ઉધના પોલીસ સ્ટેશનના મહિલા PSI અમીતા જોશીએ ગત તા. 5 ડીસેમ્બરના રોજ પોતાની સર્વીસ રિવોલ્વર વડે ફાયર કરી આપઘાત કર્યો હતો.
ચાર વર્ષના બાળકને સાચવવા રાખેલી વધવા બાઇ સાથે પોલીસ પતિના આડાસબંધો હતો.
અમિતા જોશીએ પોતાના નામ પર ફ્લેટ અને ગાડી ખરીદતા સાસરીયાઓ અને પતિનો ત્રાસ શરૂ થયો હતો.
મહિલા પી.એસ.આઇના પગારનો હિસાબ માંગી તેનો પતિ અને સાસરીયાઓ ત્રાસ આપતા હતા.
દિકરીના આપઘાતને પગલે પિતાએ પોલીસ પતિ સહીત સાસરીયાઓ સામે દુષ્પ્રેરણાની ફરીયાદ નોંધાવી
WatchGujarat. પતિ અને સાસરીયાઓનો ત્રાસ માત્ર સામાન્ય મહિલાઓ સહન કરી રહીં તેવુ નથી, પરંતુ પોલીસ વિભાગમાં ફરજ બજાવતા મહિલા કર્મીઓ અને અધિકારીઓ પણ તેનો ભોગ બની રહીં છે તે સુરતની આ ઘટના પરથી સ્પષ્ટ થાય છે. ઉઘના પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા PSI અમિતા જોશીએ ગત તા. 5 ડીસેમ્બરના રોજ પોતાની સર્વિસ રિવોલ્વરથી ગોળી મારી આત્મહત્યા કરી લીધી હતી. જોકે આ મામલે તેમના પિતાએ સાસરીયાઓ સહીત પોલીસ પતિ સામે આત્મહત્યાની દુષ્પ્રેરણાની ફરીયાદ નોંધાવી છે.
વર્ષ 2011માં કોન્સ્ટેબલ તરીકે રાજ્ય પોલીસ દળમાં ભરતી હતા. ફરજ દરમિયાન અમિતા જોશીએ વર્ષ 2013માં PSIની પરિક્ષા પાસ કરી હતી. વર્ષ 2014માં સાવરકુંડલા પોલીસ સ્ટેશનમાં ડ્રાઇવર તરીકે ફરજ બજાવતા વૈભવ વ્યાસ સાથે તેમના લગ્ન થયા હતા. અમિતા જોશીની મહિલા PSI તરીકે પ્રથમ પોસ્ટીંગ જામનગર ખાતે થઇ હતી. ત્યારબાદ વર્ષ 2018માં સુરતના ઉગટના પોલીસ સ્ટેશનમાં તેમની ટ્રાન્સફર થઇ હતી. જ્યાં તેઓ પતિ વૈભવ વ્યાસ અને ચાર વર્ષના પુત્ર સાથે રહેતા હતા.
લગ્નના થોડા સમય બાદથી જ પોલીસ પતિ વૈભવ અને સાસરીયાઓનો ત્રાસ થયો હતો. જે બાબતે મહિલા પી.એસ.આઇએ અનેક વખત તેમની બહેનને જાણ કરી હતી. તેવામાં પતિના અન્ય સ્ત્રી સાથે આડાસબંધો હોવાની પણ મહિલા પી.એસ.આઇને જાણ થઇ હતી. તેમ છતાં પુત્રની સામે જોઇ તેઓ પતિ અને સાસરીયાઓનો ત્રાસ સહન કરતા રહ્યાં હતા. ફરજ દરમિયાન અમિતા જોશીએ પોતાના નામે એક એક ક્લેટ અને બ્રેઝા કાર ખરીદી હતી. જે બાબતનો પણ પતિ સહીત સાસરીયાઓ અને નણંદે વાંધો ઉઠાવી અવાર નવાર ઝઘડા કરવાનુ શરૂ કર્યું હતુ. તદઉપરાંત અમિતા જોશીના પગારના હિસાબ બાબતે પણ તેઓ દખલગીરી કરી હેરાન કરતા હતા.
[caption id="attachment_34402" align="aligncenter" width="1080"] (લાલ શર્ટમાં દેખાતો વ્યક્તિ વૈભવ વ્યાસ, PSI અમિત જોશીનો પતિ)[/caption]
પોલીસ ફરજ દરમિયાન ચાર વર્ષના પુત્રની સારસંભાળ માટે તેમણે એક વિધવા મહિલાને કામ પર રાખી હતી. જોકે ચારિત્રહીન પતિ વૈભવ વ્યાસના વિધવા મહિલા સાથે આડાસબંધો હોવાની જાણ અમિતા જોશીને થઇ હતી. જે બાબતનુ રેકોર્ડીંગ પણ તેઓના ફોન પણ હતુ. એક તબક્કે પિતા અને સાસરીયાઓનો ત્રાસ એટલો વધી ગયો કે તેમણે છુટ્ટાછેડા લઇ પુત્ર સાથે જુદા રહેવાનુ મન મનાવી લીધુ હતુ. પરંતુ કુદરતને કંઇ બીજુ જ મંજૂર હતુ.
આમ લગ્ન બાદથીજ પોલીસ પતિ સહીત સાસરીયાઓનો સતત ત્રાસ સહન કરી રહેલા અમિતા જોશીએ ગત તા. 5 ડીસેમ્બરના રોજ ફાલસાવાડી સ્થિત ફ્લેટમાં પોતાની સર્વીસ રિવોલ્વરથી પેટના ભાગે ગોળી મારી જીવનનો અંત લાવી દીધો હતો. આ સમયે તેઓએ પહેરેલી ટી-શર્ટ ખભાના ભાગેથી ફાટેલી જોવા મળી હતી. જેથી તેમના પિતાએ હત્યાની આશંકા પણ વ્યક્તિ કરી હતી. જોકે ઉપરોક્ત સમગ્ર મામલે અમિત જોશીના પિતા રીટાયર્ડ પોલીસ કર્મી બાબુભાઇ જોશીએ મહિધરપુરા પોલીસ સ્ટેશનમાં પોલીસ પતિ વૈભવ વ્યાસ, સસરા જીતેન્દ્ર વ્યાસ, સાસુ હર્ષાબેન વ્યાસ, નણંદ મનિષાબહેન હરદેવભાઇ ભટ્ટ અને અંકિતાબેન ધવન મહેતા સામે આત્મહત્યાની દુષ્પ્રેરણી ફરીયાદ નોંધાવી હતી.
More #PSI #Amita Joshi #Suicide case #Surat News