• હિટ એન્ડ રન રોડ અકસ્માત પીડિતો માટે વળતરની રકમમાં વધારો કરવાની યોજના પ્રસ્તાવિત કરવામાં આવી
  • આવા કેસમાં માર્યા ગયેલા લોકોના પરિવારજનોને વળતરની રકમ રૂ. 25,000 થી વધારીને 2 લાખ કરવાની દરખાસ્ત કરી
  • ઉપરાંત માર્ગ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયેલા લોકો માટે 50,000 રૂપિયાનું વળતર સૂચવવામાં આવ્યું
  • વર્ષ 2019 દરમિયાન દેશમાં કુલ 4,49,002 માર્ગ અકસ્માતોમાં 1,51,113 લોકોના મોત થયા છે

WatchGujarat. દેશમાં દર રોજ માર્ગ અકસ્માતમાં હજારો લોકોના મોત થતાં હોય છે. ઘણા લોકો માર્ગ અકસ્માતમાં ઘરની કમાવનારી વ્યક્તિ પણ ગુમાવી દેતી હોય છે. જેમાં સરકાર દ્વારા આપવામાં આવતું આર્થિક વળતર મદદરૂપ રહે છે. તમને જણાવી દઈએ કે આવા કિસ્સામાં સરકાર દ્વારા પીડિતોને ચોક્કસ રકમનું વળતર આપવામાં આવે છે. તાજેતરમાં સરકારે હિટ એન્ડ રન માર્ગ અકસ્માતમાં માર્યા ગયેલા અને ઘાયલ લોકો મળવા પાત્ર વળતરમાં વધારો કરવાની યોજના પ્રસ્તાવિત કરી છે.

મળતી માહિતી મુજબ હિટ એન્ડ રન માર્ગ અકસ્માતમાં માર્યા ગયેલા લોકોના પરિવારજનોને વળતરની રકમ રૂપિયા 25,000 થી વધારીને 2 લાખ કરવાની સરકાર દ્વારા દરખાસ્ત કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે આ માટે માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે વળતરની રકમમાં વધારો કરવાની યોજના પ્રસ્તાવિત કરી છે. આ યોજના મૂજબ માર્ગ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયેલા લોકો માટે 50,000 રૂપિયાનું વળતર મળવા પાત્ર રહેશે.

આ અંગે વળતર મંત્રાલયે એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે, હિટ એન્ડ રન અકસ્માત પીડિતોના વળતર માટે યોજના બદલવાની જરૂર છે. ગંભીર ઈજા માટે રૂ. 12,500 થી રૂ .50,000 અને મૃત્યુ માટે રૂ .25,000 થી રૂ. 2,00,000 સુધી વધારો કરવાની જરૂર છે. તમને જણાવી દઈએ કે આ યોજના 1989 (Solatium Scheme, 1989) માં બનેલી વળતર યોજનાના સ્થાને લાગુ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ડ્રાફ્ટ સ્કીમ હેઠળ, મંત્રાલયે માર્ગ અકસ્માતોની વિગતવાર તપાસ, વિગતવાર અકસ્માત અહેવાલ (DAR) અને તેના રિપોર્ટિંગ તેમજ દાવાઓના ઝડપી સમાધાન માટે વિવિધ હિસ્સેદારો માટે સમયમર્યાદાની પ્રક્રિયા સૂચવી છે.

તમને જણાવી દઈએ કે સરકાર દ્વારા મોટર વ્હીકલ એક્સિડન્ટ ફંડ બનાવવામાં આવશે. જેનો ઉપયોગ હિટ એન્ડ રન અકસ્માતના કિસ્સામાં વળતર માટે અને અકસ્માત પીડિતોની સારવાર માટે કરવામાં આવશે. આ અંગે માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરી તાજેતરમાં રાજ્યસભામાં જણાવ્યું હતું કે, વર્ષ 2019માં દિલ્હીમાં હિટ એન્ડ રન માર્ગ અકસ્માતમાં 536 લોકો માર્યા ગયા હતા અને 1,655 લોકો ઘાયલ થયા હતા. મંત્રાલયે આ પ્રસ્તાવિત યોજના માટે 30 દિવસમાં હિસ્સેદારોની ટિપ્પણી પણ માંગી છે.

ઉલ્લેખનીય છે કે વર્ષ 2019 દરમિયાન દેશમાં કુલ 4,49,002 માર્ગ અકસ્માતોમાં 1,51,113 લોકોના મોત થયા છે. મહત્વનું છે કે કેન્દ્ર સરકારે વધુ એક મોટું પગલું ભરતા ઇલેક્ટ્રિક વાહનો માટે લોકોને પ્રોત્સાહિત કરવા માટે નોંધણી ફી માફ કરવાનો નિર્ણય લીધો છે. જેના સંદર્ભે, કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય દ્વારા ગત મંગળવારે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud