•  આદર્શ વિદ્યાલયની બાજુમાં પ્લાયવુડના ગોડાઉનમાં આગ લાગી હતી
  • આગ લાગવા પાછળનું કારણ હજી અકબંધ

WatchGujarat. વડોદરાના ખોડિયારનગર ચાર રસ્તા પાસે આવેલી આદર્શ વિદ્યાલયની બાજુમાં પ્લાયવુડના ગોડાઉનમાં આગ લાગી હતી. એક તબક્કે આગ એટલી ભીષણ હતી કે લોકોના જીવ તાળવો ચોંટ્યા હતા. જો કે, ફાયર બ્રિગેડની ટીમે સ્થળ પર પહોંચીને આગ પર કાબૂ મેળવ્યો હતો.

શહેરના ખોડિયારનગર ચાર રસ્તા પાસે આવેલી આદર્શ વિદ્યાલયની બાજુમાં પ્લાયવુડના ગોડાઉનમાં રવિવારે બપોરે આગ ફાટી નીકળી હતી. ઘટનાની જાણ થતાં આસપાસના લોકોના ટોળા એકત્ર થઇ ગયા હતા. અને લોકોએ તુરંત જ ફાયર બ્રિગેડને જાણ કરી દીધી હતી. અને ફાયર બ્રિગેડે સ્થળ પર પહોંચીને પાણી મારો શરૂ કર્યો હતો. ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. જો કે આગ કયા કારણોસર લાગી તે જાણી શકાયુ નથી.

રવિવારે પણ આગ લાગવાનો સિલસિલો યથાવત

વડોદરા શહેરના નાગરવાડા વિસ્તારના ઘીકાંટા રોડ ઉપર આવેલા લોખંડવાલા કોમ્પલેક્ષ કપડાની દુકાન પાસે શનિવારે ખાનગી કંપની દ્વારા કેબલ નાખવાનું કામ કરવામાં કોન્ટ્રાક્ટરની નિષ્કાળજીના કારણે અચાનક આગ ફાટી નીકળતા વિસ્તારમાં નાસભાગના દ્રશ્યો સર્જાયા હતા અને સ્થાનિક લોકોના જીવ તાળવે ચોંટયા હતા. ગેસ પાઇપલાઇન લીકેજ થતા આગની જ્વાળાઓ 10 ફૂટ જેટલી ઊંચે સુધી જોવા મળી હતી. ફાયર બ્રિગેડ દ્વારા સતત પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. તેમ છતાં આગ કાબૂમાં આવી શકી ન હતી. આખરે ગેસ વિભાગે ગેસ પુરવઠો બંધ કરતા આગ બુઝાવવામાં સફળતા મળી હતી.

શનિવારે મોબાઇલ ટાવરમાં આગ લાગી હતી

વડોદરાના પ્રતાપગંજ વિસ્તારમાં શનિવારે મોબાઇલ ટાવરમાં આગ લાગતા આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઇ હતી. ફાયર બ્રિગેડે ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud