ક્રાઇમ બ્રાન્ચની કચેરીથી સામાન્ય દુરી પર બપોરે દોઢ વાગ્યાના અરસામાં બની ઘટના
કંકોત્રી આપવાના બહાને બે શુટરો ઘરમાં ઘૂસ્યા હતા.
બે શખ્સોએ ફાયરીંગ કરતા મહિલાને છાતીના ભાગે એક ગોળી વાગી
અમીના શેખને એક ફાયરીંગમાં ઇજાગ્રસ્ત થતાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા
ફાયરીંગ કરનાર બે શખ્સો નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થયા
મિલક્ત બાબતે બે ભાઇઓ વચ્ચે માથાકુટ ચાલતી હોવામાં ફાયરીંગ કરાયુ હોવાનુ પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.
વડોદરા. શહેરમાં ભરબોપરે ઘરમાં ઘૂસી જઇ બે શખ્સોએ મહિલા પર ફાયરીંગ કર્યાની ઘટનાને પગલે સમગ્ર ચાર દરવાજા વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. બે ભાઇએ વચ્ચે મિલકત બાબતે ચાલતી તકરારમાં મહિલા પર ફાયરીંગ કરાયુ હોવાનુ પોલીસની પ્રાથમિક તપાસાં બહાર આવ્યું છે. બનાવને પગલે પોલીસના ઉચ્ચઅધિકારીઓના કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. મહિલા પર ધોળા દિવસે ફાયરીંગ કરનાર બે શખ્સો નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થતાં પોલીસે આ મામલે ફરીયાદ નોંધી શુટરોની શોધખોળ હાથ ધરી છે.
બનાવ અંગેની મળતી માહિતી અનુસાર, શહેરના યાકુતપુરા વિસ્તારમાં રહેતા નઇમ શેખની પત્ની અમીના શેખ બપોરે ઘરમાં હતા. ત્યારે બે શખ્સો કંકોત્રી આપવાના બહાને તેમના ઘરે પહોંચ્યાં હતા. ઘરનો ગેટ ખોલી અંદર પ્રવેશેલા બન્ને શખ્સોએ અમીના શેખને કંકોત્રી આપવાનુ કહીં બહાર બોલાવી ફાયરીંગ કરી ફરાર થઇ ગયા હતા. આ ઘટનામાં અમીના શેખના છાતીના ભાગે એક ગોળી ધરબી જતા તેઓ ગંભીર રીતે ઘવાયા હતા. ફાયરીંગનો અવાજ સાંભળી આસપાસમાં રહેતા લોકો ઘરની બહાર દોડી આવ્યાં હતા.
અમીના શેખને લોહીમાં લથબથ જોતા તાત્કાલીક તેઓને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતા. બીજી તરફ ઘટનાની જાણ પોલીસને થતા સ્થાનિક પોલીસ સહીત ઉચ્ચઅધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યાં હતા. પોલીસે આ મામલે પ્રથામિક તપાસ હાથ ધરતા ઇજાગ્રસ્ત અમીનાબીબીના પતી નઇમ શેખે આક્ષેપ કર્યો હતો કે, તેમને ઘણા સમયથી તેમના ભાઇ મોઇન સાથે મિલકત બાબતે તકરાર ચાલી રહીં છે. જેના સંદર્ભે મોઇને જ ફાયરીંગ કરાયુ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.
પોલીસે આ મામલ તપાસ કરતા નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં ફાયરીંગ કરનાર બે શખ્સો કેદ થયેલા જોવા મળ્યાં હતા. જેથી સીસીટીવીના ધારે પોલીસે શુટરોની શોધખોળ હાથ ધરી છે.