• ખ 3 સર્કલ પાસે માલધારીઓ નો ઢોર પકડ પાર્ટી ઉપર હુમલો
  • કોર્પોરેશનના કર્મચારીઓ દ્વારા સેકટર-7 પોલીસ સ્ટેશનમાં અરજી આપવામાં આવી

ગાંધીનગર. મહાનગરપાલિકા વિસ્તારમાં રખડતી ગાયોનો ત્રાસ મોટા પ્રમાણમાં જોવા મળી રહ્યો છે. કોર્પોરેશન તંત્ર દ્વારા આ કામગીરી માટે ઢોર પકડ પાર્ટી રાખવામાં આવી છે, તેની સાથે એસઆરપીની ટુકડી પણ ફાળવવામાં આવી છે. ત્યારે આજે ખ 3 સર્કલ પાસે ઢોર પકડ પાર્ટીના કર્મચારીઓ ગાય પકડવા ગયા ત્યારે મહિલા સહિત ત્રણ માલધારી દ્વારા કર્મચારીઓને માર મારવામાં આવ્યો હતો ને ગાળો બોલવામાં આવી હતી. આ બનાવને લઇને કોર્પોરેશનના કર્મચારીઓ દ્વારા સેકટર-7 પોલીસ સ્ટેશનમાં અરજી આપવામાં આવી છે.

ગાંધીનગર શહેરમાં ખુલ્લેઆમ રખડતી ગાયો મોત સમાન ફરતી હોય છે. ત્યારે મહાત્મા મંદિર ખ રોડ ઉપર મોટા પ્રમાણમાં ગાયોના ઝુંડ બેઠેલા જોવા મળતા હોય છે. તેવા સમયે આજે બપોરના સમયે ખ 3 સર્કલ પાસે મહાનગરપાલિકાની ઢોર પકડ પાર્ટીના પાંચ જેટલા કર્મચારીઓ રખડતી ગાય પકડવા ગયા હતા. પરંતુ આ માલધારી દ્વારા આ પાર્ટીના કર્મચારીઓ ઉપર હુમલો કરવામાં આવ્યો હતો ગાળો બોલવામાં આવી હતી. જેને લઇને ઢોર પકડ પાર્ટીના કર્મચારીઓ દ્વારા ત્રણ માલધારી વિરુદ્ધ સેકટર-7 પોલીસ સ્ટેશનમાં અરજી આપવામાં આવી છે.

ઢોર પકડ પાર્ટીને એસઆરપીની ટુકડી ફાળવવામાં આવી છે

અમારી સંસ્થા ગાંધીનગર શહેરમાં ઢોર પકડવાની કામગીરી કરતા કર્મચારીઓ ઉપર હુમલો ના થાય તે માટે એસઆરપીની ટુકડી ફાળવવામાં આવી છે. પરંતુ આજે જ્યારે કર્મચારીઓ કાઈ પકડવા ગયા ત્યારે એસઆરપીની ટુકડી પાસે ન હતી.

અગાઉ પણ માલધારીઓ ઢોર ડબ્બામાં પુરાયેલી ગાયોને હુમલો કરી છોડાવી ગયા હતા

મુક્તિધામ પાસે મહાનગરપાલિકા દ્વારા બનાવવામાં આવ્યો છે. જા સિક્યુરિટી ગાર્ડની પણ વ્યવસ્થા કરવામાં આવી છે ત્યારે એક વર્ષ અગાઉ જન્માષ્ટમીના તહેવાર ઉપર માલધારીઓ સિક્યુરિટી ગાર્ડ ઉપર હુમલો કરીને ગાયો છોડાવી ગયા હતા.જેને લઈને કોર્પોરેશનના કર્મચારીઓ દ્વારા સેક્ટર 21 પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ દાખલ કરવામાં આવી હતી.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud
error: Share the News !