ડો. વિજય શાહે પૂર્વ મેયર ભરત ડાંગરના વિરોધમાં મોરચો ખોલ્યો હતો.
શહેર ભાજપ પ્રમુખ પદ માટે સૌરાષ્ટ્ર લોબીના પરાક્રમસિંહ જાડેજા લગભગ નક્કી હતાં ત્યારે પવન ફેરવાયો.
વડોદરામાં સ્વ-ખર્ચે કમલમ્ જેવું ભાજપા કાર્યાલય બનાવી આપવાની પરાક્રમસિંહે ઓફર કરી હતી.
ધારાસભ્યોથી માંડી સંગઠનના મહત્વના હોદ્દેદારોની આવભગત પરાક્રમસિંહને માથે પડી.
વડોદરા. શહેર ભાજપ પ્રમુખ પદ પર વિવાદાસ્પદ ડો. વિજય શાહની નિમણૂંક કરતાં ભાજપના એક જૂથમાં અણગમો પ્રર્વતી ગયો છે. અત્રે ઉલ્લેખનિય છે કે, વડોદરા શહેર ભાજપ પ્રમુખ પદ માટે પરાક્રમસિંહ જાડેજાનું નામ લગભગ નક્કી થઈ ગયું હોવાની ગણતરીઓ મંડાતી હતી ત્યાં જ સી.આર. પાટીલ પરાક્રમ દાખવ્યું હોવાનું જાણકારોનું માનવું છે.
ભાજપા પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે તાજેતરમાં રાજકોટ ખાતે જાહેર મંચ પરથી સૌરાષ્ટ્ર લોબીને માપમાં લાવવાનો હુંકાર કર્યો હતો. અને હાલ વડોદરા શહેર ભાજપ પ્રમુખ પદની નિયુક્તિ ટાણે સી.આર. પાટીલે સૌરાષ્ટ્ર લોબીને માપમાં રાખવાનું શરૂ કર્યું હોય એમ જણાઈ રહ્યું છે.
શહેર ભાજપના અગ્રણી પરાક્રમસિંહ જાડેજાએ પ્રમુખ પદ પ્રાપ્ત કરવા માટે વડોદરામાં સ્વ-ખર્ચે કમલમ્ જેવું ભાજપા કાર્યાલય બનાવી આપવાની ઓફર કરી હતી. આ ઉપરાંત, મંત્રી યોગેશ પટેલના “શિવ ગોલ્ડન પ્રોજેક્ટ”માં સુવર્ણ દાન કરવા સાથે દાતાઓની પણ વ્યવસ્થા કરી આપી હતી. તેમજ રાજેન્દ્ર ત્રિવેદી, જીતુ સુખડિયા, મનિષાબહેન વકીલ... ત્રણેના જમીન – મકાનને લગતાં કામોમાં ઉમળકાભેર સહાય કરી હતી.
સ્થાનિક ભાજપી સૂત્રો અનુસાર, પરાક્રમસિંહ જાડેજાએ ધારાસભ્યોથી માંડી સંગઠનના મહત્વના હોદ્દેદારોની આવભગત કરીને પ્રમુખ પદ લગભગ પ્રાપ્ત કરી લીધું હતું. તો બીજી તરફ, વિવાદાસ્પદ ભૂતકાળ ધરાવતાં પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન ડો. વિજય શાહે પણ પોતાના સોંગઠા ગોઠવવાના શરૂ કર્યા હતાં. ડો. વિજય શાહે પૂર્વ મેયર ભરત ડાંગરનો તેમજ શહેરના પૂર્વ ધારાસભ્ય સૌરભ પટેલનો જાહેરમાં વિરોધ વ્યક્ત કર્યો હતો. ત્યારે પણ વિવાદ સર્જાયો હતો.
સોંગઠાબાજી અને સૌદાબાજીના રાજકારણની વચ્ચે સી.આર. પાટીલે વડોદરા ભાજપમાં સૌરાષ્ટ્ર લોબીને માપમાં રાખી, વિવાદાસ્પદ છતાં સ્થાનિક અગ્રણી ડો. વિજય શાહને પ્રમુખ પદે નિયુક્ત કરી દીધા છે. ત્યારે, આગામી દિવસોમાં સ્થાનિક ભાજપના રાજકારણમાં ભારે ગરમાવો વર્તાય તેવી શક્યતાઓ જોવાઈ રહી છે.