• જુગાર રમવાની ટેવ ઘરાવતા સાસરી પક્ષે દહેજ પેટે 40 લાખની માંગ કરી પરિણીતાને કાઢી મૂકી
  • સાસરીયાઓની ચઢામણીએ ચઢેલા બેકાર પતિએ પત્ની ઉપર ત્રાસ ગુજાર્યો
  • પરિણીતાના પિતાને પણ ખાલી હાથે પાછા આવ્યા તો ટાંટિયા તોડી નાખવાની પતિએ ધમકી આપી
  • પતિ, સાસુ, સસસરા, નણંદ અને નણંદોઈ વિરુદ્ધ પરિણીતાએ વારસિયા પોલીસમાં ફરિયાદ નોંધાવી

વડોદરા. વાઘોડિયા રોડ પર રહેતી પરિણીતાએ જુગાર રમવાની ટેવ ધરાવતા પતિ, સાસુ, સસરા, નણંદ અને નણંદોઈને જુગાર રમવાની ના પાડતા સાસરી પક્ષે પોત પ્રકાશ્યાનો કિસ્સો સામે આવો છે. સાસરી પક્ષે 40-50 લાખની દહેજ પેટે માંગણી કરી પરિણીતાને ઘરમાંથી કાઢી મૂકી અને પરિણીતાના પિતાને ખાલી હાથે પાછા આવશો તો ટાંટિયા તોડી નાખવાની ધમકી આપતા પતિ સહિત સાસરીપક્ષ વિરુદ્ધ વારસીયા પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.

શહેરના હરણી વારસિયા રિંગ રોડ પર શિવ બંગ્લોઝમાં રહેતા પ્રકાશભાઈ ઓઝાના પુત્ર જૈમિનના  વાઘોડિયા રોડની રહેવાસી ઝલકબેન સાથે વર્ષ 2018માં લગ્ન થયા હતા. લગ્ન થયાના ચાર મહિના સુધી પતિ તેમજ સાસુ સસરાએ પરિણીતા સાથે સારો વ્યવહાર દાખવ્યો હતો. અને ત્યારબાદ ત્રાસ ગુજારવાનો સિલસિલો શરૂ થયો હતો. પતિ જૈમિન તથા સાસુ સસરા અને નણંદ નણંદોઈ જુગાર રમવાની ટેવ ધરાવતા હતા. સાસરી પક્ષના અવાર નવાર જુગાર રમતા હોવાથી પરિણીતાએ સાસુ સસરાને જુગાર રમવાની ના પાડી હતી. તે વાતનો દ્વેષ રાખી સાસુ સસરા અને નણંદ નણંદોઈએ પરિણીતા વિરુદ્ધ જૈમિનને ખોટી ચડામણી કરવાનુ શરૂકર્યું હતુ. જેથી માતા-પિતાની વાતમમાં જૈમિને પરિણીતા સાથે ઝગડો કરી માર-માર્યો હતો.

ગત તા. 28 ડિસેમ્બર 2019 ના રોજ પરિણીતાનો જન્મદિવસ હોઇ જેથી સાંજે આપણે હોટલમાં જમવા અને ફરવા જઈશું તેવી પતિ જૈમિન પાસે ઈચ્છા વ્યક્ત કરી હતી. આ વાતની જાણ પરિવારના અન્ય લોકોને થતા સાસુ સસરા,અને નણંદ નણંદોઈએ પોત પ્રકાશ્યું હતું. અને લગ્ન વખતે તું દહેજ પેટે કોઈ દાગીના કે રોકડ લાવી નથી. જેથી હવે તું તારા પિતા પાસેથી 40-50 લાખ રૂપિયા લઈને આવ તો જ તને તારા માતા પિતા સાથે સંબંધ રાખવા દઈશુ તેવી પરિણીતાને ધમકી આપી હતી.

જેથી ઝલકબેને પતિ જૈમિનને મારા પિતાની પરિસ્થિતિ સારી નથી. એટલે આટલી મોટી રકમ મારા પિતાથી થઇ શકે નહીં તેમ જણાવ્યું હતું. ત્યારે ઉશ્કેરાયેલા પિતએ પરિણીતાને મૂંઢ માર મારી ઘરમાંથી કાઢી મૂકી હતી.અને જો તું ઘરમાં પાછી આવીશ તો માર મારવાની પણ ધમકી આપી હતી. જોકે પોતાની પુત્રી ઉપર પતિ સહીત સાસરીયા ત્રાસ ગુજારતા હોવાની જાણ પિતાને થતાં તેઓ ઘરે પહોંચ્યાં હતા. જ્યાં જમાઇએ, જો તમે હવે ખાલી હાથે આવશો તો તમારા પણ ટાંટિયા તોડી નાખીશ તેવી ધમકી આપી હતી. પતિ સહીત સાસરીયાઓના સતત ત્રાસથી કંટાળેલી પરિણીતાએ આખરે પતિ જૈમિન, સસરા પ્રકાશ ઓઝા, સાસુ વીણા ઓઝા, નણંદ દીપ્તિ ચૌહાણ અને નણંદોઈ તુષાર ચૌહાણ વિરુદ્ધ વારસિયા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud