બપોરે 1 વાગ્યાના સુમારે દુમાડ ચોકડી બ્રિજ નીચે બેઠેલાં ભરવાડ સમાજના ચાર જેટલાં શખ્સો પર આડેધડ ફાયરિંગ.
બે ઇજાગ્રસ્તોને સયાજી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા.
3 રાઉન્ડ ફાયરિંગ થયું અને 3 રાઉન્ડ મિસ ફાયર થયાં.
વડોદરા. પોલીસ કર્મીઓની 24 કલાક હાજરી ધરાવતી દુમાડ ચોકડી ખાતે આજે ભરબપોરે આડેધડ ફાયરિંગની ઘટના બની છે. પ્રાથમિક ધોરણે મળતી માહિતી અનુસાર, આ ઘટનામાં ત્રણેક શખ્સોને ઇજા પહોંચી છે. જે પૈકી બે ઇજાગ્રસ્તોને સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અત્રે ઉલ્લેખનિય છે કે, ફાયરિંગ લાઈસન્સવાળી પિસ્તોલથી કરવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે. બનાવને પગલે દુમાડ ચોખડી ખાતે ભારે ઉત્તેજના વ્યાપી ગઈ હતી.
શહેરમાં ગુનાખોરીનું પ્રમાણ વધી રહ્યું છે પરંતુ પોલીસ તંત્ર સબ સલામત હોવાનું માનીને જાણે હાથ પર હાથ નાંખીને બેસી રહી છે. માસ્ક વગરના રાહદારીઓ પાસેથી દંડ ઉઘરાવવામાં શાતિર વડોદરા પોલીસ તંત્રની ગુનેગારોને જાણે લવલેશ બીક ના લાગતી હોય તેવી ઘટનાઓ બની રહી છે.
આજે ગુનેગારોએ જાણે વડોદરા પોલીસને ખુલ્લો પડકાર ફેંક્યો હોય તેવી ઘટના દુમાડ ચોકડી ખાતે બનવા પામી છે. 24 કલાક પોલીસ કર્મીઓનો કાફલો જ્યાં હાજર હોય છે એ જ જગ્યાએ ભર બપોરે ફાયરિંગ કરનાર ગુનેગારોને જાણે પોલીસની હાજરીની સ્હેજપણ ચિંતા ના હોય તેમ લાગી રહ્યું છે.
પ્રાથમિક ધોરણે મળતી માહિતી અનુસાર, આજે બપોરે કેટલાંક ભરવાડ સમાજના યુવાનો દુમાડ ચોકડી ખાતેના બ્રિજની નીચે બેઠાં હતાં. દરમિયાનમાં બપોરે 1 વાગ્યાના અરસામાં કારમાં ધસી આવેલાં હુમલાખોરોએ ભરવાડ સમાજના યુવાનો પર આડેધડ ફાયરિંગ શરૂ કરી દીધું હતું. જેમાં 3 રાઉન્ડ ફાયરિંગ થયું હતું જ્યારે 3 રાઉન્ડ મિસ ફાયર થયું હતું. આડેધડ ફાયરિંગમાં ભરવાડ સમાજના બે થી ત્રણ યુવકોને ઇજા પહોંચી હતી. જોકે, ભરવાડ યુવાનો વધુ સંખ્યામાં હોવાથી તેમણે હુમલાખોરો પર વળતો હુમલો કર્યો હતો. જેમાં તેઓની વચ્ચે ઝપાઝપી થઈ હતી.
હાલના તબક્કે મળતી માહિતી અનુસાર, લાઈસન્સવાળી પિસ્તોલમાંથી ફાયરિંગ કરવામાં આવ્યું હતું. બે ઇજાગ્રસ્ત યુવાનોને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. બનાવને પગલે દોડી આવેલી પોલીસ કુમકે વધુ તપાસ હાથ ધરી છે.
[caption id="attachment_6095" align="aligncenter" width="1280"] સયાજી હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહેલાં ફાયરિંગની ઘટનાના બે ઇજાગ્રસ્ત યુવાનો.[/caption]