• આખરી સમયમાં શહેરના કાલેરીબાગના યુવાનોએ મતદાન કરવા ઘરે ઘરે જઇ અપીલ કરી
  • ટેકનોલોજીના સમયમાં પણ ઘરે ઘરે જઇને લોકોને મતદાન કરવા માટે જવા કહેવું પડે તે આમ તો અચરજ પમાડે તેવી ઘટના
  • વૃદ્ધોને મતદાન મથક લઇ જવા માટે વાહનની વ્યવસ્થા પણ કરી આપવામાં આવી

WatchGujarat. વડોદરામાં ચાલુ વર્ષે સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીમાં મતદાન ખુબ જ નિરસ રહ્યું છે. અને મતદાનની ટકાવારી ખુબ જ ઓછી જોવા મળી હતી. જેને લઇને છેલ્લો અડધો કલાક બાકી હોવાના સમયે કારેલીબાગ વિસ્તારમાં સોસાયટીમાં યુવાનો દ્વારા ઘરે ઘરે જઇને મત આપવા માટે અપીલ કરવામાં આવી છે. વધુ મતદાન થાય તે માટે છેલ્લી ઘડી સુધી યુવાનો સક્રિય રહ્યા છે.

21 ફેબ્રુઆરીના રોજ વડોદરા સહિત 6 નગર પાલિકાઓની સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી માટે મતદાન યોજાયું હતું. વડોદરા સહિતન તમામ જગ્યાઓ પર ખુબ જ નિરસ મતદાન રહ્યું હતું. મતદાનની આખરી 30 મિનિટ બાકી હોય ત્યારે કારેલીબાગ વિસ્તામાં આવેલી સોસાયટીમાં વિરનગર યુવક મંડળના યુવાનો દ્વારા ઘરે ઘરે જઇને જો વોટ આપવાનો બાકી હોય તો મતદાન કરવા અપીલ કરવામાં આવી હતી.

ટેકનોલોજીના સમયમાં પણ ઘરે ઘરે જઇને લોકોને મતદાન કરવા માટે જવા કહેવું પડે તે આમ તો અચરજ પમાડે તેવી ઘટના કહી શકાય. રવિવાર હોવાને કારણે અથવાતો લોકોની નિરસતાને કારણે ખુબ જ ઓછું મતદાન થયું હોવાને કારણે અનેક રાજકીય નેતાઓના ભવિષ્ય પર પુર્ણ વિરામ થઇ શકે તેમ છે. ઓછા મતદાનને કારણે તમામ રાજકીય પાર્ટીના મુખીયાઓમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો છે.

યુવાનો દ્વારા ઘરે ઘરે જઇને વોટ કરવા માટેની અપીલને મહદઅંશે સફળતા પણ મળી હતી. અને મતદાનમાં બાકી રહેલા લોકોએ ઘરમાંથી બહાર નિકળીને પોતાના મતદાન મથક જવા નિકળ્યા હતા. એટલું જ નહિ વૃદ્ધોને મતદાન મથક લઇ જવા માટે વાહનની વ્યવસ્થા પણ કરી આપવામાં આવી હતી. આમ, યુવાનોએ મતદાન કરાવવા માટે લોકોને પ્રોત્સાહન આપતું સરાહનીય કાર્ય કર્યું હતું.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud