહ જોડે પગારની માંગણી કરી
કરોડો રૂપિયાની ઠગાઇ મામલે કૈલાશ જાધવ સામે ફરિયાદ બાદથી ફરાર થયો, અત્યાર સુધી પોલીસ ધરપકડથી દુર
[caption id="attachment_8733" align="aligncenter" width="1280"] એલાઇવ્ઝ જીમના સંચાલકો અને ટ્રેનરોનો ગૃપ ફોટો[/caption]
વડોદરા. એલાઇવ્ઝ જીમમાં કામ કરતા ટ્રેનરોને લોકડાઉન પહેલાથી લઇને આજદિન સુધી પગાર અને ઇન્સેન્ટીવ ચુકવવામાં આવ્યો નથી. જેને લઇને ટ્રેનરોએ શુક્રવારે શહેર પોલીસ કમિશ્નરને અરજી કરી જીમ સંચાલકો સામે કાર્યવાહી કરવા માટે માંગ કરી હતી. જો કે અગાઉ જીમ ટ્રેનરે પગાર માંગતા કૈલાશ જાધવે ઉદ્ધત જવાબ આપતા કહ્યું હતું કે, અત્યારે તો મારા કુતરાને ખવડાવવા માટે પણ પૈસા નથી.
એલાઇવ્ઝ જીમમાં 34 જેટલા ટ્રેઇનરો તથા હાઉસકીપીંગ અને સિક્યુરીટી સહિતનો સ્ટાફ કામ કરે છે. તેમાંથી કેટલાકનો જાન્યુઆરી - 2020 થી પગાર ચુકવવાનો બાકી છે. એલાઇવ્ઝ જીમના ટ્રેનર તૌસીફ પટેલે વોચ ગુજરાત સાથે વાત કરતા જણાવ્યું હતું કે, અમારી જીમ ટ્રેનર તરીકેની ભરતી કૈલાશ સરે કરી હતી. શરૂઆતના સમયમાં નક્કી કરેલા સમયે પગાર અને ઇન્સેન્ટીવ જમા થઇ જતું હતું. પરંતુ ફેબ્રુઆરી-માર્ચ મહિનાથી લઇને પગાર ચુકવણી થઇ ન હતી.જેને લઇને અનેક વખત કૈલાશ સરને જાણ કરવામાં આવી હતી.
દર વખતે માત્ર બાંહેધારી આપવામાં આવતી હતી. લોકડાઉન બાદ એક દિવસ ટ્રેનરે કૈલાશ સર પાસે પગારના બાકી નિકળતા પૈસા માંગ્યા હતા. તો કૈલાશ સરે જવાબમાં કહ્યું કે, અત્યારે તો મારા કુતરાને ખવડાવવા માટે પણ પૈસા નથી. લોકડાઉનના સમયમાં પણ હાઉસકીપીંગ અને સિક્યુરીટીનો સ્ટાફ કામ કરતો હતો. તેઓને પણ પગારથી વંચિત રાખવામાં આવ્યા છે.
તૌસીફ પટેલે ઉમેર્યું હતું કે, કૈલાશ સર સામે કેસ થયા બાદથી તેઓ ફરાર છે. એટલે અમે ડો. દેવાંગ શાહ જોડે અમારા બાકી નિકળતા પગારની ચુકવણી માટે મળ્યા હતા. ડો. દેવાંગ શાહ અમારી મજબુરી સમજે છે તેમ કહીને તેમણે પગાર કરવાની બાંહેધારી આપી હતી. પરંતુ બાંહેધારી આપ્યા બાદ પણ અમારો પગાર ન ચુકવાતા આખરે અમે શહેર પોલીસ કમિશ્નરને અરજી કરી અને એલાઇવ્ઝ જીમના પાર્ટનર કૈલાશ જાધવ અને ડો. દેવાંગ શાહ સામે ફરિયાદ કરવાની માંગ કરી હતી.
એલાઇવ્ઝ જીમમાં કૈલાશ જાધવ અને ડો. દેવાંગ શાહ પાર્ટનર હતા. કૈલાશ જાધવ દ્વારા જીમનું સંચાલન કરવામાં આવતું હતું. જીમ શરૂ કરવાથી લઇને પોલીસ ફરિયાદ કરવા સુધી કૈલાશ જાધવ, પાર્ટનર ડો. દેવાંગ શાહને હિસાબો મામલે ગોળ ગોળ ફેરવતો હતો. આખરે કરોડો રૂપિયા રોક્યા બાદ પણ હિસાબી સ્પષ્ટતા ના અભાવે કંટાળેલા ડો દેવાંગ શાહે જીમની એકાઉન્ટ બુકનું ઓડિટ કરાવ્યું હતું. જેમાં કૈલાશ જાઘવે પાર્ટનર ડો. દેવાંગ શાહ સાથે કરોડો રૂપિયાની ઠગાઇ કરી હોવાનું સામે આવ્યું હતું. આખરે ડો. દેવાંગ શાહે કેલાશ જાધવ સામે શહેર ક્રાઇમ બ્રાન્ચમાં રૂ. 3 કરોડોની ઠગાઇ મામલે પોલીસ ફરિયાદ કરી હતી. ઠગ કૈલાશ સામે ક્રાઇમ બ્રાન્ચમાં ગુનો નોંધાતા જ તે ફરાર થઇ ગયો હતો. જોકે કૈલાશ સુધી પહોંચવામાં પોલીસને હજી સુધી કોઇ સફળતા પ્રાપ્ત થઇ નથી.