WatchGujarat. ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) ના ચાહકો ફક્ત ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર દુનિયામાં છે. તેનો અંદાજો ઇન્સ્ટાગ્રામ (instagram) પર તેના ફોલોવર્સને જોઈને લગાવી શકાય છે. વિરાટને આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર 13 કરોડથી વધુ લોકો ફોલો કરે છે. તે કમાણીની બાબતમાં ભારતીયોમાં પણ પ્રથમ છે. તેનો ખુલાસો શેડ્યુલિંગ ટૂલ HopprHQ ની ઇન્સ્ટાગ્રામ રિચલિસ્ટ 2021 (Hopper HD Instagram Richlist 2021) થી થયો છે.
આ સૂચિ મુજબ વિરાટ ઇન્સ્ટાગ્રામ પર એક સ્પોન્સર્ડ પોસ્ટથી 5 કરોડ રૂપિયાની કમાણી કરી છે. તેને બે વર્ષ પહેલા એક પોસ્ટ માટે લગભગ 1.35 કરોડ રૂપિયા મળતા હતા. એટલે કે, બે વર્ષમાં એક જ ઇન્સ્ટાગ્રામ પોસ્ટથી તેની કમાણી ત્રણ ગણી વધી ગઈ છે. વિરાટ આ ધનિક યાદીમાં ટોપ 20 માં એકમાત્ર ભારતીય છે. તે 19 મા સ્થાને છે.
ઇન્સ્ટાગ્રામ રિચલિસ્ટ 2021 માં પ્રથમ સ્થાને પોર્ટુગલનો સ્ટાર સ્ટ્રાઈકર ક્રિસ્ટીઆનો રોનાલ્ડો (Christiano Ronaldo) છે. તે આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સ્પોન્સર્ડ પોસ્ટ દ્વારા 11.9 કરોડ રૂપિયાની કમાણી કરે છે. રોનાલ્ડોના હાલમાં જ ઇન્સ્ટાગ્રામ પર 30 કરોડ ફોલોઅર્સ થયા છે. તે આ પદ પ્રાપ્ત કરનાર પ્રથમ વ્યક્તિ છે. રોનાલ્ડો ઇન્સ્ટાગ્રામ પર 20 કરોડ ફોલોઅર્સને પાર કરનાર પણ પહેલો વ્યક્તિ હતો. સૌથી વધારે ફોલોઅર્સની યાદીમાં WWE સ્ટાર ડ્વેન જહોનસન ( Dwayne Johnson) બીજા સ્થાને છે. તેના 24 કરોડથી વધુ ફોલોઅર્સ છે.
રોનાલ્ડોની 2 વર્ષમાં ઇન્સ્ટાગ્રામ પોસ્ટથી કમાણી બમણી થઈ ગઈ
એક અહેવાલ મુજબ, રોનાલ્ડો માર્ચ 2019 થી માર્ચ 2020 વચ્ચે ઇન્સ્ટાગ્રામ પર સૌથી વધુ કમાણી કરનાર સેલિબ્રિટી હતા. તેમને મોટાભાગની કમાણી સ્પોન્સર્ડ પોસ્ટ્સથી કરી હતી. તેણે લગભગ 50.3 મિલિયન ડૉલરની કમાણી કરી હતી, જે તેને ફૂટબોલ ક્લબ યુવેન્ટસ દ્વારા આપવામાં આવી રહેલ સેલરી 33 મિલિયન ડૉલરથી વધુ હતી. રોનાલ્ડો 2019 માં તેની દરેક ઇન્સ્ટાગ્રામ પોસ્ટથી આશરે 6.73 કરોડની કમાણી કરતો હતો. એટલે કે, બે વર્ષમાં ઇન્સ્ટાગ્રામ પોસ્ટ્સ થી તેની આવક બમણી થઈ ગઈ છે.
મેસ્સી, નેમારની કમાણી વિરાટ કરતા વધારે
ઇન્સ્ટાગ્રામથી સૌથી વધુ કમાણી કરનારા ખેલાડીઓની જો વાત કરીએ તો વિરાટ કોહલી ચોથા સ્થાને આવે છે. તે રોનાલ્ડો, લિયોનલ મેસ્સી અને બ્રાઝિલના સ્ટ્રાઈકર નેમારની પાછળ છે. મેસ્સીએ ઇન્સ્ટાગ્રામ પર સ્પોન્સર્ડ પોસ્ટથી 8.6 કરોડ રૂપિયાની કમાણી કરે છે. નેમારને એક પોસ્ટથી 6.1 કરોડ રૂપિયા મળે છે. આ લિસ્ટમાં શામેલ ટોચના 100 લોકોની વાત કરીએ તો વિરાટ સિવાય બોલિવૂડની અભિનેત્રી પ્રિયંકા ચોપરા પણ શામેલ છે. તે 27 મા સ્થાને છે. તેને એક પોસ્ટ માટે ત્રણ કરોડ રૂપિયા મળે છે.
વિરાટ રિચલિસ્ટમાં શામેલ એકમાત્ર ભારતીય ક્રિકેટર
395 સેલિબ્રિટીઓ અને પ્રભાવકો (ઇન્ફ્લુઅંસર) ની આ લિસ્ટમાં વિરાટ એકમાત્ર ભારતીય ક્રિકેટર છે. આ યાદીમાં દક્ષિણ આફ્રિકાના બેટ્સમેન એબી ડીવિલિયર્સ, ફાફ ડુ પ્લેસિસ અને ડેલ સ્ટેનનો પણ આ લિસ્ટમાં સમાવેશ થાય છે. ઇન્સ્ટાગ્રામ રિચલિસ્ટ 2021 ના ટોપ -10 માં 8 લોકો અમેરિકાના છે, જ્યારે યુરોપ અને દક્ષિણ આફ્રિકા થી પણ એક-એક વ્યક્તિને આ લિસ્ટમાં શામેલ છે.