રાજેશ આયરે ગત પાલિકાની ચુંટણીમાં 19,120 મતે વિજયી થયા હતા
ભારતીય જનતા પાર્ટીના સૌથી યુવા ઉમેદવારો વડોદરામાંથી પસંદગી પામ્યા, બંને જીત્યા
ઉમેદવારી ફોર્મ ભર્યા બાદ બંને ઉમેદવારોએ પોતાની પેનલ સાથે પ્રચાર શરૂ કરી દીધો હતો
WatchGujarat. સત્તાપક્ષ ભારતીય જનતા પાર્ટી દ્વારા ચાલુ વર્ષે પાલિકાની ચુંટણીમાં અનેક યુવાનોનો ટીકિટ આપી હતી. જેમાં વડોદરામાંથી સૌથી નાની વયના યુવક અને યુવતિ ઉમેદવારની પસંદગી કરવામાં આવી હતી. મંગળવારે ચુંટણીના પરિણામો જાહેર થયા બાદ ભારતીય જનતા પાર્ટીના યુવક ઉમેદવાર શ્રીરંગ આયરે અને યુવતિ ઉમેદવાર ભુમિકા રાણાની જીત થઇ છે.
YUVA શ્રીરંગ રાજેશ આયરે ગુજરાત BJP નો સૌથી નાની ઉંમરનો પુરૂષ ઉમેદવાર, જાણો કોણ છે તેના આદર્શ
ભારતીય જનતા પાર્ટી દ્વારા પાલિકાન ચુંટણીમાં ઉમેદવારોના નામ જાહેર કરતા પહેલા નવા નિયમો જાહેર કર્યા હતા. જેમાં રાજ્યમાં સૌથી વધુ વડોદરાના યુવા ઉમેદવાર તરીકે રાજેશ આયરેના પુત્ર શ્રીરંગ આયરે અને વડોદરાની યુવા મહિલા ઉમેદવાર તરીકે ભુમિકા રાણાની પસંદગી કરવામાં આવી હતી. બંને યુવા ઉમેદવારોને સત્તાપક્ષ દ્વારા ચુંટણી લડવા માટે મેન્ડેટ મળતાની સાથે જ તેઓએ પેનલમાં પ્રચાર શરૂ કરી દીધો હતો. યુવા ઉમેદવાર શ્રીરંગ આયરે વોર્ડ – 9 માંથી ચુંટણી લડ્યો હતો. અને યુવા મહિલા ઉમેદવાર ભુમિકા રાણા વડોદરાના વોર્ડ નં – 7 માંથી ચુંટણી માટે નોમીનેશન ફાઇલ કર્યું હતું. ઉમેદવારી ફોર્મ ભર્યા બાદ બંને ઉમેદવારોએ પોતાની પેનલ સાથે પ્રચાર શરૂ કરી દીધો હતો.
વડોદરાની ભૂમિકા રાણા ગુજરાતની YOUNGEST BJP મહિલા ઉમેદવાર, જાણો પોલિટીક્સ વિષે શું કહેવું છે તેમનુ
પેનલ સાથે ઝંઝાવાતી પ્રચાર કરી યુવા ઉમેદવારોએ મત માંગ્યા હતા. 21 ફેબ્રુઆરીના રોજ રાજ્યમાં 6 પાલિકા માટે મતદાન યોજાયું હતું. 23 ફેબ્રુઆરીના રોજ મતગણતરી હાથ ધરવામાં આવી હતી. મતગણતરી બાદ રાજ્યમાં સૌથી વધુ યુવા મહિલા અને યુવકને સૌથી વધુ મત મળ્યા હતા. વોર્ડ નંબર – 7માંથી ઉમેદવારી કરતી ભુમિકા રાણાને 18,735 મત મળ્યા હતા. તેઓની પેનલનો વિજય થયો હતો. જ્યારે વોર્ડ નંબર – 9 માંથી ઉમેદવારી કરતા શ્રીરંગ આયરેને 27,236 મત મળ્યા હતા. આમ, ભારતીય જનતા પાર્ટી દ્વારા પસંદગી પામેલા યુવા ઉમેદવારો સરેરાશ મત કરતા વધુ મતે વિજયી થયા હતા.
શ્રીરંગ આયરેએ પિતા રાજેશ આયરેનો મત રેકોર્ડ તોડી નવો રેકોર્ડ બનાવ્યો
શ્રીરંગ આયરે રાજકીય પરિવારમાંથી આવે છે. તેના પિતા રાજેય આયરે વોર્ડ નં – 7માં ગત ચુંટણીમાં પેનલ સાથે વિજયી થયા હતા. રાજેશ આયરે ગત પાલિકાની ચુંટણીમાં 19,120 મતે વિજયી થયા હતા. રાજેશ આયરેએ મિડીયા સાથેની વાત કરતા જણાવ્યું હતું કે, મારા પુત્રનો મારા કરતા વધારે મતથી વિસ્તારમાં વિજય થયો છે. તેનાથી વધારે કોઇ ખુશી ન હોઇ શકે. શ્રીરંગ આયરેની પેનલમાં અન્ય ઉમેદવારોએ સરેરાશ 20 હજાર વધુ મતોથી વિજયી થયા હતા.