WatchGujarat. Vadodara – કોરોનાની ગાઇડલાઇન્સના ઉલ્લંઘનને પગલે શહેરમાં મોટાભાગના બજારો અને મોલ બંધ કરી દેવામાં આવ્યા હતા. પાલીકાની કામગીરીને પગલે વેપારીઓમાં ભારે રોષની લાગણી વ્યાપી હતી. સાંસદ રંજનબેન ભટ્ટ અને શહેર બીજેપી પ્રમુખ ડો. વિજય શાહની રાજકીય દરમિયાનગીરીને કારણે સોમવારથી નિયમોના સુસ્ત પાલન સાથે દુકાનો ખુલશે, પરંતુ મોલ બંધ રહેશે.
સાંસદ રંજનબેન ભટ્ટ અને શહેર બીજેપી પ્રમુખ ડો. વિજય શાહની રાજકીય દરમિયાનગીરીને પગલે સોમવારથી દુકાનો અને બજારો ખુલશે. જેમાં દુકાનદારોએ નિયમોનું ચુસ્ત પણે પાલન કરવાનું રહેશે. આખરે વહીવટી તંત્રની એક તરફી કામગીરી સામે વડોદરાના વેપારીઓનો વિજય થયો હતો. સમગ્ર મામલે વેપારીઓનું જુથ સાંસદ અને શહેર ભાજપ પ્રમુખને મળ્યું હતું. અને મામલાનું સુખદ સમાધાન આવ્યું હતું.
મામલે સમગ્ર વડોદરા વેપાર વિકાસ એસોસિયેશન દ્વારા જાહેર કરવામાં આવેલી આભાર દર્શન યાદી વાંચો.
આવતી કાલ થી વડોદરા શહેર ના બંધ કરાયેલ બજાર ખોલી સકશે( મોલ નહિ)
આજ રોજ વડોદરા શહેર ભાજપ ના નવ નિયુક્ત ડો.વિજય શાહ અને કાર્ય દક્ષ લોક લાડીલા સાંસદ શ્રીમતી રંજનબેન ભટ્ટ સાથે આપણા સભ્યો ની સંયુક્ત મિટિંગ થઈ હતી.
( ૧ ) ડો.વિજય શાહ ના અથાક પ્રયત્નો અને ભાજપ ના રાજ્ય પ્રમુખ સી. આર.પાટીલ સાહેબ ના પ્રયત્નો થી આવતી કાલ થી આપણા બજાર રાબેતા મુજબ ખોલી શકાશે( નિયમો નીચે દર્શાવેલ છે )
( ૨) આજ રોજ મીટીંગ દરમ્યાન સાંસદ રંજનબેન ભટ્ટ અને ડો.વિજયભાઈ શાહે વડોદરા શહેર ના OSD ડો. વિનોદ રાવ સાથે ચર્ચા કરીને ઉપર પ્રમાણે નિર્ણય લીધા છે.!
ખૂબ ઝડપી નિર્ણય લેવા બદલ વડોદરા ના તમામ વેપારીઓ ડો.વિજયભાઈ શાહ. સી.આર.પાટીલ સાહેબ. રંજનબેન ભટ્ટ. અને ડો.વિનોદ રાવ સાહેબ નો ખૂબ ખૂબ આભાર માને છે
—————————————-
આપણે સૌ વેપારી અને વડોદરા ની પ્રજા એ ફરજીયાત રાખવા ની તકેદારી
(૧) કરફ્યુ રાબેતા મુજબ રાતે 9.00 કલાક થી શરૂ થશે
( ૨) કાયદાકીય જોગવાઈ પ્રમાણે દરેક વેપારીઓ અને પ્રજાએ માસ્ક પહેરવું પડે. ન પહેરનાર ને દંડ થશે જ…અને social ડિસ્ટન્સ ફરજીયાત રાખવું પડશે
(૩) દુકાન માં પ્રવેશનાર દરેક ઘરાક ને ફરજીયાત માસ્ક પહેરવાનું કહેવું પડશે
(૪) દરેક દુકાન દારે 10 માસ્ક અને સેનેટાઈઝર ની બોટલ ફરજીયાત રાખવી પડશે.
(૫) કોઈ દુકાનો સિલ નહિ થાય પરંતુ જે દંડ ને જોગવાઈ છે એ ચાલુ જ રહેશે.
(૬) નાના દુકાનદારો ખાસ ધ્યાન રાખે. દુકાન માં એક સાથે વધુ ગ્રાહકો ને પ્રવેશ ના આપવો.
(૭) સરકારી અધિકારીઓ ને ચેકીંગ કરવાની પૂરી સત્તા છે. પરંતુ ગ્રાહક માસ્ક નહિ પહેર્યો હોઈ તો દુકાનદાર ને દંડ નહિ થાય.