મદુરાઈથી ભરૂચમાં રોજગારી માટે આવ્યા હતા
કોરોના સંક્રમિત થતાં કે. ભાસ્કર ભરૂચ સિવિલ હોસ્પિટલમાં દાખલ થયા હતા
કોવિડ સ્મશાનમાં પત્નીનું હૈયાફાટ રૂદન, મૃતક કે.ભાસ્કરને રસીનો પ્રથમ ડોઝ લીધો હતો
એમ્બ્યુલન્સમાં પતિનો મૃતદેહ ગયો અને પાછળ પત્ની બ્રેમનીલા રીક્ષામાં કોવિડ સ્મશાન પહોંચી
પત્નીને સ્મશાનમાં અંગ્રેજીનાં જાણકારે કહ્યા મુજબ વિધિ કરી પતિને તમિલમાં કલ્પાંત વચ્ચે આગ આપી
WatchGujarat. ઔદ્યોગિક ગઢ ભરૂચમાં ભારતના વિવિધ પ્રાંતમાંથી લોકો રોજગારી અર્થે થરીથામ થયા છે, વિવિધતામાં એકતા ભરૂચ જિલ્લામાં ઉજાગર થઈ રહી છે, જોકે કોરોનાએ જ્યાં લોકોને લાચાર અને નિઃશબ્દ કરી દીધા છે ત્યાં બુધવારે ભરૂચમાં ભાષાકીય બંધન તમિલ પતિના મૃત્યુમાં પત્નીને આડે આવ્યું હતું.
જોકે સિવિલ હોસ્પિટલ અને ત્યારબાદ કોવિડ સ્મશાનમાં તમિલ કે અંગ્રેજી પણ બરાબર નહિ જાણતા લોકોએ 42 વર્ષીય પતિના કોરનાથી મૃત્યુ પાછળ વિલાપ કરતી તમિલનાડુના મદુરાઈની પત્નીની વેદના સમજી લીધી હતી. ભરૂચ શહેર અને જિલ્લામાં ચાલી રહેલી કોરોનાની કહેર વચ્ચે અનેક પરિવારોએ પોતાના સ્વજનોને ગુમાવ્યા છે. કોરોના કેટલો ઘાતક છે તેની વધુ એક તસવીર આજે ભરૂચમાં જોવા મળી હતી.
મૂળ તમિલનાડૂના મદુરાઈ જિલ્લાના વતની કે.ભાસ્કરન ઉ.વ. 42 જેઓ રોજગારી અર્થે ભરૂચમાં આવ્યા હતા. જેમણે વેક્સિનનો 1 ડોઝ પણ લીધો હતો. પરંતુ કોરોનાથી સંક્રમિત થતા 2 મેના રોજ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરાયા હતા.
બુધવારે તેઓ કોરોના સામેનો જંગ હારી જતા પત્ની બી. બ્રેમનીલા કરપરણ ભાંગી પડી હતી. એક તરફ પતિનું મોત અને બીજી તરફ હિન્દી ભાષા પણ બોલી ન શકતા એકદમ નિઃસહાય બની ગઇ હતી. સિવિલ હોસ્પિટલથી કોઈ સ્વયંસેવકોએ એ તો મૃતકની પત્નીના હાવભાવ અને કાકલૂદી જોઈ કે. ભાસ્કરનના મૃતદેહને એમ્બ્યુલન્સમાં કોવિડ સ્મશાનમાં લઇ જવાની વ્યવસ્થા કરી હતી.જોકે કોવિડ સ્મશાન નર્મદા નદીના ગોલ્ડનબ્રિજના અંકલેશ્વર તરફના છેડે પહોંચવા માટે મૃતકની પત્નીએ રિક્ષા કરીને જવું પડ્યું હતું.
જ્યાં પહોંચતાં સળગતી અન્ય ચિત્તાઓ વચ્ચે પતિ કે. ભાસ્કરનના મૃતદેહને એમ્બ્યુલન્સમાંથી બહાર કાઢી ચિતાની તૈયારીઓ કરાતા પત્ની બ્રેમનીલા તમિલ ભાષામાં આક્રંદ કરી મુકતાં કરૂણ દ્રશ્યો સર્જાયા હતા. આખરે કોવિડ સ્મશાનમાં રહેલા સંચાલક અને અન્ય અંગ્રેજી જાણતા લોકોએ બ્રેમનીલાને અગ્નિદાહની વિધિ ENGLISH to માં સમજાવતા રડતા રડતા અને તમિલમાં ભાષામાં વિલાપ કરતા પત્નીએ જાતે પત્નીને મુખાગ્નિ આપી અંતિમવિધિ ભારે હૈયે કરી હતી.