સ્થિતી પર નિયંત્રણ મેળવવા તમામ ફાયર સ્ટેશનમાંથી સ્ટાફ બોલાવાયો, કલેક્ટર, કમિશ્નર, ઓએસડી ઘટના સ્થળે
એસએસજી હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા તમામ દર્દીઓના પરિવારજનોનો સ્થળપર ટોળા
આગ લાગ્યા બાદ 30 મિનીટ સુધી વિજળી ગુલ થઇ, દર્દીઓને બેડ સાથે દાદરા મારફતે નીચે ઉતારવામાં આવ્યા
એફ.એસ.એલ તપાસના આદેશ આપવામાં આવ્યા
વડોદરા. મંગળવારે એસએસજી હોસ્પિટલમાં તાત્કાલીક સારવારમાં 150 થી વધુ દર્દીઓ સારવાર લઇ રહ્યા હતા દરમિયાન શોર્ટ સર્કિટથી આગ લાગવાની દુર્ધટના થઇ હતી. બનાવને પગલે ફાયર વિભાગ દ્વારા મેજર કોલ જાહેર કરીને યુદ્ધના ધોરણે તમામ દર્દીઓને ગોત્રી મેડીકલ કોલેજ તથા અન્યત્રે ખસેડવામાં આવ્યા હતા. ઘટનાને પગલે કલેક્ટર, કમિશ્નર, ઓએસડી સહિતના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા.
એસએસજી હોસ્પિટલમાં આવેલી ડેડીકેટેડ કોવીડ બિલ્ડીંગમાં મંગળવારે શોર્ટ સર્કિટ થતા આગની ઘટના સામે આવી હતી. દરમિયાન આઇસીયુ - 1 અને 2 માં સહિત અન્ય વોર્ડમાં મળીને 150 જેટલા લોકોની સારવાર ચાલી રહી હતી. જેમાં મોટાભાગના લોકો આધેડ હતા. આગ લાગતા વિજળી ગુલ થઇ હતી અને ટોર્ચના સહારે દર્દીઓને રેસ્ક્યૂ કરી બહાર લાવવામાં આવ્યા હતા. લિફ્ટ બંધ હોવાને કારણે દર્દીઓને તેમના બેડ સહિત નીચે દાદરા મારફતે લાવવામાં આવ્યા હતા. તેની સાથે કેટલાક દર્દીઓને સ્ટ્રેચર પર નીચે લાવવામાં આવ્યા હતા.
ઘટનાના પ્રથમ 30 મિનીટ સુધી લાઇટ ગુલ રહેતા દાદરા મારફતે લોકોને વોર્ડમાંથી બહાર લાવવામાં આવ્યા હતા. આગ લાગવાને કારણે વેન્ટીલેટર પણ બળીને ખાખ થયું હતું. ઘટનાની જાણ થતા મ્યુનિસીપલ કમિશ્નર, પોલીસ કમિશ્નર, મેયર, કલેક્ટર સહિતના ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા. આગની ઘટનામાં એફએસએલ તપાસના આદેશ આપવામાં આવ્યા હતા.