ચિંતન શ્રીપાલી (WatchGujarat). તે લોકો પીડીતાને જાણે ઓળખતા હોય, તેનાથી ખૂબ સારી રીતે પરિચિત હોય તેવુ તેને લાગતુ હતુ. કારણ કે, એ બન્ને તેનુ નામ પણ જાણતા હતા, અને લાંબા સમયથી તેનો પીછો કરતા હોય તેવુ પણ પીડીતાને લાગતુ હતુ. જેથી એક બાબત સ્પષ્ટ થાય છે કે, યુવતી ઉપર સામૂહિક દુષ્કર્મ આચરનાર તેના કોઇ નજીકના જ હોવો જોઇએ, પીડીતાએ તેની ડાયરીમાં ઘણી મહત્વની બાબતોનો ઉલ્લેખ કર્યો છે. જેમાં એક વાત એવી પણ તેણીએ લખી છે કે, તે બન્ને મવાલી જેવા ન હતા તેમના શરીરમાંથી એક સારી સુગંધ આવતી હતી. તેમની ઉંમર 20થી21 વર્ષની હતી અને હિન્દી ભાષામાં વાત કરતા હતા.

પીડીતા એવુ પણ લખે છે કે, આ બન્ને તેની સાથે દુષ્કર્મ આચરી હત્યા કરવાના ઇરાદે આ બધુ કરી રહ્યાં છે, કારણ કે, બન્ને વચ્ચે જે વાતો થઇ રહીં હતી તે પીડીતાને ખૂબ સારી રીતે યાદ હતી. જેથી તેણે બન્ને વચ્ચે હિન્દીમાં થતી વાતચિતના મહત્વના અંશોનો ઉલ્લેખ ડાયરીમાં કર્યો હોવાનુ સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે. પીડીતાએ ડાયરીમાં કેટલીક બાબતો હિન્દી, અંગ્રેજી અને ગુજરાતમાં લખી હતી.

પીડીતા સાથે દુષ્કર્મ આચરી નરાધમો બોલ્યા

ઇસકો ઐસે હી માર ડાલેગા ક્યાં ?

યે લે ચાકુ માર ડાલ ઇસે

ઐસે કેસે છોડ દે પહેલે અપના કામ તો નિપટા લે

હા…હા… ઐસે હી મર જાયેગી

મૌકા ભી અચ્છા હૈ ઔર અંધેરા ભી સાથ દે રહા હૈ

યે કુછ જ્યાદા હી ઉછલ કુદ કર રહીં હૈ

હા મેં ઇસે બડે અચ્છે સે જાનતા હું… જ્યાદા ઉછલના બંધ કર… નહી તો જાન ગવાયેગી

ઇસકી લાશ કો ઇધર હી ફેંક દે યા ગાડી કે આગે ધકેલ દે તો એક્સિડન્ટ લગેગા, ઇસકે જાન પહેચાન વાલે ઇધર હૈ લે જાયેંગે…..

પીડીતા લખે છે કે, સાયકલ લેવા માટે તે ચકલી સર્કલ ગઇ પણ ત્યાં ભીડ હતી એટલે હું જગદીશવાળી ગલીથી ફરીને જઇ રહીં હતી. ત્યારે અચાનક પાછળથી કોઇએ તેની સાયકલને જોરથી ધક્કો માર્યો અને દિવાલ સાથે ભટકાઇ નિચે પડી ગઇ હતી. તેવામાં બે લોકોએ તેની આંખ બાંધી દીધી અને માથામાં જોરથી મારતા તે અર્ધબેભાન થઇ ગઇ હતી. થોડા સમય બાદ પીડીતા ભાનમાં આવી પણ તે ક્યાં હતી તે જાણતી ન્હોતી, તેને ચીસો પાડવાની શરૂ કરી એટલે તેનુ મોઢુ બંધ કરવા નરાધમોએ મોઢા ઉપર દુપટ્ટો બાંધી દીધો હતો.

પીડીતા સાથે દુષ્કર્મ આચરવા માટે જ્યારે તેને ઢસડીને લઇ જવામાં આવી હતી, ત્યારે તેના પગમાં ગંભીર ઇજા પહોંચી હતી. બાદમાં પટ્ટા વડે પીડીતાના બન્ને હાથ બાંધી દેવામાં આવ્યાં હતા. બે પૈકીના એક હવસખોરે પીડીતાના બન્ને પગ જોરથી પકડી રાખ્યા અને બીજાએ કપડા કાઢી દુષ્કર્મ આચર્યું હતુ. પીડીતા સાથે બન્ને નરાધામોએ જબરદસ્તી કરતા તેના શરીરી ઉપર કાપા પડી ગયા હતા. પીડીતા બચવા માટે સતત સીચો પાડી રહીં હતી પરંતુ તેની ચીસો કોઇના કાને પડી ન હતી.

પીડીતાનો અવાજ દબાવી દેવા હવસખોરોએ તેના મોઢામાં કપડાનો ડુચો નાખી પીંખી નાખી હતી. હવે તે શ્વાસ પણ નહોતી લઇ શકતી અને ફરી અર્ધબેભાન થઇ ગઇ હતી. એક તબક્કે બન્ને હવસખોરોને લાગ્યું કે તે મરી ગઇ છે, એટલે તેણીને ઢસડીને ઝાડીઓમાં લઇ જઇ રહ્યાં હતા. રસ્તા પરનો પત્થર માથામાં વાગતા તે ભાનમાં આવી અને બન્નેને ખબર પડી કે તેનામાં હજી જીવ છે એટલે બન્ને તેને છોડી ભાગી છુટ્યા હતા.

આ દરમિયાન બસ ડ્રાઇવર ત્યાં આવી પહોંચે છે, જેની નજર પીડીતા ઉપર પડી અને તે મદદ માટે પહોંચ્યો હતો. પીડીતા કંઇ બોલી શકે અથવા તો સરખી રીતે ઉભી રહીં શકે તેવી હાલતમાં પણ નહોતી, તે ધ્રુજી રહીં હતી બસ ડ્રાઇવરને લાગ્યું કે તેની સાથે કંઇ અજુગતુ બન્યું છે, પરંતુ પીડીતાને પુછે કંઇ રીતે તે એક મોટો પ્રશ્ન હતો. પીડીતાને ઘર સુધી સહી સલમાત પહોંચાડવાની તૈયારી બસ ડ્રાઇવરે દાખવી અને તેની બહેનપણી વૈષ્ણવીને ફોન કરતા ચાલતા ચકલી સર્કલ પાસે પહોંચ્યાં હતા.

વૈષ્ણવી આવતા બસ ડ્રાઇવર પીડીતાને સોંપી ત્યાંથી નિકળી જાય છે. બાદમાં પીડીતા સામે અનેક સવાલો અને મુંજવણ ભર્યા પ્રશ્નો હતા. સવાલોનો મારો સતત તેના મગજમાં ચાલી રહ્યો હતો. “કુદરતનો ન્યાય ક્યાં છે, મારી સાથે કેમ આવુ થયું, મેં કોઇનુ શુ બગાડ્યું, તે લોકોએ મારી આવી હાલત કરી મને જીવતી કેમ છોડી દીધી?  OASISમાં ખબર પડશે તો હું તેનો સામનો કંઇ રીતે કરીશ, આ ખબર પડશે તો લોકો મારી સાથે કેવો વ્યવહાર કરશે, શું મારે આ આખી ઘટના કહીં દેવી જોઇએ ? મારે કસે દૂર જતુ રહેવુ જોઇએ ? મારી પાસે દસ રૂપિયા છે આ શહેરથી ખુબ દુર જતુ રહેવુ જોઇએ ? ક્યાં છે કુદરતનો ન્યાય, મારો શું વાંક હતો ? ” આવા અનેક સવાલો તેને સતત સતાવી રહ્યાં હતા, પરંતુ તેનો જવાબ ન્હોતો મળતો.

તે ખૂબ ગભરાઇ ગઇ હતી, તેની સાથે બનેલી દુષ્કર્મની ઘટના તે કોઇને કહીં પણ ન્હોતી શકતી, તેને ખૂબ રડવુ હતુ પોતાની સાથે બનેલી આ ઘટના કોઇને કહીં મન હલકુ કરવુ હતુ પણ તેને સાંભળનાર કોઇ ન્હોતુ, કોઇને ખબર ન પડે તે રીતે આખરે તેને બાથરૂમમાં જઇ પાણીના અવાજમાં રડી મન હલકુ કર્યું પણ હજી એ કાળી રાતની ઘટનાના વિચારો તેને સતાવી રહ્યાં હતા.

સમય વિતી રહ્યો હતો રાતના અંધારામાં પીડીતા પોતાની આંખો બંધ કરી પણ તેના મગજ અને મનમાં ચાલી રહેલા વિચારોના મારાનો કોઇ અંત તેનો દેખાતો ન હતો. આખી રાત તે વિચારતી રહીં કે “મારો શું વાંક હતો, કુદરતનો ન્યાય આવો કેવો?”

અંતે ગત તા. 3 નવેમ્બરની મોડી રાતે અઢી વાગ્યાની આસપાસ ગુજરાત ક્વીન એક્સપ્રેસ ટ્રેન વલસાડ રેલવે સ્ટેશન પર પહોંચી હતી. ટ્રેનની સાફ સફાઇ કરવા પહોંચલો કર્મી ટ્રેનના ડી-12 કોચમાં પહોંચતા સીટ નંબર 20-21ની વચ્ચે પીડીતાની ગળે ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી હતી. જેની જાણ રેલવે પોલીસના ઉચ્ચ અધિકારીઓને કરાતા તેઓ સ્થળ પર આવી પહોંચ્યાં હતા. જ્યાં તપાસ દરમિયાન પીડીતા પાસેની બેગમાંથી પોલીસને એક ડાયરી મળી આવી હતી. જેના આધારે પીડીતા સાથે વડોદરામાં દુષ્કર્મની ઘટના બની હોવાનુ પ્રકાશમાં આવ્યું હતુ.

Facebook Comments Box

Videos

Our Partners