• ડો. ગૌરવ દહિયા તેમના કાર્યકાળ દરમિયાન ત્રણ વર્ષ સુધી નેશનલ હેલ્થ મિશનના ડાયરેક્ટર રહી ચુક્યા છે. અને તેમને કામગીરી બદલ 9 જેટલા રાષ્ટ્રીય સન્માન પ્રાપ્ત થયા છે
  • રાજ્યમાં સ્વાસ્થ્ય ક્ષેત્રે મહત્વની સેવા આપી ચુકેલા અધિકારીના અનુભવ અને નિપુર્ણતાને કોરોના પર કાબુમાં મેળવવા માટે ઉપયોગમાં લેવો જોઇએ
  • મહારાષ્ટ્ર સરકારે સિવિલ સર્વિસમાં સેવા આપતા અને એમબીબીએસ ડીગ્રી ધરાવતા અધિકારીઓને કોરોના કાબુમાં લેવા માટે સેવારત કર્યા
  • એક તરફ ડોક્ટરની ધટ સામે આવી રહી છે, ત્યારે દિલ્હીની એઇમ્સમાંથી એમબીબીએસની ડીગ્રી મેળવનાર ડો.ગૌરવ દહીયા સામે ખોટા આક્ષેપ બાદ સસ્પેન્ડ કરાયા છે.
  • ડો. ગૌરવ દહિયા સામે ખોટા આક્ષેપ કરનાર લીનું સિંગ સામે બે જેટલી પોલીસ ફરિયાદ થઇ ચુકી છે, હાલ તે પોલીસ તંત્રની પકડથી દુર છે.
  • તાજેતરમાં લીનું સિંગના પતિ દિનકર સામે બનાવટી જામીન અરજી બનાવવા અંગે ફરિયાદ નોંધવાનો મામલો દિલ્હી હાઇકોર્ટમાં ચાલી રહ્યો છે.
  • ડોક્ટરની ધટને પગલે વડોદરાના વહીવટી તંત્ર દ્વારા બુધવારે 32 ડોક્ટરોની કરાર આધારિત ભરતી કરવામાં આવી હતી.

વડોદરા. રાજ્યમાં કોરોના પોઝીટીવ કેસો પ્રતિદીન નવો રેકોર્ડ બનાવી રહ્યા છે. મહારાષ્ટ્ર સરકાર દ્વારા એમબીબીએસની ડિગ્રી ધરાવતા 16 જેટલા આઇએએસ અધિકારીઓને કોરોનાની ડ્યુટીમાં મુકવામાં આવ્યા હતા. જ્યારે ગુજરાત કેડરમાં દેશની પ્રતિષ્ઠિત એઇમ્સ હોસ્પિટલમાંથી એમબીબીએસની ડિગ્રી મેળવનાર ડો. ગૌરવ દહિયાને સરકારે આક્ષેપ બદલ સસ્પેન્ડ કર્યા છે. અને આક્ષેપ કરનાર લીનુ સિંગ સામે અત્યાર સુધી બે પોલીસ ફરિયાદ થઇ ચુકી છે.

ડો. ગૌરવ દહિયા ગુજરાત કેડરના આઇએએસ અધિકારી છે. તેમના કાર્યકાળ દરમિયાન ત્રણ વર્ષ સુધી નેશનલ હેલ્થ મિશનના ડાયરેક્ટર તરીકે ફરજ બજાવી હતી. તથા તેમની ઉત્કૃષ્ટ કામગીરી બદલ અત્યાર સુધી રાષ્ટ્રીય કક્ષાના 9 એવોર્ડ મળી ચુક્યા છે. હાલ ભાજના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા દ્વારા વર્ષ 2017 અને 18માં બે એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા.

ગુજરાતની પાડોશમાં આવેલા મહારાષ્ટ્રમાં એમબીબીએસની ડિગ્રી ધરાવતા 16 જેટલા આઇએએસ અધિકારીઓને કોરોનાનો વ્યાપ વધારે હોય તેવી જગ્યાએ ફરજ પર મુકવામાં આવ્યા હતા. આ નિર્ણયના કારણે મુંબઇના માલેગાંવ , થાણે સહિતના કોરોના હોટસ્પોટમાં ખુબ જ સારી કામગીરી થઇ શકી હતી અને ચોક્કસ વિસ્તારોમાં કોરોનાને નાથવામાં સફળતા મળી હતી. ગુજરાત સરકારે મહારાષ્ટ્ર સરકાર પાસેથી આ શીખ લેવા જેવી છે.

ગુજરાત રાજ્યમાં એઇમ્સમાંથી એમબીબીએસ કરનાર ડો. ગૌરવ દહિયા જેવા અધિકારીઓનો કોરોનાને નાથવા માટે સકારાત્મક ઉપયોગ થઇ શકે તેમ છે. પરંતુ સરકાર દ્વારા ડો. ગૌરવ દહિયા સામે લીનું સિંગના ખોટા આક્ષેપોને ધ્યાને લઇને તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. લીનું સિંગ અને તેના પતિ સામે અત્યાર સુધી બે પોલીસ ફરિયાદ થઇ ચુકી છે. તેમની સામે દિલ્લી હાઇકોર્ટમાં મામલો ચાલી રહ્યો છે.

એઇમ્સ જેવી દેશની અગ્રણી મેડીકલ કોલેજમાંથી ડિગ્રી મેળવનાર ડો. ગૌરવ દહિયાની કોરોના કાળમાં સેવા લેવામાં આવે તો ચોક્કસ સારા પરિણામ મેળવી શકાશે. રાજ્ય સરકારની અનેક હોસ્પિટલો દ્વારા તબિબની ધટ પુરવા માટે અનેક વખત પ્રચાર માધ્યમો થકી ઇન્ટરવ્યુ માટેની જાહેરાત આપવામાં આવે છે. તેવા સમયે એક એઇમ્સના ડોક્ટર અને IAS અધિકારીને આક્ષેપો બદલ સસ્પેન્ડ કરી સાઇડ લાઇન કરવાની જગ્યાએ તેમની તબિબિ જ્ઞાનનો ઉપયોગ કરવો જોઇએ. એમ કરવાથી ગુજરાત સરકારના કોરોનાને નાથવાના પ્રયાસોમાં વધુ એક નિષ્ણાંત તબિબનો ઉમેરો થશે.

રાજ્યના અનેક શહેરોમાં કોરોનાની સારવાર દરમિયાન ડોક્ટરની ધટ સામે આવી રહી છે. વડોદરાના વહીવટી તંત્ર દ્વારા ડોક્ટરની ધટ પુરવા માટે બુધવારે 32 ડોક્ટરોની કરાર આધારિત ભરતી કરવામાં આવી હતી.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud