અગાઉ વર્ષ 2019માં નેપાળ ખાતે યોજાયેલ સાઉથ એશિયન બાસ્કેટ બોલ કપ માટે પણ ભારતની ટીમમાં સિલકેશન થયું હતું
મિત્રોના કહેવા પર હું આણંદમાં જ તાલીમ લઇ રમવાનું શરૂ કર્યું
આણંદ ટીમમાં મારૂ સિલેક્શન થતા સ્ટેટ લેવલ પર બે વર્ષ આણંદની ટીમમાંથી રમ્યો હતો.
મહેશ ચોમલ/ Watchgujarat. શ્રીમંત પરિવારના બાળકો જ રમત ગમત ક્ષેત્રે આગળ વધે અને ભારતનું નેતૃત્વ કરે તે ફરી વાર ખોટું સાબિત થયું છે. હરિધામ સોખડાના ખેડૂત પરિવારમાં જન્મેલા 24 વર્ષીય સહજ રાજેશભાઇ પટેલે ભારતની બાસ્કેટબોલ ટીમમાં સ્થાન મેળવ્યું છે. બહેરીન ખાતે યોજાનાર THE FIBA ASIA CUP QUALIFIER 2021 માટે સિલેક્શન થયું છે.
ખેડૂત પુત્ર ભારત બાસ્કેટબોલની ટીમમાં સ્થાન મેળવનાર એકમાત્ર ગુજરાતનો ખેલાડી છે. અગાઉ વર્ષ 2019માં નેપાળ ખાતે યોજાયેલ સાઉથ એશિયન બાસ્કેટ બોલ કપ માટે પણ ભારતની ટીમમાં સિલકેશન થયું હતું. જેમાં ભાગ લઇ ભારત ટીમે ગોલ્ડ મેડલ મેળવ્યો હતો.
ભારતની બાસ્કેટબોલ ટીમમાં સ્થાન મેળવનાર ગુજરાતનો એક માત્ર સહજ પટેલએ WatchGujarat.Com સાથે વાત કરતા જણાવ્યું હતુ કે, હું મુળ વડોદરા નજીક આવેલા સોખડા ગામમાં રહું છું અને મારા પિતા ખેતી કામ કરે છે, જ્યારે માતા ઘર કામ કરે છે.
વર્ષ 2015માં અભ્યાસ અર્થે હું આણંદ રહેવા માટે ગયો હતો. અભ્યાસની સાથે ઘણા મિત્રો પણ બન્યા હતા. મારી ઊંચાઇ 6 ફુટ 10 ઇંચ હોવાથી મિત્રોએ બાસ્કેટબોલ રમવા પ્રોત્સાહિત કર્યો હતો. મિત્રોના કહેવા પર હું આણંદમાં જ તાલીમ લઇ રમવાનું શરૂ કર્યું હતું. અને આણંદ ટીમમાં મારૂ સિલેક્શન થતા સ્ટેટ લેવલ પર બે વર્ષ આણંદની ટીમમાંથી રમ્યો હતો. મારી રમત સારી હોવાથી વડોદરા સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત(SAG)માં બાસ્કેટબોલની તાલીમ આપતા કોચ જયપ્રકાશસિંઘ, નેહલ રામાણી અને વિશ્વા ધીમન તેમજ ફિઝિયોથેરાપિસ્ટ ડો. પ્રિતુલ પરમારે વર્ષ 2017માં મને વડોદરા બોલાવ્યો હતો.
ત્યારબાદ મેં વડોદરા ટીમમાં રમવાનું શરૂ કર્યું હતું. સારા પર્ફોમન્સના આધારે મારૂ ગુજરાત બાસ્કેટબોલ ટીમમાં પણ સિલકેશન થયુ હતું. દરમિયાન બેંગ્લોર ખાતે યોજાયેલી All India university Basketball Cup માં ઊંચ કોટિનું પ્રદર્શન કરી ભારતની બાસ્કેટબોલ ટીમમાં સ્થાન પ્રાપ્ત કર્યું હતું.
ઉલ્લેખનીય છે કે, ખેતી કામ કરતા રાજેશભાઇએ પુત્ર સહજનું ભારત ટીમમાં સિલકેશન થવાથી ખુબ ખુશી વ્યક્તિ કરી હતી. અને પુત્ર ભારત માટે આગળ રમતો રહે અનેકો મેડલ મેળવી વિશ્વસ્તરીયે ભારતનું નામ રોશન કરે તેવી આશા વ્યક્ત કરી હતી. આ ઉપરાંત સહજે જણાવ્યું હતું કે, ભારત માટે રમવું એ મારુ સ્વપ્ન હતું. જે મે પૂરું કર્યું છે. આવનારા વર્ષોમાં પણ હું ભારત માટે રમતો રહીશ અને વિશ્વ કક્ષાએ ભારત તરફથી રમી ઘણા બધા મેડલ પ્રાપ્ત કરીશ.