ચાલુ વર્ષે ઉત્તરાયણ પર્વ પહેલાથી લઈ ને અનેક શહેરોમાં ધાબા પરથી પડી જવાને કારણે અથવાતો દોરાને કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યો
બાબુ ગતરોજ સુશેન ચાર રસ્તાથી વડસર રોડ તરફ જઈ રહ્યો હતો તે વેળાએ પતંગના દોરા વડે ગળું કપાયું
WatchGujarat. ઉત્તરાયણ પર્વ પર પતંગના દોરાને કારણે ગળું કપાતા રસ્તા પર શ્રમજીવીનો લોહીથી લથબથ દેહ મળ્યો હતો. જેને કારણે રસ્તા પર કરુણાસભર દ્રશ્યો સર્જાયા હતા. ઉત્તરાયણ ઉજવણી કરવા ઘરે જઈ રહેલા શ્રમજીવી માટે પતંગનો દોરો જીવલેણ નીવડ્યો હતો.
પ્રાપ્ત વિગતો અનુસાર, યુવક બાબુભાઇ બારીયા મૂળ દાહોદના નિશાળ ફળિયામાં રહેતો હતો. મજૂરી કામ અર્થે બાબુ તેના પરિવારજનો વડોદરામાં રહેતો હતો. શહેરમાં ચાલતી કન્સ્ટ્રક્શન સાઈટ પર રહીને બાબુ તેની પત્ની અને ભાઈ સાથે રહેતો હતો. ઉત્તરાયણ પર્વની ઉજવણી નિમિત્તે બાઈક પર ઘરે જઈ રહ્યો હતો. દરમિયાન બાબુ ગતરોજ સુશેન ચાર રસ્તાથી વડસર રોડ તરફ જઈ રહ્યો હતો તે વેળાએ પતંગના દોરા વડે ગળું કપાયું હતું. ગળું કપાવવાને કારણે બાઈક લઈને જઈ રહેલો બાબુ રસ્તા પર ઢળી પડ્યો હતો. રસ્તા પર લોહીથી લથબથ હાલતમાં બાબુ દેખાતા સ્થળ પર લોકટોળા ઉમટી પડ્યા હતા.
દોરા વડે ઊંડો ઘા થવાને કારણે બાબુનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. સમગ્ર ઘટના અંગે માંજલપુર પોલીસને જાણ કરતા તેઓ સ્થળે પહોંચ્યા હતા. અને બાબુના દેહને પોસ્ટ મોર્ટમ કરવા માટે એસએસજી હોસ્પિટલ ખાતે મોકલી આપવામાં આવ્યો હતો. ચાલુ વર્ષે ઉત્તરાયણ પર્વ પહેલાથી લઈ ને અનેક શહેરોમાં ધાબા પરથી પડી જવાને કારણે અથવાતો દોરાને કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યો હતો.