સંઘપ્રદેશમાંથી રાજ્યમાં દારૂનો મબલખ જથ્થો ઠલવાય તે પહેલાં પોલીસ ત્રાટકી
થોડા સમય માટે કોસ્ટલ હાઇવે પર ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા
પોલીસે કોસ્ટલ હાઇવે પરથી 7 લાખ રૂપિયાનો વિદેશી દારૂ ભરેલી ટ્રક ઝડપી પાડી
પોલીસે ટ્રક ચાલક દારૂ મંગાવનાર અને દારૂ ભરાવનારને વોન્ટેડ જાહેર કરી તેમને ઝડપવા માટે તપાસ હાથ ધરી
WatchGujarat. વલસાડ જિલ્લા એલસીબી પોલીસે વલસાડ નજીક કોસ્ટલ હાઇવે પરથી લાખો રૂપિયાનો વિદેશી દારૂ ભરેલી ટ્રક ઝડપી પાડી છે. જોકે પોલીસે પીછો કરતા ટ્રક ચાલક ટ્રક મૂકી અને ફરાર થઇ ગયો હતો. પરંતુ પોલીસે ટ્રકમાંથી અંદાજે 7 લાખની કિંમતનો વિદેશી દારૂ અને ટ્રક મળી અંદાજે 12 લાખ રૂપિયાથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી આરોપીઓ સુધી પહોંચવા તપાસ તેજ કરી છે.
રાજ્યના પડોશમાં આવેલા અને દારૂની છૂટ ધરાવતા સંઘપ્રદેશ દાદરાનગર હવેલી અને દમણમાંથી મોટા પાયે બtટલેગરો ગુજરાતમાં વિદેશી દારૂ ઘુસાડવા માટે અવનવી તરકીબો અપનાવે છે. જેના ભાગરૂપે વલસાડ જિલ્લા નજીક હાઈ-વે પરથી લાખો રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો પણ ઝડપાય છે. છતાં દારૂના ગેરકાયેદસર ધંધામાં મોટી કમાણીને કારણે બુટલેગરો એનકેન પ્રકારે રાજ્યમાં દારૂ ઘુસાડવા માટેના પેંતરા રચતા હોય છે.
વલસાડ એલસીબી પોલીસને મળેલી બાતમીને આધારે એલસીબી પોલીસે વલસાડ નજીક કોસ્ટલ હાઇવે પર વોચ ગોઠવી હતી. પોલીસની વોચ દરમિયાન હાઇવે પરથી પસાર થતી એક શંકાસ્પદ ટ્રકને રોકવા માટે પોલીસે ટ્રકચાલકને ઈશારો કર્યો હતો. પરંતુ પરિસ્થિતિ પારખી જઈ અને પોલીસ હોવાની જાણ થતાં ટ્રક ચાલકે પુરઝડપે કોસ્ટલ હાઇવે પર ટ્રક દોડાવી મૂકી હતી. જોકે પૂરી તૈયારી સાથે બેઠેલી એલસીબી પોલીસની ટીમે ટ્રકનો પીછો કર્યો હતો. આથી થોડા સમય માટે કોસ્ટલ હાઇવે પર ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા.
જોકે વલસાડના મગોદ નજીક પહોંચતા જ એલસીબી પોલીસની ટીમે ફરાર થઈ રહેલી ટ્રક ને ઝડપી પાડી હતી. જોકે ટ્રકચાલક અગાઉ થી જ ટ્રકને હાઇવે પર જ મૂકી અને ઘટના સ્થળેથી ફરાર થઇ ગયો હતો. પરંતુ પોલીસે ટ્રકમાંથી તપાસ કરતા અંદર મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.
દરમિયાન પોલીસે ટ્રક નો કબજો લઈ વલસાડ રૂરલ પોલીસ પર ટ્રકને લાવી અને તપાસ કરતા ટ્રકમાંથી અંદાજે સાત લાખ રૂપિયાથી વધુની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો અને ટ્રક મળી અંદાજે 12 લાખ રૂપિયાથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસે ટ્રક ચાલક દારૂ મંગાવનાર અને દારૂ ભરાવનાર આરોપીઓને વોન્ટેડ જાહેર કરી તેમને ઝડપવા માટે તપાસ તેજ કરી છે.