ચોખાના ડબ્બામાં સંતાડેલ દેશી તમંચો અને ત્રણ જીવતા કારતૂસ પોલીસને કેવી રીતે મળ્યા, વાંચો
ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે મકરપુરા વિસ્તારમાં આવેલા પવન નગરમાં દરોડો પાડ્યો
ઘરમાં હાજર મહંમદ હાશીમ સલીમુદ્દીનની જડતી દરમિયાન કંઇ ન મળ્યું હતું
આરોપીને સાથે રાખીને તેના ઘરની તપાસ કરતા તમંચો મળી આવ્યો હતો
WatchGujarat. મકરપુરા વિસ્તારના પવન નગરમાં ક્રાઇમ બ્રાન્ચે દરોડો પાડી ઘરમાં ચોખાના ડબ્બામાં સંતાડેલ દેશી તમંચો અને ત્રણ જીવતા કારતૂસ રાખનારને ઝડપી પાડ્યો છે. યુવકને વધુ તપાસ અર્થે માંજલપુર પોલીસને સોંપવામાં આવતા તમંચો તેણે કોની પાસેથી મેળવ્યો અને શું ઉપયોગ કરવાનો હતો. તે જાણવાની દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે.
ક્રાઈમ બ્રાન્ચ પોલીસ મથકના જવાનો શુક્રવારે પેટ્રોલિંગમાં હતા. દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે, મકરપુરા જીઆઇડીસીથી અલવા નાકા તરફ જવાના રસ્તા પર આવેલ પવન નગરમા આવેલ શિવ શક્તિ પ્રોવિઝન સ્ટોરની બાજુમાં મહંમદ હાશીમ સલીમુદીન શેખ રહે છે. તેની પાસે એક તમંચો છે.
ક્રાઇમ બ્રાન્ચના હેડ કોન્સ્ટેબલ પુષ્પકસિંહ નટવરસિંહ અને અન્ય સ્ટાફે બાતમીના આધારે મહંમદ હાશીમના મકાનમાં દરોડો પાડી તપાસ શરૂ કરી હતી. ક્રાઇમ બ્રાન્ચે મહંમદ હાશીમની અંગ ઝડતી કરતા તેની પાસેથી તમંચો મળી આવ્યો ન હતો. જેથી તેને સાથે રાખી તેના ઘરમાં તપાસ કરવામાં આવી હતી. દરમિયાન ઘરના રસોડામાં તપાસ કરતા ચોખાની આડમાં છુપાવી રાખેલ દેશી બનાવટનો તમંચો અને ત્રણ જીવતા કારતૂસ મળી આવ્યા હતા.
ક્રાઇમ બ્રાન્ચે રૂ, 10, 300ની મત્તાનો તમંચો અને ત્રણ જીવતા કારતૂસ કબજે કરી મહંમદ હાશીમ સલીમુદીન શેખ વિરુદ્ધ આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ક્રાઇમ બ્રાન્ચે વધુ તપાસ અર્થે મહંમદ હાશીમને માંજલપુર પોલીસને સોંપતા પોલીસે તેનો કોરોના રિપોર્ટ કઢાવવાની તજવીજ હાથ ધરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, આ તમંચો મહંમદ હાશીમે કોની પાસેથી મેળવ્યો અને શું ઉપયોગ કરવાનો હતો. તે અંગે તપાસ કરવા માટે માંજલપુર પોલીસે આરોપીના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.