• રાઉન્ડ ધ ક્લોક એમ્બ્યુલન્સની અને ભરૂચ તાલુકાના ગ્રામ્ય પંથકમાંથી 100 ઓક્સિજન બોટલો આવી પહોંચ્યાં
  • વેલફેર હોસ્પિટલના અન્ય 33 દર્દીઓને તાબડતોડ 20 KM દૂર વાગરા બચ્ચો કા ઘર ખાતે યુદ્ધના ધોરણે ઉભા કરાયેલા કોવિડ કેરમાં ખસેડાતા કેટલાય દર્દીઓના જીવ બચાવી શકાયા

Watchgujarat. ભરૂચની વેલફેર હોસ્પિટલના ન્યૂ કોવિડ સેન્ટરમાં લાગેલી આગે સમગ્ર રાજ્યમાં કોરોના મહામારી વચ્ચે અરેરાટી ફેલાવી દીધી છે. 16 દર્દીઓ અને 2 નર્સિંગ સ્ટુડન્ટ આગમાં ભૂંજાઇ ગઈ છે. જિલ્લાની આરોગ્ય ક્ષેત્રે મોટી હોનારતમાં અન્ય દર્દીઓને બચાવવા 2 કલાકમાં જ 22 KM દૂર 200 થી વધુ યુવાનોએ 100 બેડ ઓક્સિજન સાથે કાર્યરત કરી દઇ અન્ય દર્દીઓના જીવ બચાવી લેવામાં અહમ ભૂમિકા ભજવી હતી.

વેલફેર કોવિડ સેન્ટરના ICU માં લાગેલી વિકરાળ આગે 16 દર્દીઓને જીવતા જીવ જ આગમાં ભસ્મીભૂત કરી દીધા હતા. ICU વોર્ડમાં રહેલી 2 નર્સિંગ સ્ટુડન્ટ પણ આ ગોઝારી ઘટનામાં મૃત્યુ પામી છે. વિકરાળ આગનો કોલ મળતા જ અને ઘટના વાયુ વેગે પ્રસરતા હોસ્પિટલથી 22 કિલોમીટર દૂર વાગરા બચ્ચો કા ઘર કોવિડ કેર સેન્ટર ખાતે 200 યુવાનોએ 2 કલાકમાં જ ઓક્સિજન સાથેના 100 બેડ કાર્યરત કરી દીધા હતા.

એક તરફ કોવિડ વેલફેર હોસ્પિટલમાંથી એમ્બ્યુલન્સની કતારો વચ્ચે રેસ્ક્યુ કરી કોરોનાના દર્દીઓને રેસ્કયુ કરી શિફ્ટિંગ ની કામગીરી હાથ ધરાઈ રહી હતી. ત્યાં બીજી તરફ કતારોમાં એક પાછળ એક એમ્બ્યુલન્સ આવી આ દર્દીઓને અન્યત્ર હોસ્પિટલમાં સ્થળાંન્તરની કમાન સંભાળી રહી હતી.

આ સમયે વેલફેર હોસ્પિટલ થી 22 KM દૂર વાગરા બચ્ચો કા ઘરના મેદાનમાં 100 બેડ તૈયાર કરી દેવાયા હતા. જેના માટે ઓક્સિજનના 100 બોટલ ભરૂચ તાલુકાના નબીપુર સહિત આસપાસના ગામો અને વાગરા તાલુકામાંથી પહોંચાડવા યુવાનો એ કામે લાગી 2 કલાકમાં જ 100 બેડની ઓક્સિજન સાથેની કોવિડ હોસ્પિટલ મેદાનમાં કાર્યરત કરી દીધી હતી.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud