• વડોદરામાં છેલ્લા કેટલાંક સમયથી માંથી ચોરીના બનાવોમાં સતત વધારો થઇ રહ્યો છે.
  • જેતલપુર રોડ ઉપર આવેલા જ્વેલર્સની દુકાનમાં ગ્રાહકના સ્વાંગમાં આવેલી એક મહિલા સોનાની ચેઇનની ચોરી કરી રફૂચક્કર થઇ
  • પોલીસે સી.સી. ટી.વી. ફૂટેજના આધારે તપાસ શરૂ કરી

WatchGujarat. શહેરના જેતલપુર રોડ ઉપર આવેલા જ્વેલર્સની દુકાનમાં ગ્રાહકના સ્વાંગમાં આવેલી એક મહિલા સોનાની ચેઇનની ચોરી કરી રફૂચક્કર થઇ ગઇ હતી. જ્વેલર્સની દુકાનના CCTV માં કેદ થયેલી ચોરી કરનાર મહિલાની પોલીસે સી.સી. ટી.વી. ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે. ઉલ્લેખનિય છે કે, વડોદરામાં છેલ્લા કેટલાંક સમયથી માંથી ચોરીના બનાવોમાં સતત વધારો થઇ રહ્યો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, શહેરના જેતલપુર રોડ ઉપર પી.એન. ગાડગીલ એન્ડ સન્સ નામનો જ્વેલર્સનો શો રૂમ આવેલો છે. આ શો રૂમમાં ગ્રાહકના સ્વાંગમાં એક મહિલા આવી હતી. આ મહિલાએ કાઉન્ટર ઉપરના સેલ્સમેનને સોનાની ચેઇન બતાવવા માટે જણાવ્યું હતું. સેલ્સ મેન દ્વારા પણ મહિલા ગ્રાહકને સોનાની વિવિધ ડીઝાઇનની સોનાની ચેઇન બતાવી હતી. ઠગ ગ્રાહક મહિલાએ જ્યાં સુધી પોતાનો ઇરાદો પૂરો ન થાય ત્યાં સુધી વિવિધ ડિઝાઇનની ચેઇનો જોઇ હતી.

દરમિયાન મહિલાએ મોકો મળતાજ સેલ્સ મેનની નજર ચૂકવી સોનાની ચેઇન સેરવી લીધી હતી. અને શોરૂમમાંથી રવાના થઇ ગઇ હતી. ગ્રાહકના સ્વાંગમાં આવેલી ઠગ મહિલા સોનાની 4.600 તોલા વજનની ચેઇન ચોરી કરી ગઇ હોવાનું જણાઇ આવતા ચોંકી ઉઠ્યા હતા. અને આ બનાવની જાણ ગોત્રી પોલીસને કરતા તુરતજ પોલીસ દોડી આવી હતી. અને શો રૂમમાંથી સી.સી. ટી.વી. ફૂટેજ મેળવી તપાસ શરૂ કરી હતી.

ભવ્ય શો રૂમમાંથી સિફત પૂર્વક સોનાની ચેઇન ચોરીને ફરાર થઇ ગયેલી અજાણી મહિલાને ઝડપી પાડવા માટે જ્વેલર્સના સેલ્સમેને આ બનાવ અંગે ગોત્રી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે અજાણી મહિલા સામે ચોરીનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud