• કોરોનાનું જોર ઘટતા હવે લોકોએ બેફિકર બનીને નિયમોનું ઉલ્લંઘન કરવાનું શરૂ કરી દીધું
  • છેલ્લા 24 કલાકમાં બે અલગ અલગ ઘટનાઓમાં કોરોનાની ગાઇડલાઇનનું ઉલ્લંઘન કર્યાના કિસ્સાઓ સામે આવ્યા
  • કપડવંજ નજીક રાજપુર પાસેથી પસાર થતી વાત્રક નદીએ લોકો ઉમટી પડ્યાના વિડીયો વાયરલ થયા

WatchGujarat. કોરોનાની બીજી લહેરનો કહેર થોડો શાંત થયો છે ત્યાં તો લોકોએ બેફિકર બનીને રજાની મજા માણવાનું શરૂ કરી દીધું છે. રવિવારે રાજપુર પાસેથી પસાર થતી વાત્રક નદીમાં લોકો એકત્ર થયા હતા. અને નદીમાં નાહવા પડ્યા હતા. તેની સાથે સોશિયલ મીડિયા પર ફિલ્મી ગીતો સાથે પાણીની મોજના વિડીયો બનાવ્યા હતા. વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા પોલીસ તંત્ર હરકતમાં આવ્યું છે.

દેશ અને દુનિયામાં કોરોનાએ ભારે કહેર મચાવ્યો છે. કોરોનાની બીજી વેવમાં રાજ્યમાં ભારે અવ્યવસ્થા સર્જાઇ હતી. માંડ માંડ સરકાર અને તબિબોની સતત મહેનતના પરિણામ સ્વરૂપે આજે રાજ્યભરમાં કોરોનાના કેસોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. તેવા સમયે લોકો જાણે કોરોના છે જ નહિ તેવું વર્તન કરી રહ્યા છે. ગત રોજ શહેર નજીક આવેલા માહિ રીસોર્ટમાં 25 જેટલા લોકો એકત્ર થયા હતા. ત્યાર બાદ પોલીસે રેડ કરીને કાર્યવાહી કરી હતી.

ઘટનાના બીજા દિવસે સોશિયલ મીડિયામાં કપડવંજ નજીક રાજપુર પાસેથી પસાર થતી વાત્રક નદીએ લોકો ઉમટી પડ્યાના વિડીયો વાયરલ થયા હતા. શિહોરા ગ્રામ પંચાયત પેટા પરા રાજપુર પાસે વાત્રક નદીએ રવિવારે ભીડ ઉમટી હતી. અને વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. લોકો એકત્ર થઇને નદી કિનારે સ્નાન કરી રહ્યા હતા. જેમાં કોરોનાના નિયમોનું ઉલ્લંઘન થયું હતું. રાજ્ય સરકાર દ્વારા કોરોનાને નાથવા માટે તમામ પ્રયાસો કરી રહી છે. કોરોનાનું જોર ઘટ્યું છે, પરંતુ હજી કોરોના ગયો નથી. જો લોકો બેદરકારી દાખવશે તો ફરી કપરા દિવસો જોવાનો વારો આવી શકે છે.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

વાત્રક નદીમાં નાહવા માટે ગયેલા લોકોએ ફિલ્મી સોંગ પર વિડીયો બનાવીને વાયરલ કર્યા હતા. જેને લઇને સમગ્ર મામલો સપાટી પર આવ્યો હતો. સમગ્ર મામલે સ્થાનિક પોલીસ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે તેના પર સૌ કોઇની નજર છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud