જો કોન્ટ્રાક્ટ પર કામ કરતા આધેડને સુરક્ષાના તમામ સાધનો આપવામાં આવ્યા હોત તો તેનો જીવ બચાવી શકાયો હોત
ઘટનાને કારણે હન્ટ્સમેન ઇન્ટરનેશનલ પ્રા.લી.માં કામ કરતા કર્મચારીઓની સુરક્ષાને લઇને ગંભીર બેદરકારી સામે આવી હતી.
વડોદરા.પાદરા ખાતે આવેલી હન્ટ્સમેન ઇન્ટરનેશનલ પ્રા.લી. કંપનીમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતો કર્મચારી 7 સપ્ટેમ્બરના રોજ કન્વેરબેલ્ટ પરથી પડી જતા ગંભીર રીતે ઇજાગ્રસ્ટ થયો હતો. તેને સારવાર અર્થે પ્રથમ પાદરા ખાનગી હોસ્પિટલ, ત્યાર બાદ વડોદરા આવેલી ખાનગી હોસ્પિટલમાં લઇ જવાયો હતો. જ્યાં તેને ડોક્ટરોએ મૃત જાહેર કર્યો હતો. બનાવ સામે આવતા હન્ટ્સમેન ઇન્ટરનેશનલ પ્રા.લી.માં કામ કરતા કર્મચારીઓની સુરક્ષા મામલે ગંભીર બેદરકારી સામે આવી હતી.
ઘટના અંગે પ્રાપ્ત વિગતો અનુસાર, પાદરા પાસે હન્ટ્સમેન ઇન્ટરનેશનલ પ્રા.લી.કંપની આવેલી છે. કંપની દ્વારા કેમીકલના અલગ અલગ વેરીયન્ટમાં કામ કરવામાં આવે છે. કંપનીમાં મુળ પશ્ચિમ બંગાળના તલબંગરૂઆનો અને હાલ પાદરાની ભાઠાની ઓરડીમાં રહેતો 43 વર્ષિય હજરત નિઝામુદ્દીન અલી કોન્ટ્રાક્ટના કર્મચારી તરીકે કામ કરતો હતો. 7 સપ્ટેમ્બરના રોજ સાંજે 4-30 વાગ્યે હજરત નિઝામુદ્દીન અલી હન્ટ્સમેન ઇન્ટરનેશનલ પ્રા.લી.ના પાવર પ્લાન્ટમાં કન્વેરબેલ્ટને કટીંગ કરવા માટે સીલીંગ દ્વારા ક્રેન સાથે બાંધતી વખતે ઉંચાઇ પર આવેલા કન્વેરબેલ્ટની ઉપરથી નીચે પડી જતા ગંભીર રીતે ઘવાયો હતો. ઘવાયેલા આધેડને લોહી લુહાણ હાલતમાં સારવાર અર્થે પ્રથમ ડભાસાની ખાનગી હોસ્પિટલમાં લઇ જવાયો હતો અને ત્યાર બાદ વધુ સારવાર અર્થે તેને વડોદરાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના હાજર તબિબોએ તેને મૃત જાહેર કર્યો હતો. સુત્રના જણાવ્યા પ્રમાણે, જો કોન્ટ્રાક્ટ પર કામ કરતા આધેડને સુરક્ષાના તમામ સાધનો આપવામાં આવ્યા હોત તો તેનો જીવ બચાવી શકાયો હોત. સમગ્ર ઘટનાને કારણે હન્ટ્સમેન ઇન્ટરનેશનલ પ્રા.લી.માં કામ કરતા કર્મચારીઓની સુરક્ષાને લઇને ગંભીર બેદરકારી સામે આવી હતી.
- જો કોન્ટ્રાક્ટ પર કામ કરતા આધેડને સુરક્ષાના તમામ સાધનો આપવામાં આવ્યા હોત તો તેનો જીવ બચાવી શકાયો હોત
- ઘટનાને કારણે હન્ટ્સમેન ઇન્ટરનેશનલ પ્રા.લી.માં કામ કરતા કર્મચારીઓની સુરક્ષાને લઇને ગંભીર બેદરકારી સામે આવી હતી.