શ્રી રણદેવી ફિલ્મ્સના રોહીત પટેલના કહેવાથી સગીરાની વિધવા માતાએ નોકરી છોડી દીધી હતી.
ડાન્સર બનાવી દેવાનું પ્રલોભન આપી પ્રોડ્યુસર રોહીત પટેલે સગીરાની શારીરિક છેડછાડ કરી.
નિમેટાના ફાર્મમાં સગીરાની માતાને રોહીતે પોતાના સાઢુ સાથે રૂમમાં બેસાડી, સગીરાને અન્ય રૂમમાં લઈ ગયો.
વડોદરા. “ચાઈના માલ” ગીતના પ્રોડ્યુસર રોહીત પટેલે ડાન્સર બનાવી દેવાનું પ્રલોભન આપી ધો. 10ની વિદ્યાર્થિની સાથે શારીરિક છેડછાડ કરી હોવાનો મામલો કારેલીબાગ પોલીસના ચોપડે ચડ્યો છે. અત્રે ઉલ્લેખનિય છે કે, સગીરાની શારીરિક છેડછાડ નહીં કરવા વિધવા માતાએ અનેકવાર જણાવ્યા છતાં પ્રોડ્યુસરે હરકતો બંધ કરી નહોતી. ઉપરાંત, પ્રોડ્યુસરની સાથે કામ કરતી પૂજા પંચાલે સગીરા અને તેની વિધવા માતાને પ્રોડ્યુસર સાથે શારીરિક સંબંધ રાખવા અને સેક્સ રેકેટમાં જોડાવા જણાવ્યું હતું અને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.
23 જુલાઈ 2020 - કારેલીબાગ વિસ્તારમાં રહેતી વિધવા મહિલાની મોટી દિકરી પરણીને આફ્રીકા ખાતે સાસરીમાં રહે છે. જ્યારે બીજી દિકરી ધો.10ની પ્રાઈવેટ એક્ઝામ આપી અભ્યાસ કરે છે. ગત જુલાઈ માસમાં એક પરિચિતના કહેવાથી વિધવા મહિલા સગીર દિકરીને લઈ વી.આઈ.પી. રોડ ખાતે આવેલી શ્રી રણદેવી ફિલ્મ્સની ઓફિસમાં પ્રોડ્યુસર રોહીત પટેલને મળવા ગઈ હતી. જ્યાં રોહીત પટેલ અને પૂજા પંચાલે સગીરાને ડાન્સર તરીકે સિલેક્ટ કરી હતી. બાદમાં 23 જુલાઈના રોજ અટલાદરા સ્ટુડિયો ખાતે “ચાઈના માલ” ગીતનું શૂટિંગ કરવામાં આવ્યું હતું.
27 જુલાઈ 2020 - રોહીતે 27 જુલાઈના રોજ વિધવા માતા અને પુત્રીની જાણ બહાર વિડીયો યુટ્યુબ પર અપલોડ કરી દીધો હતો. તેમજ હવે સગીરા ખૂબ રૂપીયા કમાશે એમાંથી ભરણપોષણ થઈ જશે, નોકરી છોડી દો. રોહીતની આવી વાતોને પગલે વિધવા મહિલાએ નોકરી છોડી દીધી હતી. ત્યારબાદ રોહીતની એમના ઘરે અવર જવર શરૂ થઈ હતી. અને માતા – પુત્રી રોહીતના દબાણ હેઠળ જીવવા લાગ્યા હતાં.
15 ઓગષ્ટ 2020 - ઓગષ્ટ માસના શરૂઆતના દિવસોમાં રોહીતે સગીરા સાથે ચેનચાળા કર્યા હતાં. રોહીતે સગીરાને બાથમાં લીધી હતી એ માતા જોઈ જતાં તેણે ઘરનો જ સભ્ય છું કહી વાત ટાળી દીધી હતી. 15 ઓગષ્ટના રોજ નવા ગીતના શૂટિંગનું લોકેશન જોવાના નામે માતા – દિકરીને નિમેટાના પામ વ્યુ ફાર્મ હાઉસમાં બોલાવ્યા હતાં. જ્યાં રોહીતે સગીરાની છેડછાડ કરી હતી. એ વખતે રોકતાં તેણે વિધવા મહિલાને જણાવ્યું હતું કે, જો તમારી દીકરીને સુપર સ્ટાર બનાવવી હોય તો તમારે તમારી દીકરીને પટાવાળા, કેમેરામેન, ચા વાળા સાથે પણ સુવાનું થાય તો તે પણ કરવું પડશે. રોહીત પટેલના અસભ્ય વર્તન બાદ ડરી ગયેલી માતા – પુત્રી આખી રાત ફાર્મ હાઉસ પર જ સૂઈ ગયા હતાં. અને વહેલી સવારે ઘરે જવા રવાના થયા હતાં.
17 ઓગષ્ટ 2020 - 17 ઓગષ્ટના રોજ રોહીતે વિધવા મહિલાની પરણિત દિકરીને આફ્રિકા વિડીયો કોલ કર્યો હતો અને તેને પતિ સાથે છૂટાછેડા લઈ લેવા અને તેનું ભરણપોષણ પોતે કરશે, ખૂબ રૂપિયા કમાવી આપશે એવી લાલચ આપી હતી. અને એ જ દિવસે સગીરા સાથે કરાર કરવાનો છે એમ કહી માતા – પુત્રીને ગોત્રી સ્થિત ફ્લેટ પર લઈ ગયો હતો. જ્યાં રોહીતે સગીરા સાથે શારીરિક અડપલાં કર્યા અને વિધવા મહિલાને બળજબરીથી ફિઝીકલ રિલેશનશિપ રાખવા કહ્યું હતું. રોહીતની આવી વાતો ગમતી ના હોવાથી માતા – પુત્રી ત્યાંથી નિકળી ગયા હતાં.
18 ઓગષ્ટ 2020 - 18 ઓગષ્ટના રોજ રોહીત શૂટિંગના એડવાન્સ રૂપિયા આપવાના નામે માતા – પુત્રીને નિમેટા પામ વ્યૂ ખાતે લઈ ગયો હતો. જ્યાં વિધવા મહિલાને પોતાના સાઢુ સાથે રૂમમાં બેસાડી, સગીરાને લઈ બીજા રૂમમાં જતો રહ્યો હતો. રોહીતના સાઢુએ હાથ પકડી નજીક ખેંચવાનો પ્રયત્ન કરતાં વિધવાએ તેને લાફો મારી દીધી હતો. મહિલાએ બીજા રૂમમાં જઈને જોયું તો રોહીત સગીરાની છાતી તથા પેટના ભાગે હાથ ફેરવતો હતો. જેને પગલે સગીરાનો હાથ ખેંચી બંને રૂમની બહાર નિકળી ગયા હતાં. રાતનો સમય હોવાથી તેમણે આખી રાત ફાર્મ હાઉસના બગીચામાં વિતાવી હતી.
21 ઓગષ્ટ 2020 - 21 ઓગષ્ટના રોજ રોહીતે વાઘોડીયા રોડ ખાતે રાખેલી પાર્ટીમાં સગીરાની છેડછાડ બાબતે ઝગડો થયો હતો. બાદમાં માતા – પુત્રીએ રોહીતને ત્યાં જવાનું બંધ કર્યું હતું. જોકે, રોહીત તેમના ઘરે આવતો જતો હતો, મોડી રાત સુધી રોકાતો અને સગીરાની શારીરિક છેડછાડ કરતો હતો.
09 નવેમ્બર 2020 - રોહીત પટેલની નજીકની મિત્ર પૂજા પંચાલ વિધવા મહિલાને રોહીત સાથે શારીરિક સંબંધ રાખવા જણાવતી હતી. તેમજ બંને જણા માતા – પુત્રીને સેક્સ રેકેટના ધંધામાં જોડાઈ જવા અવાર નવાર ધાક ધમકી આપતાં હતાં. પૂજા પંચાલે તો સગીરાના ટુંકા વસ્ત્રો પહેરાવીને ફોટો પાડી લીધા હતાં. એ ફોટો અપલોડ કરવાની ધાકધમકી પણ આપતી હતી. રોહીતે ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી પણ આપી હતી. વિધવા મહિલાની ફરિયાદને આઘારે કારેલીબાગ પોલીસે રોહીત પટેલ, પૂજા પંચાલ અને રોહીતના સાઢુ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
શ્રી રણદેવી ફિલ્મ્સના રોહીત પટેલના કહેવાથી સગીરાની વિધવા માતાએ નોકરી છોડી દીધી હતી.
ડાન્સર બનાવી દેવાનું પ્રલોભન આપી પ્રોડ્યુસર રોહીત પટેલે સગીરાની શારીરિક છેડછાડ કરી.
નિમેટાના ફાર્મમાં સગીરાની માતાને રોહીતે પોતાના સાઢુ સાથે રૂમમાં બેસાડી, સગીરાને અન્ય રૂમમાં લઈ ગયો.
વડોદરા. “ચાઈના માલ” ગીતના પ્રોડ્યુસર રોહીત પટેલે ડાન્સર બનાવી દેવાનું પ્રલોભન આપી ધો. 10ની વિદ્યાર્થિની સાથે શારીરિક છેડછાડ કરી હોવાનો મામલો કારેલીબાગ પોલીસના ચોપડે ચડ્યો છે. અત્રે ઉલ્લેખનિય છે કે, સગીરાની શારીરિક છેડછાડ નહીં કરવા વિધવા માતાએ અનેકવાર જણાવ્યા છતાં પ્રોડ્યુસરે હરકતો બંધ કરી નહોતી. ઉપરાંત, પ્રોડ્યુસરની સાથે કામ કરતી પૂજા પંચાલે સગીરા અને તેની વિધવા માતાને પ્રોડ્યુસર સાથે શારીરિક સંબંધ રાખવા અને સેક્સ રેકેટમાં જોડાવા જણાવ્યું હતું અને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.
23 જુલાઈ 2020- કારેલીબાગ વિસ્તારમાં રહેતી વિધવા મહિલાની મોટી દિકરી પરણીને આફ્રીકા ખાતે સાસરીમાં રહે છે. જ્યારે બીજી દિકરી ધો.10ની પ્રાઈવેટ એક્ઝામ આપી અભ્યાસ કરે છે. ગત જુલાઈ માસમાં એક પરિચિતના કહેવાથી વિધવા મહિલા સગીર દિકરીને લઈ વી.આઈ.પી. રોડ ખાતે આવેલી શ્રી રણદેવી ફિલ્મ્સની ઓફિસમાં પ્રોડ્યુસર રોહીત પટેલને મળવા ગઈ હતી. જ્યાં રોહીત પટેલ અને પૂજા પંચાલે સગીરાને ડાન્સર તરીકે સિલેક્ટ કરી હતી. બાદમાં 23 જુલાઈના રોજ અટલાદરા સ્ટુડિયો ખાતે “ચાઈના માલ” ગીતનું શૂટિંગ કરવામાં આવ્યું હતું.
27 જુલાઈ 2020- રોહીતે 27 જુલાઈના રોજ વિધવા માતા અને પુત્રીની જાણ બહાર વિડીયો યુટ્યુબ પર અપલોડ કરી દીધો હતો. તેમજ હવે સગીરા ખૂબ રૂપીયા કમાશે એમાંથી ભરણપોષણ થઈ જશે, નોકરી છોડી દો. રોહીતની આવી વાતોને પગલે વિધવા મહિલાએ નોકરી છોડી દીધી હતી. ત્યારબાદ રોહીતની એમના ઘરે અવર જવર શરૂ થઈ હતી. અને માતા – પુત્રી રોહીતના દબાણ હેઠળ જીવવા લાગ્યા હતાં.
15 ઓગષ્ટ 2020 - ઓગષ્ટ માસના શરૂઆતના દિવસોમાં રોહીતે સગીરા સાથે ચેનચાળા કર્યા હતાં. રોહીતે સગીરાને બાથમાં લીધી હતી એ માતા જોઈ જતાં તેણે ઘરનો જ સભ્ય છું કહી વાત ટાળી દીધી હતી. 15 ઓગષ્ટના રોજ નવા ગીતના શૂટિંગનું લોકેશન જોવાના નામે માતા – દિકરીને નિમેટાના પામ વ્યુ ફાર્મ હાઉસમાં બોલાવ્યા હતાં. જ્યાં રોહીતે સગીરાની છેડછાડ કરી હતી. એ વખતે રોકતાં તેણે વિધવા મહિલાને જણાવ્યું હતું કે, જો તમારી દીકરીને સુપર સ્ટાર બનાવવી હોય તો તમારે તમારી દીકરીને પટાવાળા, કેમેરામેન, ચા વાળા સાથે પણ સુવાનું થાય તો તે પણ કરવું પડશે. રોહીત પટેલના અસભ્ય વર્તન બાદ ડરી ગયેલી માતા – પુત્રી આખી રાત ફાર્મ હાઉસ પર જ સૂઈ ગયા હતાં. અને વહેલી સવારે ઘરે જવા રવાના થયા હતાં.
17 ઓગષ્ટ 2020 - 17 ઓગષ્ટના રોજ રોહીતે વિધવા મહિલાની પરણિત દિકરીને આફ્રિકા વિડીયો કોલ કર્યો હતો અને તેને પતિ સાથે છૂટાછેડા લઈ લેવા અને તેનું ભરણપોષણ પોતે કરશે, ખૂબ રૂપિયા કમાવી આપશે એવી લાલચ આપી હતી. અને એ જ દિવસે સગીરા સાથે કરાર કરવાનો છે એમ કહી માતા – પુત્રીને ગોત્રી સ્થિત ફ્લેટ પર લઈ ગયો હતો. જ્યાં રોહીતે સગીરા સાથે શારીરિક અડપલાં કર્યા અને વિધવા મહિલાને બળજબરીથી ફિઝીકલ રિલેશનશિપ રાખવા કહ્યું હતું. રોહીતની આવી વાતો ગમતી ના હોવાથી માતા – પુત્રી ત્યાંથી નિકળી ગયા હતાં.
18 ઓગષ્ટ 2020- 18 ઓગષ્ટના રોજ રોહીત શૂટિંગના એડવાન્સ રૂપિયા આપવાના નામે માતા – પુત્રીને નિમેટા પામ વ્યૂ ખાતે લઈ ગયો હતો. જ્યાં વિધવા મહિલાને પોતાના સાઢુ સાથે રૂમમાં બેસાડી, સગીરાને લઈ બીજા રૂમમાં જતો રહ્યો હતો. રોહીતના સાઢુએ હાથ પકડી નજીક ખેંચવાનો પ્રયત્ન કરતાં વિધવાએ તેને લાફો મારી દીધી હતો. મહિલાએ બીજા રૂમમાં જઈને જોયું તો રોહીત સગીરાની છાતી તથા પેટના ભાગે હાથ ફેરવતો હતો. જેને પગલે સગીરાનો હાથ ખેંચી બંને રૂમની બહાર નિકળી ગયા હતાં. રાતનો સમય હોવાથી તેમણે આખી રાત ફાર્મ હાઉસના બગીચામાં વિતાવી હતી.
21 ઓગષ્ટ 2020 - 21 ઓગષ્ટના રોજ રોહીતે વાઘોડીયા રોડ ખાતે રાખેલી પાર્ટીમાં સગીરાની છેડછાડ બાબતે ઝગડો થયો હતો. બાદમાં માતા – પુત્રીએ રોહીતને ત્યાં જવાનું બંધ કર્યું હતું. જોકે, રોહીત તેમના ઘરે આવતો જતો હતો, મોડી રાત સુધી રોકાતો અને સગીરાની શારીરિક છેડછાડ કરતો હતો.
09 નવેમ્બર 2020 -રોહીત પટેલની નજીકની મિત્ર પૂજા પંચાલ વિધવા મહિલાને રોહીત સાથે શારીરિક સંબંધ રાખવા જણાવતી હતી. તેમજ બંને જણા માતા – પુત્રીને સેક્સ રેકેટના ધંધામાં જોડાઈ જવા અવાર નવાર ધાક ધમકી આપતાં હતાં. પૂજા પંચાલે તો સગીરાના ટુંકા વસ્ત્રો પહેરાવીને ફોટો પાડી લીધા હતાં. એ ફોટો અપલોડ કરવાની ધાકધમકી પણ આપતી હતી. રોહીતે ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી પણ આપી હતી. વિધવા મહિલાની ફરિયાદને આઘારે કારેલીબાગ પોલીસે રોહીત પટેલ, પૂજા પંચાલ અને રોહીતના સાઢુ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.