તાજેતરમાં જ પાખંડી પ્રશાંત સામે ગોત્રી પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મની ફરીયાદ નોંધાઇ હતી.
દુષ્કર્મની ફરીયાદ નોંધાતા પોલીસે પ્રશાંતની અંગત સેવિકા દિશા ઉર્ફે જોનની ધરપકડ કરી રિમાન્ડ મેળવી તપાસ કર્યા બાદ જેલ હવાલે કરાઇ
પ્રશાંત સામે અગાઉ નોંધાયેલી છેતરપીંડી અને દુષ્કર્મની ફરીયાદમાં તે જેલમાં હતો.
ગોત્રી પોલીસે પ્રશાંતનો ટ્રાન્સપર વોરન્ટથી કબજો મેળવી કોર્ટમાં રજૂ કરી બે દિવસના રિમાન્ડ મેળવી વધુ પુછતાછ હાથ ધરી છે.
વડોદરા. બગલામુખીના બની બેઠેલા ગુરૂજી પાખંડી પ્રશાંત ઉપાધ્યાયની પાપલીલોનો ઘડો ઉભરાતા પહેલા છેતરપીંડી અને ત્યારબાદ દુષ્કર્મની બે જુદી જુદી ફરીયાદો નોંધાઇ હતી. જે અંગે ગોત્રી પોલીસે કાર્યવાહી હાથ ધરી ટ્રાન્સફર વોરન્ટથી પ્રશાંતની કસ્ટડી મેળવી બે દિવસના પોલીસ રિમાન્ડ મેળવી વધુ તપાસ શરૂ કરી છે.
પાખંડી પ્રશાંત ગોત્રી સ્થિત તેના આશ્રમ ખાતે મહિલા સેવિકાઓને જુદા જુદા બહાને બોલાવી તેમની સાથે દુષ્કર્મ આચરતો હોવાની અનેકો ફરીયાદ ઉઠી હતી. જોકે એક તબક્કે પ્રશાંતની પાપલીલાનો ઘડો છલકાતા વારસિયા પોલીસ સ્ટેશન ખાતે તેની સામે રૂ. 21.80 લાખની છેતરપીંડીની ફરીયાદ નોંધાઇ હતી. પ્રશાંત સામે પ્રથમ ગુનો નોંધાતા તેનો ભોગ બનેલી અનેક શિષ્યો પોતાની ફરીયાદો લઇ પોલીસના શરણે પહોંચ્યાં હતા.
છેતરપીંડીની ફરીયાદ નોંધાયા બાદ પ્રશાંત સામે ગોત્રી પોલીસ સ્ટેશનમાં તેની જ એક સેવિકાએ દુષ્કર્મની ફરીયાદ નોંધાવી હતી. આમ બે ગુનાઓ સંડોવાયેલા પાખંડી પ્રશાંતની પોલીસે ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં પોલીસે અનેક મહત્વના દસ્તાવેજી પુરાવા તેના વારસિયા સ્થિત મંદિર અને ગોત્રી ખાતેના આશ્રમમાંથી મેળવ્યા હતા. જોકે આ સમયે પ્રશાંતના રિમાન્ડ પૂર્ણ થતા તેને જ્યુડીશીયલ કસ્ટડીમાં મોકલી દેવાયો હતો.
પ્રશાંતની પાપલીલાના કિસ્સાઓ બહાર આવતા સગીર વયમાં તેનો ભોગ બનેલી એક શિષ્યાએ તાજેતરમાં જ ગોત્રી પોલીસ સ્ટેશન ખાતે દુષ્કર્મની ફરીયાદ નોંધાવી હતી. જેમાં પ્રશાંત સહીત તેની ત્રણ અંગત સેવિકા દિશા ઉર્ફે જોન, દિક્ષા અને ઉન્નતી સામે ગુનો નોંધાયો હતો. જેથી પોલીસે ટુંક જ સમયમાં પ્રશાંતની અંગત સેવિકા દિશાની ધરપકડ કરી રિમાન્ડ દરમિયાન પુછતાછ હાથ ધરી હતી. દિશા પ્રશાંતના વિડિઓ એડિટીંગથી લઇને બીજા સત્સંગ સહીતના અનેક કામ કરતી હતી.
દિશાના બે દિવસના રિમાન્ડ પૂર્ણ થતા તેને જેલ હવાલે કરાઇ હતી. બીજી તરફ પોલીસે જેલમાંથી પ્રશાંત ઉપાધ્યાયનો ટ્રાન્સફર વોરંટથી કબજો મેળવી રિમાન્ડ અર્થે તેને કોર્ટમાં રજુ કરાયો હતો. વિવિધ પોલીસ તપાસના મુદ્દાઓની માંગણી સાથે કોર્ટે પ્રશાંતના બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યાં હતા. પ્રશાંત સામે તાજેતરમાં નોંધાયેલી દુષ્કર્મની ફરીયાદમાં હજી દિક્ષા અને ઉન્નતિની ધરપકડ કરવાની બાકી છે. તેમજ પ્રશાંતના મોબાઇલની તપાસ પોલીસ દ્વારા કરવામાં આવશે, તથા રિમાન્ડ દરમિયાન પ્રશાંતને મેડિકલ તપાસ માટે અમદાવાદ ખાતે પણ લઇ જવામાં આવશે.