• વડોદરા જિલ્લાની 9 ગ્રામીણ મહિલા પાણી પુરવઠા સમિતિઓની અનોખી સિદ્ધિ
  • મુખ્યમંત્રીશ્રી મહિલા પાણી સમિતિ પ્રોત્સાહન યોજના હેઠળ ઉમદા કામગીરી માટે પ્રત્યેક સમિતિ ને મળશે રૂ.50 હજાર નો પુરસ્કાર
  • જિલ્લા કલેકટર અર્પણ કર્યા પ્રોત્સાહન રકમના ચેક

WatchGujarat. મહિલાઓ ની પ્રબંધન ક્ષમતા દરેક ક્ષેત્રમાં બેજોડ હોય છે અને તેમાં પણ અનેકવિધ સામાજિક અને અન્ય જવાબદારીઓ વચ્ચે ઘરની અને પાણી ની વ્યવસ્થા માં નારીશક્તિ ને કોઈ ના પહોંચે એવી લાગણી જિલ્લા કલેકટર શાલિની અગ્રવાલે વ્યકત કરી છે.

તેમણે આજે જિલ્લા જળ અને સ્વચ્છતા એકમ – વાસ્મો સંચાલિત મુખ્યમંત્રીશ્રી મહિલા પાણી સમિતિ પ્રોત્સાહન યોજના હેઠળ 2020 – 21 ના વર્ષમાં ઉમદા કામગીરી નો દાખલો બેસાડનારી જિલ્લાના ગામોની મહિલા પાણી સમિતિઓ ને પ્રોત્સાહન રાશિ ના ચેક અર્પણ કર્યાં હતાં. આ યોજનાનો આશય ગ્રામીણ પાણી પુરવઠા યોજનાઓ ના સંચાલન માં ગામની જ મહિલાઓ ની સહભાગીદારી વધારવા અને શ્રેષ્ઠ સંચાલન માટે તેમને પ્રેરિત કરવાનો છે.

વડોદરા જિલ્લાના 9 ગામોની મહિલા પાણી પુરવઠા સમિતિઓ તેમની ઉત્તમ કામગીરી ને આધારે આ પ્રોત્સાહન રકમને પાત્ર ઠરી છે.આ પ્રત્યેક સમિતિ ને યોજના હેઠળ રૂ.50 હજાર ની રકમ મળવાપાત્ર છે.

આ 9 પૈકી 4 સમિતિઓ તો શિનોર તાલુકાની છે.ગામની પાણી વ્યવસ્થાની ઉમદા કામગીરી દ્વારા મહિલાઓ બેસ્ટ વોટર મેનેજર છે તેનો પુરાવો આપનારી વિજેતા સમિતિઓ માં શિનોર તાલુકા ના દામાપુર,નાના કરાળા, કુકસ અને અવાખલ,કરજણ તાલુકાની પૂરા અને હલધરવા,સાવલી તાલુકાની નહારા અને કુણપાડ અને વાઘોડિયા તાલુકાના અસોજ ની મહિલા પાણી સમિતિઓ નો સમાવેશ થાય છે.

જેમાં સદસ્યો ની 70 ટકા થી વધુ સંખ્યા મહિલાઓની હોય એવી ગ્રામીણ પાણી સમિતિઓ ને મહિલા પાણી સમિતિ ગણવામાં આવે છે.યાદ રહે કે ગ્રામીણ પાણી સમિતિ એ પંચાયત ની સમિતિઓ પૈકી અતિ અગત્ય ની સમિતિ છે. જિલ્લા કલેકટરે ઉમદા કામગીરી કરનારી આ સમિતિઓ ને અન્ય ગામો માટે પ્રેરક ગણાવી હતી.

અત્રે એ યાદ કરવું જરૂરી છે કે, જિલ્લા કલેકટર શ્રીમતી શાલિની અગ્રવાલે પંચ જળ સેતુ આયોજન દ્વારા જિલ્લા ના પાણી પુરવઠા પ્રબંધન નું એક શ્રેષ્ઠ મોડેલ પ્રસ્તુત કર્યું છે જે જળ વ્યવસ્થાપન માં નારી શક્તિ ની મહારત નો સબળ પુરાવો છે.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud