• CM રૂપાણીએ તમામ મતદારો અને ભાજપના કાર્યકરોનો આભાર માન્યો
  • તમામ 8 બેઠક પર ભાજપની જીતનો દાવો CM રૂપાણીએ કર્યો
  • જનતા ભાજપના કાર્ય, નીતિ-રીતિથી સંતુષ્ઠ છેઃ CM રૂપાણી.
cm vijay rupani

ગાંધીનગર. ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી 8 બેઠકો પર પેટા ચુંટણીમાં આજે મતદાન યોજાયું હતું. જેમાં આ મતદાન સાંજે 6 વાગે પુર્ણ થયા બાદ ગુજરાત રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પોતાના ઓફિશિયલ ટ્વીટર પરથી ટ્વીટ કરીને તમામ મતદારો અને ભાજપના કાર્યકરોનો આભાર માન્યો હતો અને કહ્યુ હતું કે ગુજરાતની જનતા ભાજપની નીતિ-રીતિથી સંતુષ્ઠ છે અને ભાજપ આ તમામ બેઠકો પર જીતશે. તેવો દાવો કર્યો હતો.

8 વિધાનસભા બેઠક પર કુલ 58.14 ટકા મતદાન થયું

આજે 8 બેઠકો પર પેટા ચુંટણીમાં જાહેર થયેલ આકડા પ્રમાણે કુલ 58.14 ટકા મતદાન થયું છે. જેમાં સૌથી વધું ડાંગ જીલ્લામાં 74.71 ટકા મતદાન થયું છે. જ્યારે સૌથી ઓછું ધારીમાં 45.74 ટકા મતદાન થયું છે.

જાણો, CM રૂપાણીએ ટ્વીટ કરીને શું કહ્યું

સાંજે 6 વાગે મતદાન પુરૂ થયા બાદ ગુજરાતના CM વિજય રૂપાણીએ ટ્વીટ કરીને કહ્યું કે, “કોરોનાના સંક્રમણ વચ્ચે સોશિયલ ડિસ્ટન્સ જાળવીને મતદાન કરવું તે પવિત્ર ફરજ સમજીને ભારે મતદાન કરવા બદલ તમામ મતદારોનો આભાર માનું છું. કોરોના સંક્રમણ વચ્ચે પણ ભારતીય જનતા પાર્ટીના અનેક કાર્યકર્તાઓએ ખૂબ મહેનત કરીને ભારતીય જનતા પાર્ટીને જીતાડવા મતદારોનો સંપર્ક કરીને મતદાન કરાવવાની સુંદર કામગીરી કરવા બદલ ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓને ધન્યવાદ આપું છું.

સારું મતદાન એ સૂચવે છે કે, ગુજરાતના મતદારો અને લોકો ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રની અને રાજ્ય સરકારની કામગીરી તેમજ ભારતીય જનતા પાર્ટીની નીતિ-રીતિથી સંતુષ્ટ છે તે મતદાનના આંકડા સૂચવે છે. ભારતીય જનતા પાર્ટી તમામ 8 બેઠકો પર ભવ્ય મતોથી વિજય પ્રાપ્ત કરશે.”

ગુજરાતની ખાલી પડેલી 8 બેઠક પર આજે પેટા ચુંટણી માટે મતદાન થયું હતું જેમાં કુલ 81 ઉમેદવારોના ભાવી EVM માં સીલ થયા છે. હવે 10 નવેમ્બરના રોજ મત ગણતરી થશે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud