• કોરોનાગ્રસ્ત વિસ્તારઃ-  નવીધરતી, નવાયાર્ડ, ફતેપુરા, કારેલીબાગ, છાણી, શીયાબાગ, ગોકુલનગર, સમા, ગોરવા, અટલાદરા, સુભાનપુરા, અકોટા, તાંદલજા, દિવાળીપુરા, તરસાલી, માણેજા, મકરપુરા, દંતેશ્વર, વડસર, કપુરાઈ, સવાદ, બાપોદ
  • ગ્રામ્યઃ ડભોઈ, પાદરા, સોખડા, ભાયલી, બાજવા, ઉંટીયા, કલાલી

વડોદરા. આજે વડોદરાનો કુલ કોરોના પોઝિટીવ આંક 10000ને પાર પહોંચ્યો છે. અત્યાર સુધીમાં વડોદરામાં કુલ 10038 કોરોના પોઝિટીવ કેસ નોંધાયા છે. જેની સામે 8503ને ડિસ્ચાર્જ કરાયા છે. તો 166ના મોત નિપજ્યાં છે જેને પગલે હાલ 1369 કોરોના પોઝિટીવ દર્દી સારવાર હેઠળ છે.

OSD ડો. વિનોદ રાવના માર્ગદર્શન હેઠળ કાર્યરત મહાનગર સેવાસદન તંત્ર દ્વારા કોરોના ટેસ્ટમાં ધરખમ વધારો કરાયો છે. ત્યારે આજરોજ 120 પોઝિટીવ કેસ નોંધાયા છે.

વડોદરા મહાનગર સેવાસદન દ્વારા આજે સાંજે જાહેર કરાયેલા બુલેટીન અનુસાર, ગત સાંજથી આજે સાંજ સુધી લેવાયેલા 3926 સેમ્પલમાંથી 120 કોરોના પોઝિટીવ અને 3806 નેગેટીવ જણાઈ આવ્યા છે. જેને પગલે શહેરનો કુલ કોરોના પોઝિટીવ આંકડો 10038 પર પહોંચ્યો છે. જ્યારે વધુ 02 મૃત્યુના વધારા સાથે કુલ મૃત્યુ આંક 166 કરવામાં આવ્યો છે.

સત્તાવાર બુલેટીન અનુસાર, હાલ કુલ 1369 દર્દીઓ સારવાર હેઠળ છે. જે પૈકી 1157ની હાલત સ્ટેબલ છે, જ્યારે 152 ઓક્સિજન પર અને 60 દર્દી વેન્ટીલેટર પર હોઈ કુલ 212 દર્દીઓની હાલત ગંભીર ગણી શકાય.

છેલ્લાં 24 કલાકમાં 48 સરકારી હોસ્પિટલ ખાતેથી, 45 ખાનગી હોસ્પિટલ ખાતેથી અને 41 હોમ આઈસોલેશનમાંથી મળી કુલ 134 દર્દીઓને ડિસ્ચાર્જ કરાતાં, કુલ ડિસ્ચાર્જ આંક 8503 પર પહોંચ્યો છે. અત્રે ઉલ્લેખનિય છે કે 3816 હોમ ક્વોરેન્ટાઈન છે, 6 વ્યક્તિ સરકારી ફેસીલીટીમાં ક્વોરેન્ટાઈન કરાયાં છે, 06 વ્યક્તિ પ્રાઈવેટ ફેસિલીટીમાં ક્વોરેન્ટાઈન કરાયા છે. જેને પગલે કુલ 3828 વ્યક્તિઓ ક્વોરેન્ટાઈન દર્શાવાયા છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud