• વી.એસ. ગ્રૂપ સેવા સમિતિ તથા ભુદેવ બ્રાહ્મણ પરિવાર, માંજલપુર દ્વારા હાથ ધરાયેલું સેવાકાર્ય.
  • હાલ માંજલપુર, તરસાલી, મકરપુરા અને વાડી વિસ્તારમાં સેવા પહોંચાડવામાં આવી રહી છે.

વડોદરા. સ્વજનના મૃત્યુના દિવસે પરિવારજનો ગમગીન થઈ જાય છે. એ દિવસે એમના ઘરનો ચૂલો સળગાવવામાં નથી આવતો. મોટે ભાગે મિત્રવર્તુળ અને આડોશપાડોશના લોકો પરિવારજનોની સહાયમાં આગળ આવતાં હોય છે. જોકે, હવે આ દુઃખના પ્રસંગમાં નિઃશુલ્ક સેવાકાર્ય કરવાની પહેલ વી.એસ. ગ્રૂપ સેવા સમિતિ તથા ભુદેવ બ્રાહ્મણ પરિવાર, માંજલપુર દ્વારા કરવામાં આવી છે.

મૃત્યુને કારણે સ્વજન ગુમાવનાર પરિવારને નિઃશુલ્ક ભોજન પહોંચાડતી સ્વજન સેવા વી.એસ. ગ્રૂપ સેવા સમિતિ તથા ભુદેવ બ્રાહ્મણ પરિવાર, માંજલપુર દ્વારા શરૂ કરાઈ છે. નોંધનિય છે કે, હાલ આ સેવા માંજલપુર, તરસાલી, મકરપુરા અને વાડી વિસ્તારમાં પૂરી પાડવામાં આવી રહી છે.

સેવા પ્રાપ્ત કરવા માટે પ્રજ્ઞેશ પુરાણી (9909002567), હેમંગ પુરોહિત (9879442019), રાજેશ દેસાઈ (9824291978) જનક જોષી (9909414501) રાજેશ ચૌહાણ (8000577707) કલ્પેશ પટેલ (9998467203) નો સંપર્ક કરવો.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud