• શાકભાજીના વેપારીઓ કોરોનાના પ્રતિબંધોને અવગણી પહેલાં નોરતે ગરબે ઘૂમ્યાં.

વડોદરા. કોરોનાને પગલે સરકારી તંત્ર દ્વારા નવરાત્રિના ઉત્સવ પર અનેક પ્રતિબંધો લાદવામાં આવ્યા છે. જોકે, કોરોના સાથે આસ્થા અડીખમ હોય એમ આજે સવારે ખંડેરાવ માર્કેટ ખાતે શાકભાજીના કેટલાંક વેપારીઓ મનમૂકીને રાસ – ગરબા રમ્યા હતાં. હાથમાં દાંડીયાને બદલે મૂળા, દૂધી, કોબી વગેરે શાક લઈને વેપારીઓ ઉત્સાહભેર ગરબે ઘૂમ્યા હતાં. જેનો વિડીયો સોશિયલ મિડીયામાં વાઈરલ થયો છે.

છેલ્લાં કેટલાંક મહિનાઓમાં આવેલાં તહેવારોની રોનકને કોરોના મહામારી ગ્રસી ગઈ છે. આજથી શરૂ થયેલા માતાજીની આરાધનનાના મહાપર્વ નવરાત્રિનો ઝગમગાટ પણ કોરોનાને કારણે જોવા મળ્યો નથી. નવરાત્રિના પહેલાં દિવસે સવારે ખંડેરાવ માર્કેટ ખાતે શાકભાજીનો વેપાર કરતાં કેટલાંક વેપારીઓએ સાઉન્ડ સિસ્ટમ લગાડીને રાસ – ગરબા કર્યા હતાં. જોકે, ગરબે ઘૂમવાના ઉત્સાહમાં વેપારીઓ સોશિયલ ડિસ્ટન્સિંગ સહિતની બાબતોનું ભાન ભૂલ્યા હોવાનું જોવા મળ્યું હતું.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud
error: Share the News !