• પ્રશાંતના ગોત્રી આશ્રમની બધી જ ચાવીઓ ‘ફકત’ દિશા ઉર્ફે જોન પાસે જ રહેતી હતી
  • પાખંડી જે સ્ત્રીઓને હવસનો શિકાર બનાવતો અને વીડિઓ ઉતારી લેપટોપ કે પેન ડ્રાઈવમાં સ્ટોરેજ કરવાનું કામ દિશા ઉર્ફે જોન કરતી
  • પ્રશાંત દિશા ઉર્ફે જોન પાસે અનેક તાંત્રિક પ્રયોગો પણ કરાવતો હતો
  • પાખંડી માટે સ્ત્રીઓને ફોન કરીને બ્રેઇનવોશ કરી ગુરૂજી બહુ યાદ કરે છે તમારી ચિંતા કરે છે, કહી અન્ય સ્ત્રીઓને આગ્રહ કરી સેવા માટે બોલાવાતી

વડોદરા. બગલામુખીના બનીબેઠેલા ગુરૂજી પ્રશાંત ઉપાધ્યાયની અંગત સેવીકામાં દિશા સચદેવની ગણતરી કરવામાં આવતી હતી. ગોત્રી પોલીસ સ્ટેશનમાં પિડીતા દ્વારા કરવામાં આવેલી ફરિયાદના આધારે પોલીસે દિશા ઉર્ફે જોનની ગત રોજ તેના ઘરેથી જ ઝડપી પાડવામાં આવી હતી. જોન પ્રશાંતના આશ્રમમાં કામાખ્યા માતા તરીકેની ઓળખ ધરાવતી હતી, જ્યારે પ્રશાંત માટે તે અંતગ સેવિકા હતી.

જોન ઉર્ફે દિશા સચદેવનો પાખંડી પ્રશાંત સાથેનો ઇતિહાસ

પાખંડી પ્રશાંતનો ડાબો હાથ ગણાતી દિશા ઉર્ફે જોન અંદાજીત વર્ષ 2008થી પાખંડી સાથે જોડાઇ હતી. જોન અને એની માતા મુંબઈથી ઘર છોડીને પ્રશાંતના આશ્રમમાં રહેવા આવ્યા હતા. જ્યાં એની માતાને પ્રશાંત વારસિયા ખાતે રાખતો અને દિશા ઉર્ફે જોનને પોતાની અંગત સેવા માટે શરૂઆતમાં એના યોગક્ષેમ વાળા ઘરે અને ત્યાર પછી ગોત્રી સ્થિત ફાર્મહાઉસમાં સાથે રાખતો હોવાનુ જાણવા મળી રહ્યું છે.

દિશા ઉર્ફે જોનને પ્રશાંતના જેટલા રહસ્યો ખબર છે એટલા કદાચ કોઈને જ ખબર નહીં હોય

પ્રશાંતની અંગત સેવિકા જોન તેના પાપલીલાની રાઝદાર હોવાનુ ચર્ચાઇ રહ્યું છે. જેમાં પ્રશાંતની તમામ અંતગ ચીજવસ્તુઓની દેખભાળની જવાબદારી જોન પાસે હતી. શરૂઆતના સમયમાં પ્રશાંતના રૂમમાં પ્રવેશવાની પરવાનગી ફક્ત દિશા પાસે હતી. પ્રશાંતની રૂમમાં કોણ આવશે એ બોલાવવાની અને મેસેજ આપવાની જવાબદારી પણ ફક્ત દિશા ઉર્ફે જોન પાસે જ હતી. પ્રશાંતે જોનને પોતાના કેમેરામાં શૂટિંગ કરવાની, વીડિઓ એડિટિંગ કરવાની ટ્રેનિંગ આપી હતી. પોતાના લેપટોપ, પેન ડ્રાઈવ, હાર્ડ ડિસ્ક બધું જ દિશા ઉર્ફે જોહનની કસ્ટડીમાં હતું.

પાખંડીના દરેક પ્રસંગોમાં વીડિઓ ગ્રાફી, મ્યુઝિક પ્લે કરવાનું કામ, એનું એડિટિંગ કરવાનું કામ તથા પાખંડી જે સ્ત્રીઓને હવસનો શિકાર બનાવતો અને વીડિઓ ઉતારી લેપટોપ કે પેન ડ્રાઈવમાં સ્ટોરેજ કરવાનું કામ દિશા ઉર્ફે જોન કરતી હતી. નોંધનીય છે કે પિડીતાએ ગોત્રી પોલીસ સ્ટેશન ખાતે નોંધાવેલી ફરીયાદમાં ઉલ્લેખ કર્યો હતો કે, પ્રશાંતે તેની જાણ બહાર વીડિઓ ઉતારી સત્સંગનુ મેમરી કાર્ડ હોવાનુ કહીં પિડીતાના પિતાને આપ્યું હતુ.

પ્રશાંતના બેડરૂમમાં કોણ સેવા કરવા જશે, તે જોવાની જવાબદારી જોન નિભાવતી

રાત્રે પગ દબાવવાની સેવામાં કઈ સ્ત્રીઓને બોલાવવાની એ બધું પ્લાનિંગ દિશા ઉર્ફે જોન કરતી હોવાનુ જાણવા મળી રહ્યું છે. જે દિવસે કોઈ સ્ત્રીઓ રાત્રે સેવામાં ન હોય ત્યારે દિશા ઉર્ફે જોન અને શિલ્પા એ રાત્રિએ સેવામાં પ્રશાંત પાસે જવું પડતું અને પોતે ન જવું હોય એટલે એ અન્ય સ્ત્રીઓને ફોન કરીને બ્રેઇનવોશ કરી ગુરૂજી બહુ યાદ કરે છે તમારી ચિંતા કરે છે, કહી અન્ય સ્ત્રીઓને આગ્રહ કરી સેવા માટે બોલાવતી હતી. આમ, પ્રશાંતને મળનારી વ્યક્તિઓની અવર-જવરથી દિશા ઉર્ફે જોન સારી રીતે વાકેફ હતી.

આશ્રમમાં પ્રશાંતનો પડછાયો બનીને રહેતી દિશા ઉર્ફે જોન

પ્રશાંત જ્યાં જાય ત્યાં સીમા અને જોનને સાથે જ રાખતો. હવનમાં જમણી બાજુ દિક્ષા ઉર્ફે સીમાને બેસાડતો અને ડાબી બાજુ દિશા ઉર્ફે જોનને બેસાડતો હતો. પ્રશાંત લોકોને એમ કહેતો કે એને દિશામાં કામખ્યાં દેવીનું સ્થાપન કર્યું છે. પ્રશાંત દિશા ઉર્ફે જોન પાસે અનેક તાંત્રિક પ્રયોગો પણ કરાવતો હતો.  પ્રશાંત હવન કરતો ત્યારે દિશા ઉર્ફે જોન મંત્રો બોલતી હતી. અને આ જ દિશા ઉર્ફે જોન પ્રશાંતના બેડરૂમમાં બિભત્સ અવસ્થામાં ત્યાં બેસી પ્રશાંતે આપેલા અમુક મંત્રોનું ઉચ્ચારણ કરતી હતી. પ્રશાંતના ગોત્રી આશ્રમની બધી જ ચાવીઓ ‘ફકત’ દિશા ઉર્ફે જોન પાસે જ રહેતી હતી. તેમ જાણવા મળી રહ્યું છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud