મહી નદીના રાયકા કુવા ખાતે 16 કલાક અપગ્રેડેશનની કામગીરી કરવાની હોવાથી પાણી કાપ
5 પંપો બંધ રહેતા 60 એમએલડી પાણી મળી શકશે નહીં
WatchGujarat. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશમાં સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત રૂ. 26 કરોડના ખર્ચે જુદા- જુદા પંપીંગ સ્ટેશનમાં સ્માર્ટ એનર્જી એફિશિયન્ટ અપગ્રેડેશનની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. ગત, 7 નવેમ્બરના રોજ દોડકા કુવા ખાતે કામગીરી કર્યા બાદ 25, નવેમ્બર- બુધવારના રોજ રાયકા કુવા ખાતે કામગીરી હાથ ધરવામાં આવશે. જેને લઇને આશરે 3.5 લાખ શહેરવાસીઓને સાંજનું પાણી મળશે નહીં.
પમ્પિંગ સ્ટેશનની સાથે સાથે વોટર સોર્સ ઉપર પણ પંપીંગ મશીનરી અપગ્રેડ કરાશે. આ યોજના હેઠળ સૌપ્રથમ મહી નદી ખાતેના દોડકા કૂવા બાદ રાયકા કુવાની જૂની બદલી નવી એચ ટી ઈલેક્ટ્રીક પેનલ ફીટ કરવાની કામગીરી 25, નવેમ્બરના રોજ કરવામાં આવશે. રાયકા કુવા ખાતેની ઈલેક્ટ્રીક પેનલો વર્ષો જૂની છે અને મેઇન્ટેનન્સ માટે તેના પાર્ટ્સ મેળવવા એક સમસ્યા બની ચુકી છે. પેનલ બદલવાની કામગીરી 16 કલાક ચાલશે, જેને લીઇ પાણીના 5 પંપો બંધ રાખવા પડશે. 5 પંપો બંધ રહેતા 60 એમએલડી પાણી મળી શકશે નહીં. આશરે 3.5 લાખ લોકોને સાંજનું પાણી મળશે નહીં.
આ બંને કુવાની કામગીરી પુર્ણ થતા હવે પછી 2 મહિનામાં એલટી પેનલ, એલટી કેબલ, ચોક સ્ટાર્ટર, મોટર પંપ સેટની બાકી કામગીરી કરીને બંને કુવા અપગ્રેડ કરાશે મહી નદી ખાતે 4 કુવા આવેલા છે. જેમાંથી વર્ષ 2015માં ફાજલપુર અને પોઇચા કુવાની મશીનરી બદલીને અપગ્રેડ કરી દેવામાં આવ્યા છે.
આ વિસ્તારોમાં બુધવારે પાણી નહિ મળે
રાયકા ફ્રેન્ચવેલથી પાણી મેળવતી નવી બનેલી પૂનમ નગર ટાંકી, સમા ટાંકી, નોર્થ હરણી ટાંકી, કારેલીબાગ, સયાજી બાગ, જેલરોડ, લાલબાગ, માંજલપુર, આજવા રોડ અને પાણી ગેટ એમ 10 ટાંકી તેમજ એરપોર્ટ બુસ્ટર ખોડીયાર નગર અને વારસીયા બુસ્ટરને અસર થશે. અહીંથી પાણી મેળવતા વિસ્તારોને તારીખ 25મીની સાંજે સાંજના ઝોનમાં પાણી મળશે નહીં અને તારીખ 26ની સવારે સવારના ઝોનમાં પાણી લો પ્રેસરથી ઓછું અને ઓછા સમય માટે મળશે.