મોબાઇલ એપ્લીકેશનથી ખરીદી કરનારાઓ માટે લાલ બત્તી સમાન કિસ્સો
ખેડુતને ઓનલાઇન લકી ડ્રોમાં કાર લાગી હોવાની લાલચ આપી ટેક્સ પેટેના પૈસા ભરવા માટે જણાવી ગઠીયઓ રૂ. 10.21 લાખ સેરવી ગયો
ટોયોટા કાર ન મળી, પણ ખેડુતને મહા મહેનતના રૂપિયા ગુમાવ્યા, સમગ્ર મામલે પોલીસ ફરિયાદ કરાઇ
કરજણ. વલણ ગામના ખેડૂતે લકી ડ્રોના ઇનામમાં લાગેલી ટોયોટા કારની રોકડ રકમ રૂપિયા 6.93 લાખ રકમ લેવા માટે રૂપિયા 10.20 લાખ ગૂમાવ્યા હોવાની ફરિયાદ સામે આવી છે. ઓનલાઇન છેતરપિંડી કરતી ટોળકીના ભેજાબાજની લોભામણી લાલચમાં આવી ગયેલા ખેડૂતે જણાવ્યું હતું કે, રૂપિયા 6.20 લાખ મેળવવા માટે રૂપિયા 10.20 લાખનું દેવું થઇ ગયું છે.
સ્નેપડીલ નામની ઇકોમર્સ મોબાઇલ એપ્લીકેશનનો ઉપયોગ થકી મેગા લકી ડ્રોના વિજેતા બનાવ્યા
કરજણ તાલુકાના વલણ ગામમાં આવેલા પુડા ફળિયામાં ઇકબાલભાઇ ઉપસભાઇ ઉલ્લા (ઉં.45) પરિવાર સાથે રહે છે. અને ગામમાં આવેલી ખેતી કરીને ગુજરાન ચલાવે છે. ઇકબાલભાઇ ઉલ્લા સ્નેપડીલ નામની ઓનલાઇન એપ્લિકેશનનો ઉપયોગ કરે છે. તેઓએ તા.5-9-020ના રોજ આર.ઓ. મશીન, રસોડાનો સામાન, એલ.ઇ.ડી. નાઇટ લેમ્પની રૂપિયા 5 હજાર કેશઓન ડીલીવરીથી ખરીદી કરી હતી. તા.10-9-020ના રોજ તેઓના મોબાઇલ ઉપર એક વ્યક્તિનો ફોન આવ્યો હતો. તેણે જણાવ્યું કે, હું સ્નેપડીલના લકી મેગા ડ્રો વિભાગમાંથી અધિકારી બોલું છુ. મારૂ નામ નરેન્દ્રકુમાર છે. તમે જે ઓનલાઇન ખરીદી કરી છે. તેમાં તમોને ઇનામમાં ટોયોટા કાર લાગી છે.
કારની રકમના રૂ. જોઇતા હોય તો પૈસા ભરો તેમ જણાવી ખેડુતને ચુનો ચોપડ્યો
ભેજાબાજ નરેન્દ્રકુમારે ઇકબાલભાઇ ઉલ્લાને એમ પણ જણાવ્યું કે, જો તમારે કાર જોઇતી ન હોય તો કારની કિંમત રૂપિયા 6,93,000 રોકડા મળી જશે. પરંતુ, તે રોકડ રકમ મેળવવા માટે પ્રોસેસ ફી, જી.એસ.ટી., તેમજ અન્ય ટેક્ષ ભરવો પડશે. ભેજાબાજની લોભામણી વાતોમાં આવી ગયેલા અને ટોયોટા કારની કિંમતની રોકડ રકમ રૂપિયા 6,93,000 મેળવવા માટે ઇકબાલભાઇએ ભેજાબાજ નરેન્દ્રકુમારના જણાવ્યા મુજબ ભેજાબાજે આપેલા અલગ-અલગ ત્રણ એકાઉન્ટમાં રૂપિયા 10,20,650 જમા કરાવ્યા હતા.
12 દિવસમાં અલગ અલગ એકાઉન્ટમાં રૂ. 10.20 લાખ ટ્રાન્સફર કરાવ્યા
ખેતી કામ કરીને ગુજરાન ચલાવતા ઇકબાલભાઇ ઉલ્લાએ રૂપિયા 6.20 લાખ લેવાની લાલચમાં પાલેજ ખાતે જઇ એસ.બી.આઇ. ખાતામાંથી સમયાંતરે પોતાના રકમ ઉપાડી તા.10-9-020થી તા.22-9-020 દરમિયાન ભેજાબાજ નરેન્દ્રકુમારના જણાવ્યા પ્રમાણે રૂપિયા 10,20,650 જમા કરાવી દીધા હતા. રૂપિયા 6.93 લાખ લેવાની લાલચમાં માત્ર 12 દિવસના સમયગાળામાં રૂપિયા 10,20,650 ગુમાવનાર ઇકબાલભાઇ ઉલ્લાએ તમામ પુરાવા સાથેની ફરિયાદ ભેજાબાજ નરેન્દ્રકુમાર સામે કરજણ પોલીસ મથકમાં નોંધાવી હતી. કરજણ પોલીસે ફરિયાદના આધારે ભેજાબાજ સામે છેતરપિંડી-વિશ્વાસઘાતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.