• 2001માં રસ્તો પહોળો કરવાની કામગીરીમાં જમીન ગુમાવનારને હાલની જંત્રી પ્રમાણે નાણાં ચુકવવા સ્થાયી સમિતિમાં પુનઃ દરખાસ્ત.
  • રસ્તા રેષાની કામગીરીમાં સેંકડો લોકોએ જમીન ગુમાવી છે પણ એમને નાણાં ચુકવવામાં તંત્રના ઠાગાઠૈયા.

વડોદરા. વર્ષ 2001માં દંતેશ્વર વિસ્તારમાં રસ્તા પહોળા કરવાની કામગીરીમાં જમીન ગુમાવનારને 20 વર્ષ બાદ હાલની જંત્રી પ્રમાણે નાણાં ચુકવવાની દરખાસ્ત વધુ એકવાર સ્થાયી સમિતિમાં ચડાવવામાં આવતાં વિવાદ સર્જાયો છે. 20 વર્ષ પહેલા જંત્રી અનુસાર 36 લાખ ચુકવવાના થતાં હતાં એને બદલે કોર્પોરેશન તંત્ર 5.54 કરોડ ચુકવવા તત્પર બન્યું છે. અત્રે ઉલ્લેખનિય છે કે, કોર્પોરેશન તંત્ર દ્વારા વિવિધ વિસ્તારોમાં રસ્તા પહોળા કરવાની કામગીરીમાં 1000થી વધુ લોકોએ જમીન ગુમાવવી પડી છે. આ શહેરીજનોને નાણાં ચુકવવામાં ઠાગાઠૈયા કરતું કોર્પોરેશન તંત્ર ચોક્કસ હિતોને ધ્યાનમાં રાખીને દંતેશ્વરના અરજદારને નાણાં ચુકવવા બેબાકળું બન્યું હોવાને કારણે વિવાદ ઉભો થયો છે.

વડોદરા મહાનગર સેવાસદનની આર્થિક સ્થિતિ સારી નથી છતાં જનતાના નાણાં વ્યક્તિગત હિતોને ધ્યાનમાં રાખીને વેડફવામાં આવતાં હોય છે. જેને વધુ એક પુરાવો દંતેશ્વરની વિવાદીત દરખાસ્ત છે. વર્ષ 2001માં દંતેશ્વર વિસ્તારમાં રસ્તો પહોળો કરવાની કામગીરી કરાઈ હતી. જેમાં જમીન ગુમાવનાર કેટલાંક જમીન માલિકોને જે તે સમયના ભાવ પ્રમાણે નાણાં ચુકવાયા હતાં. પરંતુ, એક જમીન માલિકે નાણાં લીધા નહોતાં. ત્યારબાદ વર્ષો તેમણે વળતરની માંગણી કરતાં મહાનગર સેવાસદન તંત્રએ હાલની જંત્રી પ્રમાણે નાણાં ચુકવવાની મંજૂરી સ્થાયી સમિતિ સમક્ષ કરી છે.

જમીન સંપાદનના નિયમાનુસાર જમીન ખુલ્લી હોય તો 40 ટકા જમીન કપાત કરવી પડે. જોકે, કોર્પોરેશન દ્વારા તે અંગે કોઈ કાર્યવાહી કરાઈ નથી પરંતુ, જમીન માલિકને રૂ.36 લાખને બદલે રૂ. 5.54 ચુકવવાનો નિર્ધાર કર્યો છે. અગાઉ આ અંગેની દરખાસ્ત સ્થાયી સમિતિમાં રજૂ કરાઈ હતી. જોકે, વિપક્ષના નેતા અને ભાજપાના કેટલાંક અગ્રણીઓએ વિરોધ કરતાં દરખાસ્ત મુલતવી રાખવામાં આવી હતી. ત્યારબાદ હવે વધુ એકવાર આ દરખાસ્ત સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવતાં વિવાદ છંછેડાયો છે.

અત્રે નોંધનિય છે કે, દંતેશ્વરની જમીનના વધુ નાણાં ચુકવાય તે પાછળ શહેરના એક ભાજપા અગ્રણીનું પીઢબળ હોવાનું કહેવાય છે. જેને પગલે રાજકીય વર્તુળોમાં ભારે ચકચાર મચી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud