• પરિણીત યુવતીને લઈને ભાગી ગયેલા કુંવારા યુવકની માતાને ઢોર માર મારવામાં આવ્યો હોવાનો વિડીયો વાઇરસ થયો
  • માર મારનાર વ્યક્તિ હાથમાં લાકડી લઈને અન્ય તોડફોડ કરતો પણ જોવા મળે છે

છોટાઉદેપુર.મહિલા પર અત્યાચાર કરવામાં આવતો હોય તેવો વધુ એક બનાવ સામે આવ્યો છે. આ મામલે ત્રણ લોકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. નસવાડીના ધનિયાઉમરવા ગામમાં એક મહિલાને ઢોર માર મારવામાં આવતો હોવાનો વીડિયો વાયરલ થયો છે. જેને કારણે પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી હતી.

પ્રાથમિક માહિતી પ્રમાણે, પરિણીત યુવતીને લઈને ભાગી ગયેલા કુંવારા યુવકની માતાને ઢોર માર મારવામાં આવ્યો હતો. મહિલાને ઘરના દરવાજાથી રોડ સુધી ઢસડીને માર મારવામાં આવ્યો હતો. એવી પણ માહિતી મળી છે કે છેલ્લા છ મહિનાથી મહિલાનો કુંવારો પુત્ર એક પરિણીત યુવતીને લઈને ગુમ થઈ ગયો છે.

જે બાદમાં સામાપક્ષના લોકોએ ‘મારી દીકરીને શોધી લાવ’ કહીને મહિલાને ઢોર માર માર્યો હતો. સમગ્ર મામલે નસવાડી પોલીસ સ્ટેશન ખાતે માર મારનાર ત્રણ લોકો વિરુદ્ધ ગુનો દાખલ થયો છે. અને પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

 

વિડીયોમાં સ્પષ્ટ પણે જોઈ શકાય છે કે, મહિલા સાથે વાતચીત બાદ એક વ્યક્તિ અચાનક મારામારી શરૂ કરી દે છે. મહિલાને જમીન પર ફેંકી દેવામાં આવે છે અને તેને ગડદાપાટુ માર મારવામાં આવે છે. આ દરમિયાન ત્યાં બીજા લોકો પર હાજર હોય છે. માર મારનાર વ્યક્તિ હાથમાં લાકડી લઈને અન્ય તોડફોડ કરતો પણ જોવા મળે છે. આ દરમિયાન મહિલા મારને કારણે બૂમો પાડી રહી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud