રીવર વ્યુ જોવાનો શોખ પુરો કરવા માટે લોકો નદી કિનારે મોંઘા ભાવે ઘર બનાવી રહેતા હોય છે.
વાસદવા વૈભવી લક્ષ્મી રિવર સાઇટ ખાતે મહી નદીના નીર લગોલગ આવી જતા લોકો પલાયન કરવા મજબુર બન્યા
નેશનલ હાઇવે 8 ટોલનાકાથી દેખાતી અને મહી સાગર નદીના કાંઠે બનાવવામાં આવેલી લક્ષ્મી રિવર સાઇટ ખાતે વૈભવી ડુપલેક્ષમાં નદીના પાણી લગોલગ આવી જતા લોકોમાં ફફડાટ વ્યાપ્યો હતો. અને પલાયન કરવા મજબુર બન્યા છે.
વાસદ ખાતે ટોલનાકાથી મહિસાગર નદી તરફ જુઓ ત્યારે નદી કિનારે તૈયાર કરવામાં આવેલી લક્ષ્મી રિવર સાઇટ પર નજર પડે છે. લક્ષ્મી રિવર સાઇટમાં રિવર વ્યુ ધરાવતા વૈભવી ડુપ્લેક્ષ બનાવવામાં આવ્યા છે. રિવય વ્યુ જોવાનો શોખ ધરાવતા લોકોએ અહિંયા ઘર લીધા છે. મહિસાગર નદીમાં વરસાદને કારણે પાણીની આવકમાં વધારે થતા નદીના પાણી વૈભવી સાઇટ લક્ષ્મી રિવરને લગોલગ આવી પહોંચ્યા છે. જેને કારણે અહિંયા રહેતા લોકોમાં ફફડાય વ્યાપ્યો છે. અને તેઓ અહિંયાથી પલાયન કરવા માટે મજબુર બન્યા છે. રિવર વ્યુ જોવાનો શોખ પુરો કરવા માટે લોકો નદી કિનારો મોંધા ભાવે ઘર ખરીદતા હોય છે.
રવિવારે રાત્રે કડાણા માં થી મહી નદીમાં 4,30,564 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. મહિસારગ નદીમાં ડબકા પાસે ભાઠા વિસ્તાર આવેલો છે. જ્યાં માનવ વસવાટ છે. મહી નદીમાં છોડવામાં આવી રહેલા પાણીને અનુલક્ષીને તકેદારીના ભાગરૂપે મામલતદારની દોરવણી હેઠળ તાલુકા વહીવટી તંત્ર અને પોલીસ તંત્રે સંયુક્ત કામગીરી હાથ ધરીને ડબકા ભાઠાના 40 નિવાસીઓ સલામત સ્થળે ખસેડી લીધાં છે.