• ગત રોજ દેણા ગામની સીમમાંથી 16 વર્ષીય વિદ્યાર્થીની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી.
  • મિત્રો સાથે સ્વીફટ કારમાં નિકળ્યાં બાદ અંકિત પ્રજાપિત ગુમ થયો હતો.
  • કપુરાઇ ગામમાં રહેતા અંકિત પ્રજાપતિની તેના જ મિત્રોએ હત્યા કરી હોવાનુ પોલીસ તપાસમાં બહાર આવ્યું
  • અંકિતની હત્યા મામલે પોલીસે એક સગીર સહીત ત્રણને દબોચ્યા

Breaking - 16 વર્ષિય અંકિતને ચાલુ કારમાં ત્રણ મિત્રોએ છરીના ઘા ઝીંકી રહેંસી નાંખ્યો, હત્યાનું કારણ જાણી ચોંકી ઉઠશો

WatchGujarat. શહેર નજીક આવેલા દેણા ગામની સીમમાંથી ગત રોજ વહેલી સવારે ધો.10માં અભ્યાસ કરતા 16 વર્ષીય વિદ્યાર્થીની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. તાલુકા પોલીસે વિદ્યાર્થીની હત્યાનો ભેદ ઉકેલવા જુદી જુદી ટીમો બનાવી તપાસનો દોર શરૂ કર્યો હતો. ત્યાં ગણતરીના કલાકોમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચ (જિલ્લા LCB)એ વિદ્યાર્થીની હત્યા કરનાર એક સગીર સહીત ત્રણને દબોચી લીધા હતા. જોકે મિત્રની હત્યા કરવા પાછળનુ કારણ જાણી પોલીસ પણ ચોંકી ઉઠી હતી. #Breaking #Ankit Murder

કુપરાઇ ગામમાં રહેતા વિશાલ પ્રજાપતિનો 16 વર્ષીય પુત્ર અંકિત ગત ગત તા. 2 નેવમ્બરના રોજ સાંજથી ગુમ થયો હતો. તેવામાં બીજા દિવસે વહેલી સવારે અંકિતની હત્યા કરાયેલી લાશ દેણા ગામની સીમમાંથી મળી આવી હતી. 16 વર્ષીય અંકિતની કરપીણ હત્યા કરવા પાછળનુ કારણ અને હત્યારાઓને ઝડપી પાડવા તાલુકા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. દરમિયાન અંકિતની માતાના જણાવ્યાં અનુસાર તેમનો પુત્ર તેના મિત્ર અનિલ ભરવાડ સાથે સ્વીફટ કારમાં ગયો હતો અને ત્યારબાદથી જ તે ગુમ થયો હતો. જેથી પોલીસે અનિલ ભરવાડની શોધખોળ હાથ ધરી હતી. #Breaking News

અંકિતની હત્યાનો ભેદ ગણરીના કલાકોમાં જિલ્લા એલ.સી.બીએ ઉકેલી કાઢ્યો હતો. જોકે 16 વર્ષીય અંકિતની હત્યામાં તેના મિત્ર અનિલ ભરવાડ, દિલિપ સહીત એક સગીરની સંડોવણી બહાર આવતા પોલીસે તમામને દબોચી લીધા હતા.

પોલીસે અંકિતની હત્યા મામલે ત્રણેયની કડકાઇથી પુછપરછ હાથ ધરી હતી. જેમાં અંકિતની હત્યા કરાઇ તે પહેલા તેણે કોઇ કારણોસર અનિલ ભરવાડને માં સમી ગાળ આપી હતી. જે વાતનો ખાર રાખી અનિલે તેની હત્યા કરવાનો કારસો ઘડી કાઢ્યો હતો. પ્લાનીંગ મૂજબ અનિલ જાતે જ અંકિતને લેવા માટે તેના ઘરે સ્વીફટ કારમાં ગયો હતો. કારમાં અનિલ સાથે દિલિપ અને એક સગીર પર હાજર હતો. અંકિતને કારમાં બેસાડ્યાં બાદ તેને માર મારવામાં આવ્યો અને ગોલ્ડન ચોકડી પાસે ચાલુ કારમાં છરીના ઘા ઝીંકી હત્યા કરાઈ હતી. અને હત્યા કરાયેલી લાશને દેણા ગામની સીમમાં ફેંકી દેવામાં આવી હતી.

માત્ર ગાળ આપવા જેવી સામાન્ય બાબતે જનૂની થયેલા અનિલ ભરવાડે તેના સાગરીતો સાથે મળી અંકિત પ્રજાપતિનુ ઢીમ ઢાળી દીધુ હોવાનુ પોલીસ સૂત્રો દ્વારા જણાવવામાં આવ્યું હતુ.

More #Breaking News #Ankit #Murder #Students #Vadodara News

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud