- ભાજપ નેતાના લગ્નની ડીજે પાર્ટીમાં હજારો લોકો બેશરમ બનીને નાચતા જોવા મળ્યા
- લોકોને માસ્ક માટે દંડની પોલીસ લોકોના સેંકડો લોકોના જીવને જોખમમાં મુકનાર સામે કાર્યવાહી કરે તેવી માંગ
WatchGujarat. કોરોનાને કાબુમાં લેવા માટે સરકાર તરફથી આકરા પગલા ભરવામાં આવી રહ્યાં છે. ત્યારે ભાજપના જ નેતાઓ દ્વારા જાણે કે કોરોના છે જ નહિ તેવું વર્તન કરવામાં આવી રહ્યું છે. તાજેતરમાં સોશિયલ મીડિયામાં વલસાડ જિલ્લાના ધરમપુરના ભાજપના નેતા કેતન વાઢુંના પ્રસંગનો વીડિયો વાઇરલ થયો છે. જો કે વીડિયો વાઇરલ થયાં બાદ ગતરોજ રાત્રે પોલીસે કાર્યવાહી કરી હતી અને 7 થી વધુ લોકોની અટકાયત કરી હતી. #Valsad
#Valsad – BJP નેતાના લગ્નપ્રસંગે કોરોના ભુલાયો, જંગી મેદની સંગીતના તાલે ઝુમી – જુઓ VIDEO
— Watch Gujarat (@WatchGujarat) December 28, 2020
ભાજપ નેતાના લગ્નની ડીજે પાર્ટીમાં હજારો લોકો નાચતા જોવા મળ્યા
લોકોને માસ્ક માટે દંડની પોલીસ લોકોના સેંકડો લોકોના જીવને જોખમમાં મુકનાર સામે કાર્યવાહી કરે તેવી માંગ #WatchGujarat pic.twitter.com/P7UvuIb9ZZ
ભાજપ નેતા કેતન વાઢુંએ પોતાના લગ્નમાં મોટી સંખ્યામાં ભીડ ભેગી કરી હતી અને ઉપસ્થિત મહેમાનો કોઇપણ પ્રકારની કોરોના ગાઈડલાઇને અનુસર્યા વગર સંગીતના તાલે નાચતા હોય તેવા વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયા હતા. લગ્નના આ પ્રકારના વીડિયો વાઈરલ થયા બાદ સ્થાનિક પોલીસ એક્શનમાં આવી હતી અને ગઇકાલે રાત્રે 7 થી લોકોની અટકાયત કરવામાં આવી હતી. પોલીસે આ તમામ વિરુદ્ધ કોવિડ-19ના જાહેરનામા ભંગ અને ભીડ ભેગી કરવા બદલ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. #Valsad
એક તરફ પોલીસ દ્વારા માસ્કને લઇને સામાન્ય નાગરીકો પાસેથી ચુસ્ત પણે પાલન કરાવવામાં આવી રહ્યું છે. અને બીજી તરફ સત્તાપક્ષના નેતાઓ દ્વારા છાશવારે કોવિડ ગાઇડલાઇન્સનું ઉલ્લંઘન કરવામાં આવે છે. સરકાર કોરોના પર કાબુ મેળવવા માટે ગમે તેટલા પ્રયત્નો કરે પરંતુ જો મોટી સંખ્યામાં એકઠા થતા લોકોને નહિ રોકવામાં આવે તો તમામ પ્રયત્નો પર પાણી ફરી વળશે.