એક તરફ ખેડૂત આંદોલન અને બીજી તરફ કોંગ્રેસે ADANI ગ્રુપની જાહેરાતને લઈ ટ્વીટર પર મધપૂડો છંછેડ્યો છે.
WatchGujarat કેન્દ્ર સરકારના કૃષિ બિલ સામે ખેડૂતો આંદોલન કરી રહ્યા છે. આંદોલન દરમિયાન ગુજરાત કોંગ્રેસના અગ્રણીઓથી લઈ રાષ્ટ્રીય નેતાઓ દ્વારા ટ્રેનની બહાર ADANI ગ્રુપની જાહેરાતનો મામલો ટ્વીટર પર ઉછાળ્યો છે. પરંતુ તેની પાછળની હકીકત કઈ અલગ જ છે. ADANI ગ્રુપની જાહેરાત સાથેની વેસ્ટર્ન રેલવેની પહેલી ટ્રેનને વડોદરાથી લીલી ઝંડી આપવામાં આવી હતી.
https://twitter.com/LalanKumarINC/status/1338037624385114112?s=20
ADANI ગ્રુપની જાહેરાત સાથેની પહેલી ટ્રેનને વડોદરાના DRM દ્વારા લીલી ઝંડી આપવામાં આવી હતી. ઇલેક્ટ્રિક લોકોશેડમાં નોન ફેર રેવેન્યુ માટે 10 ટ્રેન પર પેઇન્ટિંગ માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું. જેમાંથી પહેલો લોકોમોટીવ 1 ફેબ્રુઆરીના રોજ તૈયાર થયું હતું. અને તેને વડોદરા DRM દ્વારા લીલી ઝંડી આપવામાં આવી હતી. રેલવેના નિયત માપદંડ આધારિત પેઈન્ટિંગ્સ કરવામાં આવી હતી. દર ત્રણ વર્ષે રેલવેના લોકોમોટિવને પેન્ટ કરવામાં આવે છે. જેમાં 1 ફેબ્રુઆરીના રોજ ADANI ગ્રુપની ફોર્ચ્યુન એડિબલ ઓઇલની જાહેરાત સાથેના લોકોમોટિવને શરુ કરવામાં આવ્યું હતું. જો કે રેલવેની જરૂરી તમામ માહિતીને લોકોમોટિવ પર યથાસ્થિતિ રાખવામાં આવી હતી.
રેલવે PRO ખેમરાજ મીનાએ watchgujarat.com સાથેની વાતમાં જણાવ્યું હતું કે, ફેબ્રુઆરી 2020માં વડોદરાથી ADANI ગ્રુપની જાહેરાત વાળી ટ્રેનને લીલી ઝંડી આપવામાં આવી હતી. રેલવે દ્વારા પોતાની આવકના સ્રોતો ઉભા કરવા માટે આ પ્રકારના ઇનીશીએટિવ લેવામાં આવે છે. ઓથોરિટી દ્વારા નક્કી કરાયેલી પ્રક્રિયાના આધારે કામગીરી કરવામાં આવી હતી. વેસ્ટર્ન રેલવેમાં સૌથી મોટો લોકો શેડ વડોદરા અને મુંબઇ માં છે.
https://twitter.com/HardikPatel_/status/1337768087505006592?s=20
દર ત્રણ વર્ષે લોકોમોટિવ પેઇન્ટિંગ કરાવવા માટે રૂ. 3 લાખનો ખર્ચ આવતો હતો. પરંતુ તેની જગ્યાએ પ્રાઇવેટ કંપનીઓને જગ્યા ફાળવાતા તેની રેવન્યુ રૂ. 1.2 કરોડ મળ્યા હતા. ADANI ગ્રુપ દ્વારા જાહેરાત માટેના ઓપન ટેન્ડર ફાઈલ કરવામાં આવ્યું હતું. જો કે ટ્રેન પર જાહેરાત આપવા માટે ADANI ગ્રુપ પહેલી કંપની નથી. અગાઉ જાણીતી દૂધ અને તેના ઉત્પાદનો માટેની AMUL કંપની દ્વારા જાહેરાત આપવામાં આવી હતી.
https://twitter.com/DRMBRCWR/status/1223560215884206082?s=20
જાણીતા કોંગ્રેસી નેતાઓ દ્વારા ADANI ગ્રુપની કંપનીની જાહેરાતને લઈને ટ્વીટર અને રીટ્વીટ કરી વિવાદનો મધપૂડો છેડવામાં આવ્યો હતો.
More #Adani #DRM #Advertise #On Train #Vadodara News