હૉટસ્ટારના શૉ સાથે સૌથી મોટો વાંધો એ જ છે કે કયા પોઇન્ટ પર અટકવું એનો એમને ખ્યાલ નથી. ‘આર્યા’ સિવાયના એકપણ શૉ હૉટસ્ટારના પ્રેક્ષકોના દિલોદિમાગમાં ‘વાહ’ મૉમેન્ટ લાવી શક્યા નથી, એ પણ એક હકીકત છે. હૉસ્ટેજીસ-૧ આવી હતી ત્યારે કેટલાક પરિબળોને બાદ કરતા ઑવરઓલ એ વન-ટાઇમ વૉચ તો હતી જ! પરંતુ એ જ બાબત ખાતરીપૂર્વક બીજી સિઝન માટે કહી શકાય કે કેમ?
મુખ્યમંત્રી હાંડા (દિલીપ તાહિલ)ને મૃત ઘોષિત કર્યા બાદ એમની અંતિમયાત્રાની તૈયારીઓ ચાલી રહી છે. બીજી બાજુ, પૃથ્વી સિંઘ (રોનિત રોય) પોતાની પત્નીના બૉન-મેરો ટ્રાન્સપ્લાન્ટ માટે હાંડાને સાથે લઈને કાઠમંડુ જવા નીકળે છે. પરંતુ રસ્તામાં ઉભા થયેલી સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓને લીધે તેઓ બ્રિટિશરાજ સમયના એક ઘરમાં રોકાવાનું નક્કી કરે છે, જ્યાં એમની સાથે બનતી ઘટનાઓ ‘હૉસ્ટેજીસ-૨’ને બાર-બાર એપિસોડ્સ લાંબી બનાવે છે.
પહેલી સિઝનમાં ડૉક્ટરના કિરદારમાં ચમકેલી ટિસ્કા ચોપરાની કમી બીજી સિઝનમાં ભયંકર મહેસૂસ થઈ છે. રોનિત રોય, દિવ્યા દત્તા, ડિનો મોરિયા, શિબાની દાંડેકર, શ્વેતા બાસુ પ્રસાદ, શિલ્પા શુક્લા, અમિત સિયાલ, કવલજીતસિંઘ, દિલીપ તાહિલ, સૂર્યા શર્મા, આસિમ ગુલાટી, મોહન કપૂર સહિતના ધુરંધર કલાકારોની આખી ફૌજ બીજી સિઝન માટે મેદાનમાં ઉતરી છે. પરંતુ ડિરેક્ટર સુધીર મિશ્રા એ ભૂલી ગયા કે ફક્ત ટેલેન્ટેડ કલાકારો જ નહીં, ઉત્તમોત્તમ સ્ક્રિપ્ટ પણ સફળતા માટે જરૂરી છે.
પોલિટિકલ થ્રિલર જેમને પસંદ હોય એવા પ્રેક્ષકો માટે પણ ‘હોસ્ટેજીસ-૨’ એક હથોડો બની શકે છે. વર્ષ પહેલા અનિલ કપૂરની ‘૨૪’ ટીવી-સીરિઝ આવી ત્યારે તેની પહેલી સિઝન ખરેખર બિન્જ-વૉચ બની હતી. પરંતુ બીજી સિઝનમાં ધબડકો! ખાસ ચાલી નહીં. અહીં પણ એવું જ છે. ૩૬-૩૮ મિનિટ્સના ૩૨ એપિસોડ્સ જોવામાં આખરે મગજ થાકી જાય છે. મારા અંગત અનુભવની વાત કરું તો, આજ સુધી ક્યારેય એવું નથી બન્યું કે બિન્જ-વૉચ કરવામાં થાક લાગે. બાર નહીં, સળંગ ૧૫ એપિસોડ્સ બિન્જ-વૉચ કર્યા હોવાના પણ દાખલા છે. પરંતુ હૉસ્ટેજીસ-૨ પૂરી કરવા માટે મારે બ્રેક લેવા પડ્યા. ઘણા બધા બ્રેક!
વાંક ડિરેક્ટર, સ્ક્રિપ્ટ, સ્ક્રીનપ્લેનો કાઢી શકાય. તદુપરાંત, હૉસ્ટેજીસના લૉકેશન્સ પણ જોનારને થકવી દેનારા છે. એક જ જૂનાપુરાણા ઘરમાં આખી સિઝન કાઢી નાંખી છે, જે અલ્ટીમેટલી અતિશય કંટાળાજનક પૂરવાર થતું જાય છે. આ રિવ્યુ લખતી વખતે પણ પુષ્કળ શ્રમ પડે એટલી હદ્દે ‘હોસ્ટેજીસ-૨’ બોરિંગ છે. કલ્પના કરી જુઓ સિને’મા’ની મનોદશાની! ખેર, આ અઠવાડિયાથી આપ સૌ માટે એક નવોનક્કોર વિભાગ અમે શરૂ કરી રહ્યા છે, જેમાં આ અઠવાડિયે અને આવતાં અઠવાડિયે કયા-કયા ઑટીટી પ્લેટફોર્મ પર કઈ-કઈ ફિલ્મો અથવા વેબસીરિઝ રીલિઝ થઈ અને થવાની છે એ વાંચી શકાશે. માટે, સલાહ તો એ જ છે કે હૉસ્ટેજીસ-૨ પર પસંદગી ઉતારવાને બદલે બીજે ક્યાંક નજર દોડાવીએ તો બહેતર!
ક્લાયમેક્સ : ‘હૉસ્ટેજીસ-૨’ જે પ્રકારના ક્લાયમેક્સ સાથે પૂરી થઈ છે, એ જોઈને સંભાવના તો એવી જ છે કે ત્રીજી સિઝન પણ આવશે! પણ સુધીર મિશ્રાએ સમજવું જોઈશે કે હવે હદ્દ થાય છે.
Watch સ્ટાર: 1.5
કેમ જોવી? : પૉલિટિકલ થ્રિલરના ચાહક હો તો!
કેમ ન જોવી? : આંખો અને સમય વહાલા હોય તો!
THIS WEEK on OTT
(૧) નેટફ્લિક્સ : કાર્ગો (વિક્રાંત મેસ્સી, શ્વેતા ત્રિપાઠી), તુર્કી ડ્રામા વેબસીરિઝ—ધ ગિફ્ટ (સિઝન-૨)
(૨) એમેઝોન પ્રાઇમ વીડિયો : વકાલત ફ્રોમ હૉમ (સુમિત વ્યાસ, નિધિ સિંઘ), ધ બોય્ઝ
(૩) ઝી-ફાઇવ : ટિકિ-ટાકા, ફોરબિડ્ડન લવ, અટકન ચટકન
(૪) સોની લિવ : ઑસ્કર અવૉર્ડ નોમિનેટેડ ફિલ્મ ‘ગ્રીન બૂક’
(૫) ડિઝની+હોટસ્ટાર : હૉસ્ટેજીસ-૨ (રોનિત રોય)
NEXT WEEK on OTT
(૧) ઝી ફાઇવ : લંડન કૉન્ફિડેન્શિયલ (મૌની રોય, પુરબ કોહલી)
(૨) નેટફ્લિક્સ : ડોલી કિટ્ટી ઔર વોહ ચમકતે સિતારે (કોંકણા સેન શર્મા, ભૂમિ પેડણેકર, વિક્રાંત મેસ્સી, કરણ કુંદરા, કુબ્રા સૈયત, અમોલ પરાશર)
bhattparakh@yahoo.com
યુવા કોલમિસ્ટ પરખ ભટ્ટ
યુવા-લેખક પરખ ભટ્ટ, આજે ગુજરાતનાં ચાર નામાંકિત અખબાર (સાંજ સમાચાર, ફૂલછાબ, ગુજરાત ગાર્ડિયન, રાજકોટ મિરર) અને એક ઇન્ટરનેશનલ ગુજરાતી પારિવારિક મેગેઝીન (ફીલિંગ્સ) માં કુલ ૧૧ વિકલી કોલમ (૪૪ આર્ટિકલ્સ પ્રતિ માસ) લખી રહ્યા છે. એન્જીનિયર તરીકે કારકિર્દીની શરૂઆત કર્યા બાદ એમની સફર ફેશન મોડેલિંગ, થિયેટર, એક્ટિંગ અને ત્યારબાદ કટાર-લેખન જેવા ક્ષેત્રોમાં આગળ વધી.