સત્તા માટે ભાજપને એક બેઠક ખુટતી હતી જેનો પૈસાથી ખેલ પાડી દેવાયો હોવાનું ધારાસભ્યનો ખુદ ખુલાસો
વિવાદ ઉભો થતા સમજાવી પટાવી ના સ્થાને પૈસા આપી સભ્યોનો ટેકો લેવાયાનું ભૂલથી બોલાયું હોવાનો MLA અરુણસિંહ રણાનો બચાવ
WatchGujarat ભારતીય જનતા પાર્ટી ઉપર અવારનવાર આક્ષેપ થતા રહે છે કે તેઓ દ્વારા તડજોડ, શામ, દામ, દંડ, ભેદથી ચૂંટણીઓમાં સત્તા હાંસલ કરવામાં આવે છે. જોકે આનો બોલતો પુરાવો ખુદ BJPના વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણા એ આપી ચૂંટણી પ્રચાર વેળા જાહેરમંચથી કબૂલાત કરતા ખળભળાટ મચી ગયો છે.
ભરૂચ જિલ્લાની વાગરા વિધાનસભા મત વિસ્તારના ભાજપના ધારાસભ્ય અરૂણસિંહ રણાએ પ્રચારસભા દરમિયાન ભાજપે વાગરા તાલુકા પંચાયતમાં કેવી રીતે સત્તા મેળવી હતી તેનું રહસ્ય ખોલી નાંખ્યું હતું. ભાજપના ધારાસભ્યનો વિડીયો સોશિયલ મિડીયામાં વાયરલ થઇ રહયો છે. BJP ઉપર હંમેશા કોંગ્રેસ સહિત અન્ય પક્ષો આરોપ લગાવતા આવ્યા છે કે, ચૂંટણીમાં ભાજપ શામ, દામ, દંડ, ભેદથી તડજોડ કરી સત્તા હાંસલ કરી લે છે. કોંગ્રેસ સહિત અન્ય હરીફ પક્ષોના આ આરોપોને સમર્થન આપતો વિડીયો સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં વાગરા તાલુકાના કડોદરા ગામેથી વાયરલ થતા ધમાચકડી મચાવી દીધી છે.
https://twitter.com/WatchGujarat/status/1364869515813679110?s=20
કડોદરા ગામે જાહેરસભામાં BJPના વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણાએ સ્વીકાર્યું હતું કે, વાગરા તાલુકા પંચાયતમાં સત્તા મેળવવા માટે પૈસા ખર્ચવા પડ્યા હતા. વાગરા વિધાનસભાના ભાજપ ધારાસભ્ય અરૂણસિંહ રણાનો વિડિયો વાયરલ થયો છે. જેમાં તે તાલુકા પંચાયતની સત્તા માટે ખૂટતી એક બેઠક માટે જદ્દોજહદ કરી જોડતોડ અને રૂપિયાથી તાલુકા પંચાયત મેળવી હોવાનો બફાટ કર્યો છે. હાલ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી માટે સતત અરૂણસિંહ રાણા સભાઓ અને રેલીઓ દ્વારા ભાજપના ઉમેદવારોની જીત માટે સખત પરિશ્રમ કરી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટી પર સત્તા માટે સામ દામ દંડ ભેદ કરાતો હોવાના અવાર નવાર આક્ષેપો પર ભાજપના ધારાસભ્યના નિવેદનથી રાજકારણ ગરમાયું છે.
વાગરા તાલુકા પંચાયત સત્તા માટે ભાજપને એક બેઠક ખુટતી હતી જેનો પૈસાથી ખેલ પાડી દેવાયો હોવાનું ધારાસભ્યની વાત પરથી લાગી રહયું છે. ભરૂચમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાઓમાં રવિવારના રોજ મતદાન થવા જઇ રહયું છે ત્યારે વાયરલ થયેલાં વિડીયોના કારણે ભાજપની છબી ખરડાય હોય તેમ લાગી રહયું છે અને BJP MLA નો આ વાયરલ વિડીયો ચૂંટણી ટાણે શુ રંગ લાવે છે, કોંગ્રેસ અને અન્ય પક્ષો તેને લઈ મુદ્દો બનાવે છે કે નહીં તેના પર સૌ કોઈની મીટ મંડરાઈ છે.
બીજી તરફ વિડીયો વાયરલ થતા ધારાસભ્યએ વિવાદ ઉભો થતા સમજાવી પટાવી ના સ્થાને પૈસા આપી સભ્યોનો ટેકો લેવાયાનું ભૂલથી બોલાયું હોવાનું કહી બચાવ બાજી શરૂ કરી છે.