ગોરવા વિસ્તારમાં આવેલા ખત્રી નગર રેલવે ટ્રેક પાસે બનેલી ઘટના
બકરી માટે પાલો કાપવા બાબતે બે યુવકો વચ્ચે ઉગ્ર બોલાચાલી થતાં મામલો ગરમાયો હતો
ગોરવા વિસ્તારમાં રહેતા શહેબાજ ઉર્ફે ટીટ્ટોએ ધારદાર હથિયાર વડે હુમલો કરી રાકેશની હત્યા કરી
અમદાવાદ ભાગે તે પહેલાજ ક્રાઇમ બ્રાન્ચેશહેબાજને સાંકરદા બ્રીજ નિચેથી ઝડપી પાડ્યો
[caption id="attachment_1685" align="aligncenter" width="640"] મૃતક રાકેશ જાલમસિંહ પરમાર(ઉં-25)[/caption]
વડોદરા.શહેરના ગોરવા વિસ્તારમાં ગત મોડી રાત્રે સામાન્ય બાબતે બે યુવકો વચ્ચે બોલાચાલી થતાં મામલો ઉગ્ર બન્યો હતો. જોતે જોતામાં બન્ને યુવકોના સાગરીતો આવી પહોંચતા મારા-મારીના દ્રશ્યો સર્જાયા હતા. ગોરવા વિસ્તારમાં રહેતા માથાભારે શહેબાજે ઉશકેરાટમાં આવી ધારદાર હથિયાર વડે રાકેશ પર હુમલો કરી મોતને ઘાટ ઉતારી દીધો હતો. બનાવને પગલે ગોરવા પોલીસ અને ઉચ્ચઅધિકારીઓ ઘટના સ્થલે દોડી આવ્યાં હતા. જોકે ક્રાઇમ બ્રાન્ચે ગણતરીના કલાકોમાં યુવકની હત્યાનો ભેદ ઉકેલી હત્યારાને ઝડપી પાડ્યો હતો.
આ બનાવની વિગત એવી છે, વડોદરા તાલુકાના અંકોળીયા ગામનો રાકેશ પરમાર છેલ્લા થોડા સમયથી ગોરવા વિસ્તારમાં આવેલી ખત્રી નગરમાં મિત્ર સાથે રહેતો હતો. રાકેશ શહેરની એક ખાનગી શાળામાં ડાન્સ ટીચર તરીપે પણ ફરજ બજાવતો હતો. દરમિયાન ગત રોજ તેના ઘરમાં આવેલા ઝાડ પરનો પાલો કાપવા બાબતે શહેબાજ ઉર્ફે ટીટ્ટો શીકંદર પઠાણ સાથે બોલાચાલી થઇ હતી. જેમાં રાકેશે ઘરમાં છાયડો આવતો હોવાથી ઝાડની ડાળી કાપવાની શહેજાદને ના પાડી હતી.
[caption id="attachment_1686" align="aligncenter" width="640"] હત્યારો શહેજાદ ઉર્ફે ટીટ્ટો સિકંદર પઠાણ[/caption]
શહેજાદને ના ઝાડની ડાળી કાપવાની ના પડતા તેણે ઉશ્કેરાય રાકેશ સાથે બોલાચાલી અને ઝપાઝપી કરી હતી. દરમિયાન શહેબાજે પોતાની પાસેના ધારાદાર હથિયાર વડે રાકેશને છાતીના ભાગે ઉપરા છાપરી હુમલો કરી મોતને ઘાટ ઉતારી દીધો હતો. જોકે આ ઘટના બાદ હત્યારો શહેજાદ અને તેના સાગરીતો ફરાર થઇ ગયા હતા. બનાવને પગલે ગોરવા પોલીસ અને ઉચ્ચઅધિકારીઓએ સ્થળ પર પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. દરમિયાન ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ આરોપીને ઝડપી પાડવા કામે લાગી હતી. તેવામાં શહેર નજીક આવેલા સાંકરદા બ્રીજ નિચેથી હત્યારા શહેબાજ ઉર્ફે ટીટ્ટોને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.