ગુજરાતમાં સીઝનનો સરેરાશ 121 % વરસાદ નોંધાયો છે
છેલ્લાં 30 વર્ષમાં આઠમી વખત રાજ્યમાં સરેરાશ વરસાદ 40 ઇંચથી વધારે થયો છે.
ઓગસ્ટ મહિનામાં સામાન્યથી 26.6% વધુ વરસાદ પડ્યો છે
રાજ્યના 111 ડેમ ઓવરફ્લો થયો છે. જ્યારે 22 ડેમ 90%થી વધુ ભરાઇ ગયા છે
આ અગાઉ 1926, 1933 અને 1973માં આટલો વરસાદ પડ્યો હતો
કચ્છમાં આ વર્ષે સરેરાશ 255 ટકા વરસાદ નોંધાયો છે.
આ વર્ષે સૌરાષ્ટ્રમાં 163 ટકા વરસાદ પડ્યો છે.
પૂર્વ મધ્ય ગુજરાતમાં સૌથી ઓછો 88.50 ટકા વરસાદ વરસ્યો છે.
અમદાવાદઃરાજ્યમાં સતત કેટલાંય દિવસથી વરસાદ વરસી રહ્યો છે. જેના લીધે અનેક જિલ્લાઓ જળબંબાકાર થઇ ગયા છે. ત્યારે છેલ્લાં 30 વર્ષમાં આઠમી વખત રાજ્યમાં સરેરાશ વરસાદ 40 ઇંચથી વધારે થયો છે. 47 વર્ષ બાદ સૌથી વધુ વરસાદ ઓગસ્ટ મહીનામાં વરસ્યો છે. જો કે હવે રાજસ્થાન પર જે વરસાદી સિસ્ટમ સક્રિય થઈ હતી તે હવે પાકિસ્તાન બાજુ ફંટાઈ ગઇ છે. જેનાં કારણે આગામી 5 દિવસ સુધી ભારે વરસાદની કોઇ આગાહી જ નથી.
ગુજરાતમાં સીઝનનો સરેરાશ 121 % વરસાદ નોંધાયો છે. જે અંતર્ગત રાજ્યના 111 ડેમ ઓવરફ્લો થયો છે. જ્યારે 22 ડેમ 90%થી વધુ ભરાઇ ગયા છે. સદીમાં ચોથી વખત ગુજરાતમાં ઓગસ્ટ મહિનામાં સૌથી વધારે વરસાદ નોંધાયો છે. ઓગસ્ટ મહિનામાં સામાન્યથી 26.6% વધુ વરસાદ પડ્યો છે. આ અગાઉ 1926, 1933 અને 1973માં આટલો વરસાદ પડ્યો હતો. સપ્ટેમ્બરમાં પણ સામાન્યથી વધુ વરસાદની શક્યતા દર્શાવાઈ રહી છે. હાલમાં ચાલુ સીઝનમાં 110 % વરસાદ નોધાયો છે.
અત્રે મહત્વનું છે કે હવામાન વિભાગના મતાનુસાર ગુજરાતમાં ચોમાસાને 30 દિવસ બાકી રહ્યાં છે તેમ છતાં 120 ટકાથી પણ વધુ વરસાદ ખાબકી ચૂક્યો છે. રાજ્યમાં અનેક જળાશયો, નદીઓ અને તળાવો છલોછલ થઈ ગયા છે. જેના લીધે જગતનો તાત પણ ખમૈયા કરોની પોકાર લગાવી રહ્યો છે. ભારે વરસાદને કારણે અનેક ખેતરો પાણીમાં ગરકાવ થઇ ગયા છે. જેથી અનેક પાકો નિષ્ફળ ગયા છે.
ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં પહેલી સપ્ટેમ્બર 2020 સુધી સરેરાશ 121 ટકા વરસાદ નોંધાયો છે. ઝોન મુજબ જો વાત કરવામાં આવે તો સૌથી વધુ સરેરાશ વરસાદ કચ્છમાં વરસ્યો છે. કચ્છમાં આ વર્ષે સરેરાશ 255 ટકા વરસાદ નોંધાયો છે. જ્યારે ઉત્તર ગુજરાતમાં 104 ટકા સરેરાશ વરસાદ, પૂર્વ મધ્ય ગુજરાતમાં સૌથી ઓછો 88.50 ટકા વરસાદ વરસ્યો છે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો આ વર્ષે સૌરાષ્ટ્રમાં 163 ટકા વરસાદ પડ્યો છે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં આ વર્ષે સરેરાશ 103 ટકા વરસાદ વરસ્યો છે.
- ગુજરાતમાં સીઝનનો સરેરાશ 121 % વરસાદ નોંધાયો છે
- છેલ્લાં 30 વર્ષમાં આઠમી વખત રાજ્યમાં સરેરાશ વરસાદ 40 ઇંચથી વધારે થયો છે.
- ઓગસ્ટ મહિનામાં સામાન્યથી 26.6% વધુ વરસાદ પડ્યો છે
- રાજ્યના 111 ડેમ ઓવરફ્લો થયો છે. જ્યારે 22 ડેમ 90%થી વધુ ભરાઇ ગયા છે
- આ અગાઉ 1926, 1933 અને 1973માં આટલો વરસાદ પડ્યો હતો
- કચ્છમાં આ વર્ષે સરેરાશ 255 ટકા વરસાદ નોંધાયો છે.
- આ વર્ષે સૌરાષ્ટ્રમાં 163 ટકા વરસાદ પડ્યો છે.
- પૂર્વ મધ્ય ગુજરાતમાં સૌથી ઓછો 88.50 ટકા વરસાદ વરસ્યો છે.